મૃત્યુ આવતા પહેલા યમ રૂપી ઈશ્વરના આ ૧૦ સંકેતો જાણી લેજો

જીવનના ઘટચક્રમાં અને પૃથ્વી સહિત બ્રહ્માંડના લીલાચક્રમાં મૃત્યુ એ અનિવાર્ય અને સ્વાભાવિક પરીબળ છે.જેનો આરંભ છે તેનો અંત નક્કી જ છે.પ્રત્યેક મનુષ્યના જીવનમાં મૃત્યુ એક અભિન્ન ઘટક છે,જેવી રીતે જન્મ છે!માટે મૃત્યુની અવગણના કરી શકાય એમ નથી.

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે એ મુજબ મૃત્યુ એટલે આત્માનો એક દેહ છોડી બીજા દેહમાં થતો પ્રવેશ.સમયાંતરે આત્મા દેહ બદલે છે.માટે ખરેખર તો મૃત્યુ નામની કોઇ ચીજ હોતી જ નથી,હોય છે તો માત્ર આત્માની એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની પ્રક્રિયા!સ્વાભાવિક છે કે માણસને મૃત્યુનો ડર લાગે જ.પણ ભગવાન વાસુદેવના કહેવા મુજબ મૃત્યુનો ડર અને શોક વ્યર્થ છે.કારણ –

वासांसि जीर्णानि यथा विहाय
नयानि गृह्णाति नरोड़पराणि |
तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि संयाति नवानि देही ||

મૃત્યુનો ડર શા માટે ?માણસને એમ થાય છે કે,પોતે અહીં પોતાનો પરીવાર,પોતે ઊભું કરેલું મકાન,પોતાનો ધંધો અને ધન આ બધું છોડીને જાય છે.પણ ખરેખર એ બધું ક્યાં તમારું છે!તમારું અહીં કાંઇ જ નથી,સિવાય કે સારા કર્મોની સુવાસ!અને ખરેખર તો તમારું અસ્તિત્વ જ નથી તો પછી દુ:ખ શા માટે ?એ આત્મા છે જે છે એ.અને એ કદી મરતો નથી કે મરવાનો નથી.મૃત્યુ એટલે તમારે એક લેવલ પુરું કરીને બીજા લેવલમાં જવાનું છે એવી સુપર મારિયોની ગેમ જ છે!અને એક લેવલમાં લાંબીવાર રહેવાથી તો કોઇને પણ કંટાળો આવે!અને છતાંયે થતું બંધન જો મોહમાયાનું પરિણામ હોય તો ભગવાન બુધ્ધે કહ્યું છે તેમ જીવતા જીવ તમે એ માયા-ઇચ્છા તોડી નાખો.કારણ કે,સર્વે દુ:ખોનું મુળ વાસના છે.

એવું કહેવાય છે કે,જ્યારે મૃત્યુ થવાનું હોય મતલબ કે આત્મા હવે બીજા શરીરમાં જવા માટે વર્તમાન દેહ છોડવાની તૈયારી કરતો હોય ત્યારે માણસને અમુક સંકેતો દેખાય છે.જેના આધારે એમ કહી શકાય કે હવે જીવાત્મા એની વિડીયો ગેમનું લેવલ ચેન્જ કરવાની તૈયારીમાં છે.આ રહ્યાં તે કેટલાક લેવલ પૂર્ણ થવાના સંકેતો –

જેમ જેમ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે તેમ એમની આંખોની નજર ઉપરની તરફ થઇ જાય છે અર્થાત્ તેમની આંખો ઉપરની તરફ નજર કરવા લાગે છે.એક સમય એવો આવે છે જ્યારે માણસને પોતાનું નાક પણ દેખાતું નથી.

જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે એને આકાશમાંનો ચંદ્ર તિરાડ પડેલો લાગે છે.એને ભાસ થાય છે કે,ચંદ્ર ખંડિત થઇ ચુક્યો છે.

કોઇ સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાના બંને કાન બંધ કરી દે છે ત્યારે એને કંઇકને કંઇક અવાજ તો સંભળાય જ છે.પણ જેનું મૃત્યુ નજીક હોય એવી વ્યક્તિને કાંઇ સંભળાતું નથી.

જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે.તેલ અને પાણીમાં પણ તેનો પડછાયો તેને નજર નથી આવતો.

જ્યારે વ્યક્તિનું મૃત્યુ નીકટ હોય છે ત્યારે તેને તેના મૃત પિતૃઓ તેની આસપાસ હોવાનો ભાસ થાય છે.વ્યક્તિને પોતાની સાથે કોઇ છાયા હોવાનો અહેસાસ થાય છે.

મૃત્યુના અલ્પ સમય પહેલાં વ્યક્તિના શરીરમાંથી અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે.જેને લોકો “મૃત્યુગંધ”ના નામથી ઓળખે છે.

જ્યારે કોઇ વ્યક્તિને અરીસામાં પોતાના ચહેરાની જગ્યાએ અન્ય કોઇનો ચહેરો દેખાય તો એમનું અવસાન નજીક હોવાનું કહેવામાં આવે છે.

કોઇ વ્યક્તિનું શરીર જ્યારે પીળું,સફેદ હલકું લાલ થવા લાગે તો સમજવું કે એનું મૃત્યુ નજીક છે.

વ્યક્તિના મૃત્યુના થોડા સમય પહેલાં એની જીભ,મુખ અને નાક પથ્થર જેવા સજ્જડ થવા માંડે છે એવી માન્યતા છે.

જ્યારે વ્યક્તિને સપનામાં ઘુવડ દેખાય,દરેક સમયે આગનો ભ્રમ થાય,ચંદ્ર-સુર્યની રોશની ના દેખાય ત્યારે મૃત્યુ નજીક હોવાનું માનવામાં આવે છે.

આ માન્યતાઓને અમુક લોકો તથ્ય પણ માને છે.છતાં આ બધી બાબતો પર ધ્યાન આપ્યાં વિના માણસે જીંદગીની દરેક પળ ઉત્સવની જેમ જીવી લેવાનો આનંદ માણવો જોઇએ.આપણે સૌ જાણીએ છીએ કે,મૃત્યુ અનિવાર્ય છે અને એ માત્ર આત્માનું થતું સ્થળાંતર છે.આપણા આદ્યદેવ ભગવાન વાસુદેવ આ હક્કીત કહી ગયાં છે તો પછી મૃત્યુનો ડર કે ચિંતા શા માટે ?નિ:સહાય અને પીડિતોને જેમ બને તેમ મદદરૂપ થવાય એવી ભાવના સાથે માત્ર કર્મ કરતા રહો.બીજી બધી ચિંતા ઇશ્વર પર છોડી દો.એ જ બ્રહ્મ છે અને એ જ સત્ય છે.

॥ જય પૂર્ણબ્રહ્મ ॥

નોંધ: આ પોસ્ટ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીન ની પરવાનગી વગર કોપી-પેસ્ટ કરીને બીજા બ્લોગ પર મુકવી નહિ

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!