40 લાખની સાડી, 3 લાખની ચા અને 311 કરોડનો મોબાઈલ, નીતા અંબાણીનાં ખર્ચા સાંભળીને દંગ રહી જશો

બધા જાણે છે કે, દેશના સૌથી ધનિક આદમી મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીને સૌથી ધનિક મહિલા માનવામાં આવે છે. નીતા અંબાણી અવારનવાર પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ટીવી/ન્યૂઝપેપરમાં ચમકે છે. ભલેને પછી એ ચા નાં કપની વાત હોય કે મોંઘા કપડાંની. આજકાલ નીતા અંબાણીની લક્ઝુરિયસ લાઈફનાં ચર્ચા ચારેબાજુ થઈ રહ્યા છે. તો ચાલો જાણીએ એમના ખર્ચા અને લક્ઝુરિયસ લાઇફ વિશે.

311 કરોડનો સ્માર્ટફોન:


નીતા અંબાણી પાસે જગતનો સૌથી મોંઘો સ્માર્ટ ફોન છે. જેની કિંમત ફક્ત 311 કરોડ રૂપિયા છે. આ ફોનનું નામ ફાલ્કન સુપરનોવા આયફોન-6 પિંક ડાયમંડ છે. જેની કિંમત 48.5 મિલિયન ડૉલર છે. આ ફોન 2014માં લોન્ચ કરાયો હતો. આ ફોનની બોડી 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. ફોનની પાછળ મોટો પિંક ડાયમંડ છે. સિક્યોરિટીનાં મામલે આ ફોન અવ્વલ છે.

40 લાખની સાડી પહેરે છે નીતા અંબાણી


નીતા અંબાણી પાસે 40 લાખની એક સાડી છે. જે સાડીનું નામ ‘ વિવાહ પાતુ’ છે. આ સાડીની ખાસિયત એ છે કે સાડી મશીનથી નહિ પણ 36 મહિલા કારીગરોએ મળીને પોતાનાં હાથે બનાવી છે. આ આખી સાડી ભારતના પ્રખ્યાત આર્ટ આઇકોન રાજા રવિ વર્માનાં પેઇન્ટિંગ મુજબ ડિઝાઈન કરવામાં આવી છે. આ એક સાડી બનાવતા એક વર્ષ લાગ્યું હતું અને સાડીનું વજન 8 કિલોગ્રામ છે. નીતા અંબાણીએ પહેરેલ આ સાડી ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામી છે.

બર્થડે પર પતિએ 390 કરોડનું જેટ ગિફ્ટમાં આપ્યું:


દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીની રહેણી-કરણી કેવી હશે એ વાતનું અનુમાન તમે આ વાત ઉપરથી લગાવી શકો કે નીતાનાં 44માં જન્મ દિવસે મુકેશ અંબાણીએ એમને એક પ્રાઈવેટ જેટ ગિફ્ટમાં આપ્યું. આ જેટ પ્લેનમાં કેબિન, સ્કાય બાર, ફેન્સી શાવર, મ્યુઝિક સિસ્ટમ, ગેમ કોન્સોલ, સેટેલાઇટ ટીવી અને વાયરલેસ કમ્યુનિકેશન જેવી અનેક સુવિધા છે. આ જેટની કિંમત લગભગ 390 કરોડ છે.

એક કપ ચા ની કિંમત 3 લાખ રૂપિયા :


એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, તે જાપાનની સૌથી જુની ક્રોકરી બ્રાંડ ‘નોરી ટેકના’ કપમાં ચા પીવે છે. તમને જણાવીએ કે, નોરીટેક ક્રોકરીના 50 પીસ સેટની કિંમત 1.50 કરોડ છે. એટલે કે એક કપની કિંમત 3 લાખ થઈ. આ કારણોસર જ તેના એક કપ ચાની કિંત 3 લાખ કહેવામાં આવે છે. મતલબ કે હકિકત એ છે કે, તેમની ચા મોંઘી નથી પરંતુ તે જે કપમાં ચા પીવે છે, તે કપ મોંઘો છે. આજ કારણે લોકો તેમની ચાની કિંમત 3 લાખ રૂપિયા માને છે.

એક ચપ્પલ ફરીવાર રિપિટ નથી કરતા:


નીતા અંબાણીને સ્ટાઈલીશ ફુટવેરનો ખૂબ જ શોખ છે. તેઓ ક્યારેય પોતાના સેન્ડલ રિપિટ નથી કરતાં. તેમની પાસે પાડ્રો, ગાર્સિયા, જિમ્મી ચૂ, પેલમોડા, માર્લિન બ્રાંડના શુઝ તેમજ સેન્ડલ છે. તેઓ જે સ્લીપર્સ પહેરે છે તેની શરુઆત જ એક લાખ રુપિયાથી થાય છે.

13 લાખ રૂપિયાનું પર્સ :
તમે ઘણીવાર ટીવીમાં નીતા અંબાણીને પર્સ સાથે જોયા હશે. નીતા અંબાણી પાસે દુનિયાની સૌથી મશહૂર બ્રાન્ડ ‘બિર્કીન’ નાં ઘણા પર્સ છે. તમને જણાવી દઈએ કે બિર્કીનનાં એક પર્સની કિંમત 13 લાખ રૂપિયા છે.

શ્લોકા મહેતા બનશે અંબાણી પરિવારની પુત્રવધુ:


મુકેશ અંબાણીનો મોટો દિકરો આકાશ અંબાણીનાં લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની દિકરી શ્લોકા સાથે થવાના છે. શ્લોકા મહેતા અંબાણી પરિવારની પુત્રવધુ બનવા જઇ રહી છે. હાલમાં જ આકાશ અને શ્લોકાની સગાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે શ્લોકા મહેતા હીરાના વેપારી રસેલ મહેતાની સૌથી નાની દિકરી છે અને કનેક્ટ ફોર સંસ્થાની સહ-સંસ્થાપક છે. આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે અભ્યાસ કર્યો હતો. શ્લોકા મહેતાનાં પિતા રસેલ મહેતાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે એમનો વ્યાપાર દેશ-વિદેશમાં ફેલાયેલો છે.

મિત્રો, નીતા અંબાણી ફક્ત પોતાની રોયલ લાઈફ સ્ટાઈલ માટે જ ચર્ચામાં હોય એવું નથી તેઓ IPL મુંબઈ ઈન્ડિયન્સ ટીમનાં માલકિન, એક સફળ માતા, એક સફળ પત્ની અને સફળ બિઝનેસ વુમન છે. નીતા અંબાણી સમાજ કલ્યાણનાં કાર્યો જેવા કે, ચેરીટી, છેવાડાનાં પછાત ગામડામાં વિવિધ વિકાસ કાર્યો, સ્વાસ્થ્ય સુવિધા અને શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી ઉત્તમ કામગીરી કરે છે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!