આ છોકરો છે કે રબ્બર નું પુતળું ? – ચકરી ખાઈ જશો – ક્લિક કરી ફોટો જુવો

માણસ જેની પાછળ પડી જાય એનો છેડો શોધીને જ જંપે! અથાગ પ્રયત્ન કરવાનું થામી લે પછી એને કોઇ તાકાત રોકી શકતી નથી. પછી એ કામ ચાહે ગમે તેવું કઠોર કેમ ના હોય? એકલવ્યની ચાહત મેળવવાની તમન્ના હોય તો કોઇ પણ અગવડતા વેઠીને લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. અને આ માત્ર વાતો નથી,પ્રેક્ટિકલ વાસ્તવિકતા છે.

આ જ વાત અક્ષરશ: સાબિત કરીને દેખાડી છે મહારાષ્ટ્રના એક છોકરાએ. આજ કાલ એનું નામ પણ બહુ ગાજે છે કારણ કે, એણે મેળવેલી સફળતા કોઇ મામૂલી શી નથી. સફળતાની એક સળગતી મિશાલ પેશ કરી છે આ તરુણે!

વાત જાણે એમ છે કે,મહારાષ્ટ્રનો આદિત્ય કુમાર જંગમ નામનો છોકરો રબરની જેમ પોતાના શરીરને વાળી રહ્યો છે…અદ્દલ રબરની જેમ! અને આદિત્યની ઉંમર છે માત્ર ૧૩ વર્ષની!

તમે વિચારી પણ શકો કે પગને ઘુમાવીને પગની આંગળીઓમાં બ્રશનો દાંતો પકડીને બ્રશ કેમ થાય! અલબત્ત,લાગે જ કે આ તો અસંભવ છે. પગથી તે બ્રશ કેમ થાય? પણ જનાબ આદિત્ય કુમાર એમ કરી બતાવે છે,બહુ જ સરળતાથી! આખરે એણે શરીરને વાળ્યું જ એવી રીતના છે કે, એ રબરમેન જ લાગે.

આદિત્ય એવી એવી ક્રિયાઓ કરી શકે છે જે આની પહેલાં માત્ર સાધુ-સંન્યાસી કે બૌધ્ધ ભિક્ષુકો જ કરી શકે એવું મનાતુ. સામાન્ય માણસ માટે આ ક્રિડાઓ અસંભવ છે.

આદિત્ય એના શરીર વડે એવા-એવા કારનામા કરી બતાવે છે જેની કદાચ આપણે તો કલ્પના પણ ના કરી શકીએ.આદિત્યની હરેક મુવમેન્ટ મોંમાં આંગળા નખાવે તેવી હોય છે.શરીરના પ્રત્યેક લચીલા અંગને તે મરોડ આપી જાણે છે.પુરાણકાળમાં સાધુ-મુનીઓ આસન દ્વારા આ સિધ્ધીઓ મેળવતા પણ આદિત્યએ એની હરોળમાં સફળતા હાંસલ કરી છે.એને એવી દરેક ક્રિયા આવડે છે, માત્ર એટલું જ નહી-એમાં એ પારંગત પણ છે.

કદાચ તમને વિશ્વાસ નહી આવે પણ આદિત્ય એના માથાને ૧૬૦ ડિગ્રીએ ઘુમાવી શકે છે. માનો ને જાણે એની ગરદન ઘુવડની જેમ લચીલી બની ગઇ છે!

જો કે, આદિત્ય પોતાની આ સિધ્ધીઓનો શ્રેય પોતાના ગુરૂ મંગેશ કોપકરને જ આપે છે. તેમના લીધે જ આ શક્ય બન્યું તેવું એ દ્રઢપણે માને પણ છે. મંગેશ કોપકર પોતાની એકેડેમીમાં ૨૦ થી ૩૦ બાળકોને ટ્રેનિંગ આપે છે અને કોચ તરીકેની ભૂમિકા નિભાવે છે. પણ એમાંના એકેય બાળકમાં આદિત્ય જેટલી ફાવટ તો નથી. રબરમેનની ફાવટનું તો પુછવું જ શું!

આદિત્ય જણાવે છે કે, આની માટે તેણે પુષ્કળ મહેનત કરી છે. અનેક વાર ચોટ પણ ખાધી છે. જખ્મ વેઠ્યાં છે. નિયમિત પ્રેક્ટિસ કરી છે. તનતોડ કસરત કરી છે. આદિત્યનું સપનું છે કે, તે ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોઁધાવે.

માહિતી રસપ્રદ લાગી ને દોસ્તો?! અમે આવી જ અવનવી રસપ્રદતા ભરેલી વાતો મુકતા રહીશું. આપને આ લેખ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. અને વાંચતા રહેજો ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠત્તમ પેજ “જ્ઞાન સાથે ગમ્મત”….

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!