નોર્મલ ડીલીવરી (પ્રસુતિ) માટેની સાત ટીપ્સ – શેર જરૂર કરજો

આજકાલ સિઝેરિયન ડિલવરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુના સમયમાં લગભગ પ્રસુતિઓ સામાન્ય રહેતી. પણ કોઇ મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે અમુક સ્ત્રીઓના જાન માથે જોખમ પણ તોળાઇ રહેતા. અલબત્ત,એ તો દરેક સિક્કાને બે બાજુ હોય છે એમ આ સ્થિતીમાં પણ છે.

આજના સમયમાં સ્ત્રીઓ માટે લગભગ ઘડીભરની પણ નવરાશ નથી હોતી. ઓફિસવર્ક કરતી સ્ત્રીઓ માટે ઘરે આવીને પણ ફુરસદ નથી હોતી. રસોઇ બનાવવાથી માંડી છેક સવારે છોકરાંઓને તૈયાર કરીને સ્કુલે મુકવા જવા સુધીની બધી જવાબદારી તેની માથે હોય છે. એક માતા તરીકે તે આ બધા કામો કશા કંકાસ વગર કર્યાં કરે છે. પણ શરીરથી તે ખુબ થાકી જાય છે. સાંધાઓ દુ:ખે છે,કમરમાં તણાવ ઉભો થાય છે અને શરીરમાં નબળાઇ વર્તાવા લાગે છે. એ અપૂર્ણ હોય તેમ વળી કેટલીક સ્ત્રીઓ માનસિક તણાવનો પણ ભોગ બને છે.

આ બધાનું પરીણામ છેવટે એ આવે છે કે સ્ત્રીઓની પ્રસુતિ નોર્મલ થતી નથી. ઓપરેશન કરાવીને જ બાળક લેવું પડે એવી સ્થિતી આજની સ્ત્રીઓ માટે સામાન્ય છે. વિતેલા સમયની સ્ત્રીઓ કસાયેલી હતી. તેમનો ખોરાક એકદમ પોષણક્ષમ હતો. આથી તેમની ડિલવરી નોર્મલ થતી. જો કે, આ જ સમયમાં કુપોષણ અને શરમના માર્યા અમુક હતભાગીણીઓ જીવન સાથે પણ ખેલી લેતી!

આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવી રહ્યાં છે જેને અમલમાં મુકવાથી મહિલાઓ સિઝેરિયન ડિલીવરીમાંથી બચી શકે છે. ઓપરેશન વખતે ભલે દર્દમાંથી છૂટકારો મળતો હોય પણ નોર્મલ ડિલીવરીના ફાયદો અનેકગણા છે. સ્ત્રીઓ નીચે જણાવેલી અમુક સરળ વાતોનું પાલન કરે તો ઘણા અંશે સંભાવના છે કે એમની ડિલીવરી નોર્મલ થઇ જાય. વાંચો નીચે જણાવેલી સાત ટીપ્સ :

(1)પ્રેગનન્સી એજ્યુકેશન –

મહિલાએ ગર્ભવતી બનતાં જ પ્રેગનન્સી એજ્યુકેશન મેળવવાનું ચાલુ કરી દેવું જોઇએ. બહેતર છે કે, ડોક્ટરની સલાહ લેવી. ગર્ભાવસ્થા દરમિયાન લેવાતી કાળજી વિશે આજે સરકાર તરફથી પણ પુરતા પ્રમાણમાં માહિતી આપવામાં આવે છે. તે મેળવી અને વાંચી જવી. વળી, આજે તો ઇન્ટરનેટ પર પણ આ બધી માહિતી હાથવગી જ છે.

(2)પોષણક્ષમ ખોરાક –

મોટાભાગની સિઝેરીયન ડિલીવરી અને ગર્ભાવસ્થા સમયે નબળાઇનું કારણ પોષણક્ષમ ખોરાકનો અભાવ જ છે. એ ખાસ યાદ રાખો કે તમે જે ખાઓ છો તેનાથી તમારા બાળકનું પણ પોષણ થાય છે! માટે ફાસ્ટ ફૂડ અને એવી બજારુ વાનગીઓ સામે લાળ ટપકાવવાની બંધ જ કરો એ બહેતર છે! લીલાં શાકભાજી જેવો સેહત માટે એદકમ બેસ્ટ ખોરાક જ લો. ભૂખ્યાં ન રહો તેમ જ વધારે પ્રમાણમાં પણ ખોરાક ન લો. આમ કરવાથી વજન વધે છે અને પ્રસુતિ સમયે વધેલું વજન બાધક બને છે.

(3) માનસિક તણાવથી દૂર રહો –

ગર્ભાવસ્થા દરમિયાન ચિંતા કે માનસિક તણાવથી દૂર રહો. ચિંતા કરવી છોડી જ દો. આનું પરીણામ લાંબે ગાળે ભયાનક આવી શકે છે. બની શકે તો ટેન્શન પરથી ધ્યાન હટાવવા પુસ્તકો વાંચો કે ફિલ્મ જુઓ. તણાવ કરવાથી પ્રસુતિ સમયે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

(4) ભરપૂર માત્રામાં પાણીનું સેવન –

ગર્ભાવસ્થાના સમયમાં ભરપૂર માત્રામાં પુષ્કળ પાણી પીવો. આનાથી ઘણો ફાયદો થશે. આમ લેબરના દર્દથી બચી શકાય છે. બની શકે તો બીજા એનર્જી ડ્રીંક પણ ડોક્ટરની સલાહ લઇ પીવો. જેની અસર ઘણી ફાયદાકારક રહે છે.

(5) નિયમિત વ્યાયામ –

કસરત,યોગ જેવી ક્રિયાઓ શરીર માટે ઘણું ફાયદાકારક છે. ગર્ભાવસ્થામાં મહિલાઓ હળવી કસરત કરી શકે છે. આમ કરવાથી હાડકાં મજબૂત બને છે, સાંધામાં દુ:ખાવાની ફરીયાદ રહેતી નથી અને શરીર સુબળ બને છે. પણ જરૂરી છે કે, કસરત માટે તમે ડોક્ટરની સલાહ લઇ લો. ન જાણે આનું પરીણામ વિપરીત ના આવી બેસે.

(6) પ્રાણાયામ –

શ્વાસ લેવાની અને ધીરે ધીરે છોડવાની કસરત કરવી ગર્ભાવસ્થા સમયે ઘણી ફાયદાકારક ક્રિયા છે.પ્રાણાયામ જેવી ક્રિયાથી શ્વાસની હેરફેર થાય છે. આનાથી ગર્ભધારી સ્ત્રીને અને ગર્ભમાં રહેલા બાળકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. શ્વાસની આ પ્રકારની કસરત લેબર પેન વખતે દર્દ સહન કરવાની તાકાત આપે છે.

(7) માલિશ કરાવવી –

ગર્ભધારણના અંતિમ તબ્બકાના ત્રણ મહિના ખાસ મહત્વના છે. મહત્વની શારીરિક ક્રિયાઓના આ સમય દરમિયાન જ આકાર લે છે. આથી બહેતર છે કે, આ સમય દરમિયાન સેહતનો અને સ્વાસ્થય માટે પૂરી રીતે ખ્યાલ રખાય. આ સમય દરમિયાન તમે માલિશ કરાવી શકો છો. માલિશ કરવાથી સાંધાના દુ:ખાવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. શરીર ફિટ રહે છે. વળી, સ્નાયુઓ પણ કાર્યક્ષમ રહે છે.

ઉપરની બાબતોનો અમલ કરો નિશ્વિત પણે ડિલીવરી સમયે થતી સમસ્યાઓ દૂર કરી શકાશે.વળી, નિષ્ણાતોની સલાહ લેવી પણ યોગ્ય છે.

આ લેખ આપને ઉપયોગી લાગ્યો હોય તો અન્ય લોકો સાથે પણ શેર કરજો. બની શકે કોઇને ઉપયોગી પણ બની જાય. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!