હું તું અને આપણે
દીકરીના લગ્ન NRI સાથે ભલે કરો – આટલું ધ્યાન જરૂર રાખશો

દીકરીના લગ્ન NRI સાથે ભલે કરો – આટલું ધ્યાન જરૂર રાખશો

ઘણી વખત એવી ખબરો આવે છે કે,ભારતની યુવતી સાથે લગ્ન કરીને કોઇ NRI યુવક પરીણિતાને લઇને વિદેશ રવાના થઇ જાય છે.સરકારી દફતરોમાં કોઇ ખાસ નોંધણી હોતી નથી.આ સમસ્યા વિકળ રૂપ ધારણ કરે તે પહેલાં કેન્દ્ર સરકારે એક નવો ફતવો બહાર પાડ્યો છે.

જો કોઇ પરીવારની દિકરીના લગ્ન NRI (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) યુવક સાથે થવાના હોય તો એ પરીવારે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ વાત અહીં સરળ રીતે અમે તમને જણાવી રહ્યાં છે.માહિતી થોડી ઉપયોગી છે તો ધ્યાન દઇને વાંચી જજો.

NRI યુવક સાથે ભારતમાં રહેનારી યુવતીના લગ્ન થાય એ પછી બંને વિદેશ જવા નીકળે ત્યારે અમુક ભૂલ પાસપોર્ટ જેવા અગત્યના દસ્તાવેજ રદ પણ કરાવી શકે છે!આવું ના થાય એ માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

સામાન્ય રીતે ભારતમાં જ વસનાર યુવક-યુવતીના લગ્ન થવાના હોય તો એના માટે નોંધણી કરાવવાની કોઇ સમય મર્યાદા હોતી નથી.છતાં ૩૦ દિવસની અંદર તો રજીસ્ટ્રેશન કરાવી લેવું જ લાભદાયક છે.કારણ કે,કાયદા સમિતી પણ આ પ્રકારની ભલામણ અગાઉ કરી ચુકી છે.

ઉપરની વાત તો ભારતમાં વસનાર રહેવાસી માટે છે.જો NRI યુવક સાથે કન્યાના લગ્ન થવાના હોય તો એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક અગત્યની જાહેરાત કરી છે.તે મુજબ લગ્નનાં ૪૮ કલાક પહેલાં સુધીમાં કન્યાએ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી દેવું.જો આમ કરવામાં નહી આવે તો કન્યાને પાસપોર્ટ કે વિઝા મળી શકશે નહી.

ઉપરની જાહેરાત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમેનકા ગાંધીએ કરી હતી.વધુમાં તેઓએ જણાવેલું કે,સરકારે આ માટે એક પોર્ટલ તૈયાર કરેલ છે જેના પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.ઉલ્લેખનીય છે કે,ભારતીય કન્યા સાથે લગ્ન કરીને NRI યુવકો વિદેશ રવાનાળ થઇ જાય છે.આ ગેરરીતીને નાથવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

થતી ગેરરીતીને કાબૂ કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય,ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યાં છે.મેનકા ગાંધીના જણાવ્યા અનુસાર,ત્રણે મંત્રાલયોના સચિવોની એક સંયુક્ત સમિતીની રચના કરવામાં આવી છે.ઉપરની બાબતમાં ફરીયાદ આવતા આ કમિટી યથાયોગ્ય કાર્યવાહી હાથ ધરશે.

આર્ટીકલ ઉપયોગી અને સાચવવા લાયક લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો જેથી કરીને કોઇને આ બાબતની માહિતી ઉપયોગી થાય.ખાસ કરીને એવા લોકોને જેઓ આ જાહેરાતથી અજાણ છે.ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!