શું તમે જાણો છો ટ્રેન 1 કિ.મી. ચાલે તો કેટલું ડીઝલ વપરાય છે? જવાબ જાણીને તમે ચોંકી જશો

ભારતમાં મુસાફરી માટેનું મુખ્ય માધ્યમ ભારતીય રેલ્વે છે. રેલ વ્યવહારને કારણે ભારતનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ટ્રેનનાં કારણે જ એક સાથે હજારો લોકો દૂર-દૂર સુધી મુસાફરી કરી શકે છે. ટ્રેનમાં ભાડું પણ ઓછું હોય છે અને ખાવા-પીવાની સુવિધા પણ મળી રહે છે.

ટ્રેનમાં એક શક્તિશાળી એન્જીન લાગેલું હોય છે જે ઘણા બધા ડબ્બાને એક સાથે ઝડપથી ખેંચી શકે છે. ટ્રેનનો ઉપયોગ ફક્ત મુસાફરોની આવન-જાવન પૂરતો સીમિત નથી એમાં માલ-સામાનની હેર-ફેર પણ સરળતાથી કરી શકાય છે. ટ્રેનની મુસાફરી એકદમ આરામદાયક હોય છે. પહેલાના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચવામાં દિવસોના દિવસો લાગી જતા હવે ટ્રેન આવતા લાંબામાં લાંબી મુસાફરી પણ કલાકોમાં પુરી થઈ જાય છે. રેલગાડીને કારણે ઘણા ગામડા અને શહેરો એકબીજા સાથે જોડાઈ શકયા છે. ભારતની પ્રગતિમાં રેલ્વેનું મહત્વપૂર્ણ યોગદાન છે.

રેલગાડીમાં મુસાફરીની એક અલગ જ મજા છે. લોકો ટ્રેનમાં મુસાફરી તો કરે છે, પણ શું તમે ક્યારેય ટ્રેનની એવરેજ વિશે વિચાર્યું છે? પોતાનું અંગત વાહન ચલાવતી વખતે આપણે એવરેજનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. હંમેશા આપણી નજર પેટ્રોલનાં કાંટા પર ચોંટેલી રહે છે. પણ શું તમે જાણો છો એક રેલગાડીને એક કિલોમીટર ચાલવા માટે કેટલું ડીઝલ જોઈએ? આ વિશે કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય. કંઈ વાંધો નહિ, આજે અમે તમને જણાવીશું કે ટ્રેનને 1 કિ.મી. ચલાવવા માટે કેટલું ડીઝલ વપરાય છે. ચાલો જાણીએ..

ટ્રેનને એક કિલોમીટર ચલાવવા માટે કેટલું ડીઝલ વપરાય એ વાતનો અંદાજ કાઢવો સામાન્ય રીતે મુશ્કેલ છે. પરંતુ ઘણા સંશોધન કર્યા પછી આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. રાજન પ્રધાન નામના એક વ્યક્તિએ જણાવ્યું કે એક વખત તે ઔરંગાબાદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં, તેમણે જોયું કે ટ્રેનનો ડ્રાઈવર ટ્રેનનું એન્જીન ચાલુ રાખીને ચા-પાણી પીવા જતો રહ્યો. તે સમયે મારા મનમાં પ્રશ્ન થયો કે શું ટ્રેન ડીઝલ નથી ખાતી, કે આ લોકો ટ્રેનને આમ જ ચાલુ મૂકીને જતા રહે છે? બીજો પ્રશ્ન એ પણ થયો કે, ટ્રેન કેટલી એવરેજ આપે છે? એવામાં બન્યું એવું કે હું જ્યાં નાસ્તો કરી રહ્યો હતો ત્યાં જ લોકો પાયલોટ પણ નાસ્તો કરવા માટે આવ્યો. પછી મેં તેમને પૂછી જ લીધું કે શા માટે તેમણે એન્જિન ચાલુ મૂક્યું અને શું એમાં ડીઝલ નથી બળતુ ?

આ સવાલ સાંભળીને લોકો પાયલોટ કે જેનું નામ પવન કુમાર હતું તે ચોંકી ઉઠ્યો. પવન કુમાર ગ્વાલિયરનો રહેવાસી હતો, એણે જવાબ આપતા કહ્યું કે ટ્રેનનાં એન્જીનને બંધ કરવું તો સરળ છે પણ એને ચાલુ કરવું ખૂબ જ મુશ્કેલ છે. એન્જીનને ફરી ચાલુ કરવા માટે કમસે કમ 25 લીટર ડીઝલ વપરાય જાય છે. વળી, ટ્રેનની એવરેજ વિશે વાત કરીએ તો એક કિલોમીટર ચાલવા માટે 15 થી 20 લીટર ડીઝલની જરૂર પડે છે. લોકો પાયલોટ પવન કુમારે જણાવેલ આ વિગત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તમે પણ આ માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!