રમતગમત
ખૂંખાર બોલર પાંડયાને આ એક્ત્રેસે આપી લગ્નની ઓફર – ક્લિક કરીને વધુ વિગત વાંચો

ખૂંખાર બોલર પાંડયાને આ એક્ત્રેસે આપી લગ્નની ઓફર – ક્લિક કરીને વધુ વિગત વાંચો

બોલિવૂડ અને ક્રિકેટને ગાઢ ઘણા વર્ષોથી ગાઢ સબંધો રહ્યાં છે. અને એ સબંધો છેક ચોરીના ચાર ફેરા સુધી પણ પહોંચ્યાં છે! મતલબ કે, એવી ઘણી ફિલ્મી એક્ટ્રેસો છે જેણે ઇન્ડીયન ટીમના ક્રિકેટરોના નામની ચુંદડી માથે ઓઢી છે. જેનું તાજું ઉદાહરણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે.

જો કે, માત્ર અનુષ્કા શર્મા આ યાદીમાં એકમાત્ર જ નામ છે એવુઁ પણ નથી. આ પહેલાં પણ ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા જ છે. શર્મિલા ટાગોર,રીના રોય,સંગીતા બિજલાણી જેવી એકટ્રેસોએ ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડીઓ સાથે લગ્ન કર્યા છે. હવે લાગે છે કે, આ યાદીમાં એક વધુ નામ ઉમેરાવા જઇ રહ્યું છે !

વાત જાણે એમ છે કે, હાલ ભારતીય ટીમના વિસ્ફોટક યુવા બેટ્સમેન અને બોલર એવા હાર્દિક પાંડ્યા પર એક ફિલ્મ અભિનેત્રીનુઁ દિલ ધડકે છે! ઉલ્લેખનીય છે કે, હાર્દિક પાંડ્યા લીગ મેચ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ભારત માટે મેચ વિનિંગ રમત દર્શાવી ચુક્યો છે. ટીમ માટે ઘણીવાર તેણે વિસ્ફોટક બેટીંગ,ધારદાર બોલિંગ અને હોનહાર ફિલ્ડિંગનો દાખલો આપ્યો છે.

આવો જાણીએ કે જેની ખુબસુરતીના હજારો દિવાના છે એવી તે કઇ એક્ટ્રેસ છે જેનું દિલ હાર્દિક પાંડ્યા માટે ધડકે છે :

અભિનેત્રીનું નામ છે રકુલ પ્રીત સિંહ. જેણે બોલિવૂડમાં તો ઓછી પરંતુ સાઉથમાં ઘણી બધી મૂવીઓમાં લીડ અભિનેત્રીનો રોલ ભજવ્યો છે. રકુલ પ્રીત સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે, તે હાર્દિક પાંડ્યાને અને તેમની વિસ્ફોટક બલ્લેબાજીને ઘણી પસંદ કરે છે. ગુજરાતનો હાર્દિક પાંડ્યા તેમને ઘણો પસંદ છે. જેને તે ચાહે છે!

આમેય ભારતીય ક્રિકેટરો પર ઘણી હસીનાઓના દિલ ધડકતા હોય છે! અને હાર્દિક પાંડ્યા તો એમાં અત્યારનો બોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે. તેમની સાથે અગાઉ પણ ઘણા લવ અફેર ચર્ચામાં રહી ચુક્યા છે. અગાઉ પણ આ પ્રકારની વાતો હાર્દિક પાંડ્યા વિશે ઉછાળવામાં આવેલી છે. જો કે, આ વખતે રકુલ પ્રીત સિંહની વાતનો હાર્દિક પાંડ્યાએ કોઇ જવાબ નથી આપ્યો. પણ મીડિયા તો રાહ જોઇને જ બેઠું છે!

માન્યતાનુસાર, રકુલે હજી સુધીની કરીયરમાં કોઇ પુરુષ વિશે દિલ ખોલીને વાત નથી કરી. ભલે તેની સાથે અગાઉ ઘણા એક્ટરના નામ જોડાઇ ચુક્યાં હોય. આથી લોકો હાર્દિક પાંડ્યાને ખુશનસીબ પણ માની રહ્યાં છે કે, રકુલે પ્રથમ એના વિશે જ દિલ ખોલ્યું!

અહીઁ થોડી રસદાયક વાત રકુલ પ્રીત સિંહના ફિલ્મ કરીયર વિશે પણ કરી લઇએ –

૧૯૯૦માં નવી દિલ્હીમાં જન્મેલ રકુલ પ્રીત સિંહ મુળે તો પંજાબી છે પણ આપણે તેને તમિલ,તેલુગુ અને કન્નડ ભાષાની સાઉથ ફિલ્મોથી જ વધારે ઓળખીએ છીએ. ૧૯ વર્ષની વયે ૨૦૦૯માં પ્રથમ કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી કરિયરની શરૂઆત કરનાર રકુલ પ્રીતે અત્યાર સુધીમાં લગભગ ૨૨થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડથી અમુક ફિલ્મો ઉપરાંત તેની હાજરી મોટા ભાગની સાઉથ ફિલ્મોમાં રહી છે. અમુક પંજાબી ફિલ્મોમાં પણ તેમણે અભિનય આપેલો છે.

ઐય્યારી,યારિયાં,કિક-૨ જેવી ફિલ્મોમાં તેણે અભિનય કરેલો છે. કહેવાય છે કે, અજય દેવગણની આવનારી અનટાઇલ્ડ ફિલ્મમાં પણ તે દેખાવાની છે. એવામાં હાર્દિક પાંડ્યાની પરની તેની પ્રશંસાને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!