આરોગ્ય વેદ
કોપરેલ તેલમાં મિક્ષ કરો આ વસ્તુ અને સફેદ વાળને કાળા કરી દો

કોપરેલ તેલમાં મિક્ષ કરો આ વસ્તુ અને સફેદ વાળને કાળા કરી દો

આજકાલની ફાસ્ટ લાઈફ, તણાવ, પ્રદૂષણ અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં વાળને લગતી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. એમાં વાળ સફેદ થવાની સમસ્યા વધુ ચિંતાજનક હોય છે. હાલના સમયમાં 18-20 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર, મહેંદી, દવા અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કરવા લાગે છે, જે વાળને ઘણું નુક્શાન પહોંચાડે છે. અને વળી, આ કોઈ કાયમી ઉકેલ પણ નથી આ બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યે એટલે એકાદ મહિના સુધી વાળ કાળા રહે પછી ફરી સફેદ થવા લાગે.

આજે અમે તમને સફેદ થઈ ગયેલ વાળને કાળા કરવા માટે એકદમ સરળ, ફાયદાકારક અને ઘરેલુ ઉપાય જણાવવાનાં છીએ જેમાં મુખ્ય તત્વ છે કોપરેલ તેલ. તો ચાલો જાણીએ કોપરેલ તેલનો ચમત્કાર.

● કોપરેલ તેલમાં મીઠા લીમડાનાં પાનને ઉકાળી લો. પાંદડા બ્રાઉન કલરના થાય એટલે એને તેલમાંથી કાઢીને તેલને ઠંડુ થવા દો. નિયમિત રીતે આ તેલનો ઉપયોગ કરવાથી વાળ એકદમ કાળા અને મજબૂત થઈ જશે.

● 100 ગ્રામ શુદ્ધ કોપરેલમાં 50 ગ્રામ સુકી મેથી નાખી, સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. ત્યારબાદ તેલ ગાળીને બોટલમાં ભરી લો. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ કાળા થાય છે તથા નવા વાળ ઉગે છે.

● કોપરેલ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ ધીરે-ધીરે કાળા થવા લાગે છે.

● કોપરેલ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.

● કોપરેલ તેલમાં મહેંદી મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે.

મિત્રો, ઉપરોક્ત તમામ નુસ્ખા એકદમ કુદરતી અને ફાયદાકારક છે, જેની કોઈ આડ અસર પણ નથી. તેથી આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી બીજા લોકોને મદદરૂપ થઇ શકે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!