જાત ભાતની વાત
સરકારી નોકરીનો અર્થ આ ફોટો જોઇને સમજી જશો – પોતાની જાતને બદનશીબ માનવા લાગશો

સરકારી નોકરીનો અર્થ આ ફોટો જોઇને સમજી જશો – પોતાની જાતને બદનશીબ માનવા લાગશો

તલાટીની ચાર આંકડાની જગ્યાઓ માટે ભરાતા ફોર્મની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે! રાજકોટ મહાનગરપાલિકાની જુજ જગ્યાઓ માટે એટલા ફોર્મ ભરાય છે કે આંક જોઇને અક્કલ બહેર મારી જાય! કહેવાની જરૂર નથી કે, આજે સરકારી નોકરીઓ પાછળ યુવાવર્ગ ખાધા-પીધા વગર રીતસર પડી ગયો છે. કોઇ તનતોડ મહેનત કરે છે તો કોઇ ખાલી ફોર્મ ભરીને આંકડા વધારવામાં મદદરૂપ થાય છે. પ્રત્યેક ફોર્મ ભરવામાં કરવા પડતા પેમેન્ટથી સરકારની તિજોરી ભરાય છે તો વળી ક્યારેય આખેઆખી એક્ઝામ રદ થાય છે.

સરકારી નોકરી એટલે “અમે રે સુકું રૂનું પુમડું,તમે અત્તર રંગીલા રસદાર!” આજે અદ્ભુતરીતે સરકારી નોકરી પાછળનો ક્રેઝ વધ્યો છે. ભલે તે પછી ક્લાર્કની જ કે પોસ્ટમેનની પણ કેમ ન હોય? ગવર્મેન્ટ નોકરી મેળવવા માટે ઘણી-બધી એક્ઝામો આપવી, અનેક સ્ટેજમાંથી પાસ થવું વગેરે લમણાઝીંકો તો રહે જ છે. પણ એની સામે લાલચ છે વધારે પગારની અને ઓછાં કામની!

જો કે, હવે તો અમુક પ્રાઇવેટ કંપનીઓ પણ ઉત્તમ સુવીધા અને સારો એવો પગાર આપે જ છે. છતાં મોટા ભાગનો ક્રેઝ તો હાલ સરકારી નોકરીઓ ભણી જ છે. એનો એક ફાયદો કદાચ સારી કન્યા સાથે ગૃહસંસાર માંડવાનો પણ હોય! મા-બાપની મોનોપોલી જ એવી સેટ હોય છે કે, જમાઇરાજ સરકારી અમલદાર હોય એટલે ભયોભયો!

અને પરીણામે ઘણાં ‘કાગડો દહીઁથરું લઇ ગયો’ના બનાવો બને છે. મતલબ કે, સામાન્ય સકલ ધરાવતા સરકારશ્રીના ઠેકેદારો પણ જાવા બંદરની સુંદરીઓ જેવી કન્યાઓને વરી-પરણી જાય છે.એ ઘટના જોયને અમુક જોશીલા યુવાનો ભાંગી પડે છે. ‘એક સરકારી નોકરી….!!’ અને વખાનો માર્યો યુવાન પોતાનું મેન ફિલ્ડ છોડી ક્લાસીસોને ધરવી દે છે.

બાય ધ વે, આજે અમે તમને કેટલીક એવી તસ્વીરો બતાવવા જઇ રહ્યાં છીએ જે લાગે છે કે સરકારી નોકરીની જ કૃપા છે. તેના પ્રતાપ વિના આવું શક્ય નથી. સામાન્ય સકલનો આદમી લંકાની લાડી લૂંટી જાય એ તો સરકારી નોકરી જ કરાવી શકે! જુઓ નીચેની તસ્વીરો અને જાણી જશો સરકારશ્રીનો પ્રભાવ.

અગત્યની નોંધ – બળતરા કરશો નહી!

પહેલી તસ્વીર જોઇને જ ચક્કર ખાઇ ગયાંને? થાય…થાય! જોઇ શકો છો કે એક ૫૦ વર્ષથી પણ વધારે ઉંમરનો લાગતો માણસ તેનાથી કદાચ અડધી ઉંમરની યુવતી સાથે ઇશ્કની રાહ પર કદમ માંડવા થનગની રહ્યો છે. હાય રે ખુદા! આ સરકારી નોકરીઓ આવી છોકરીઓ પણ અપાવે છે?

આ બીજી તસ્વીર પણ જુઓ.છે ને લંગૂર કે હાથમેં અંગૂર!

ઓહહ…! આ ત્રીજો ફોટો પણ એવો જ. આદમીની સકલ જોઇને તો મરી પણ આપઘાત કરીને મરી જાય અને પત્ની જુઓ તો શ્વેત-ધવલ ચંદ્રમાની જ પ્રતિકૃતિ!

અને આ ચોથી તસ્વીરને જોઇને હજી જીવો છો તમે? મરી જવું જોઇએ…! ના, એના કરતાં વાંચવા માંડો. હમણાં નવી ભરતી આવશે.

હવે આ પણ જુઓ. નિ:શબ્દ..!

અને આ મહાશય એમના શ્રીમતી સાથે શાનથી ઉભા છે. જાણે ખજાનો હાથ લાગ્યો હોય એવી અદાથી! જો કે, ઉભવું જ જોઇએ. આખરે તેમણે જીવનમાં આ સફળતા જો હાંસલ કરી છે.

નોઁધ – આ પોસ્ટનો ઉદ્દેશ્ય કોઇ પણની લાગણી દુભવવા માટેનો નથી.કે નથી કોઇ વર્ણરંગની મજાક કરવાનો.ઉપરની તસ્વીરો માત્ર મનોરંજન માટે પ્રસ્તુત કરવામાં આવી છે.તેને પ્રસ્તુત લેખ સાથે કોઇ જ સબંધ નથી.ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!