બ્લેડની વચ્ચે આ ખાસ ડીઝાઇન પાછળ છે આ રસપ્રદ કારણ – અહી ક્લિક કરીને વાંચો

રોજબરોજના ઉપયોગમાં આવતી એવી અનેક વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ તો કરીએ છીએ પણ એના વિશેની અમુક બાબતો વિશે આપણે ખ્યાલ નથી હોતો કે ના તો આપણે એના વિશે જાણવા પ્રયત્ન કર્યો છે.એવી જ એક ચીજ એટલે-બ્લેડ.શેવિંગ અને વાળ કટ કરવાની રોજિંદી ક્રિયાઓ માટે બ્લેડ જરૂરી છે.માટે તેનો ઉપયોગ રોજિંદો બની જાય છે.

તમને ખબર છે કે-બ્લેડની વચ્ચે એક ખાસ ડિઝાઇનયુક્ત ખાલી જગ્યા શા માટે રાખવામાં આવે છે?અલબત્ત,વ્હાય?એની પાછળ એક રોચક કારણ છે.જે અહીં તમને જણાવી રહ્યાં છીએ.ધ્યાનથી વાંચજો,રોચક વાત છે :

જિલેટના ભેજામાં આવેલી આ ડિઝાઇન –

ઇ.સ.૧૯૦૧માં જિલેટ નામની કંપનીના ફાઉન્ડર કેપ જિલેટે પોતાના સહકર્મી વિલિયમ નિકર્સન સાથે મળીને બ્લેડ બનાવેલી.પેટન્ટ દર્જ કરાવી લીધાના ત્રણ વર્ષ પછી ૧૯૦૪ એણે ઔદ્યોગિક રૂપે બ્લેડનું ઉત્પાદન શરૂ કર્યું.એ વર્ષે એણે ૧૬૫ બ્લેડ બનાવેલી.

એ પણ જાણી લો કે,શેવિંગ રેજરનો આવિષ્કાર પણ કેપ જિલેટે જ કર્યો હતો.એ સમયે બ્લેડનો ઉપયોગ દાઢી કરવા માટે જ થતો.શેવિંગ રેજરની સાથે તે બોલ્ટ દ્વારા જોડાયેલ રહે એ માટે બ્લેડની વચ્ચે જગ્યા રાખવામાં આવતી હતી.

હાથો જિલેટનો,પાવડો બીજાનો! –

જિલેટ કંપની જે રેજર બનાવતી એની ઉપર આજે બ્લેટમાં જે ખાલી ભાગ આવેલો છે એવી ડિઝાઇન રહેતી-આ વાત સમજી લેજો.

પહેલા તો આ નવા પ્રકારની બ્લેડ જિલેટ જ બનાવતી પણ એ પછી બીજી કંપનીઓ આ ક્ષેત્રમાં આવી.એમણે પણ જિલેટે બનાવેલા બ્લેડ જેવા બ્લેડ બનાવવા શરૂ કર્યાં.પણ એક પરેશાની નડી.આવા બ્લેડ માટેનો હાથો/રેજર માત્ર જિલેટને જ બનાવતા આવડતો!એટલે આ કંપનીઓએ એના રેજરની ડિઝાઇન કોપી કરીને બ્લેડ વચ્ચે જ એવી જગ્યા બનાવી નાખી કે જેથી રેજર એમાં ફિટ થઇ શકે.પછી રેજરમાં એવી ડિઝાઇનની જરૂરત ના રહે.આમ બ્લેડ બીજી કંપનીઓની અને રેજર જિલેટનો!

બસ,એ પછી બ્લેડ માટે આ જ ડિઝાઇન રાખવામાં આવી.અને ઉદ્યોગ જગતના આ ક્ષેત્રમાં આવેલી બીજી કંપનીઓએ પણ “આગે સે ચલી આતી હૈ” પરંપરાનું અનુસરણ કરવાનું ચાલુ રાખ્યું.

આર્ટીકલ અજાણી માહિતીથી રસપ્રદ લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર પણ જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!