ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે, બીજા લગ્ન કર્યા બાદ તમારો પહેલો પતિ પાછો આવે તો તમે શું કરો ?

છેલ્લાં થોડા સમયથી સોશિયલ મીડિયા પર IAS અને IPS નાં ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવતાં સવાલોની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આવા પ્રશ્નો અને એનાં જવાબ જાણવામાં મોટા ભાગનાં લોકો રસ દાખવી રહ્યાં છે. જેથી જાણી શકાય કે સૌથી પ્રતિષ્ઠિત નોકરીનાં ઉમેદવારોને કેવા-કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે.

જોકે, અમે તમને જણાવી દઈએ કે આવા તાર્કિક સવાલ ફક્ત સિવિલ સર્વિસમાં જ પૂછવામાં આવે એવું નથી, કેટલીક પ્રાઈવેટ કંપનીની જોબ માટે આયોજિત ઈન્ટરવ્યુમાં પણ આવા સવાલ પૂછાતા હોય છે.

ખરેખર તો આવા સવાલો દ્રારા જ ઉમેદવારની બુદ્ધિ અને વિકટ પરિસ્થિતિમાં એનાં વિચારો અને નિર્ણય લેવાની શક્તિની સાચી કસોટી થઈ જતી હોય છે. આવા જ કેટલાંક રસપ્રદ અને લોજીકલ સવાલ આજે અમે લઇને આવ્યાં છીએ. તો ચાલો જાણીએ, ઈન્ટરવ્યુ લેનાર ટીમ કેવા-કેવા સવાલો પૂછીને ઉમેદવારનો IQ અને તાર્કિક ક્ષમતા જાણવાની કોશિશ કરે છે.

સવાલ નંબર (1) :

એક ખૂની આરોપીને મોતની સજા સંભળાવવામાં આવી. એને ત્રણ ઓરડામાંથી એક ઓરડો પસંદ કરવાનું કહેવામાં આવ્યું. આ બધાં ઓરડા કંઇક આ રીતે હતાં :

● પહેલાં ઓરડામાં આગ લાગેલી હતી.

● બીજા ઓરડામાં બંધુકધારી ગુંડાઓ છે.

● ત્રીજા ઓરડામાં ત્રણ-ચાર વર્ષથી ભૂખ્યા સિંહ છે.

એવામાં એ આરોપીએ કયો ઓરડો પસંદ કરવો જોઈએ ?

જવાબ (1) :

ત્રીજો ઓરડો, કારણ કે વર્ષોથી ભૂખ્યા સિંહ હવે તો મરી જ ગયાં હોય.

સવાલ નંબર (2) :

એક કાચા ઈંડાને મજબૂત (સોલિડ) ભૂ-તળીયા પર કેવી રીતે ફેંકવુ કે, જેથી કરી તે તૂટે-ફૂટે નહીં ?

જવાબ (2) :

ઈંડાને તમે ગમે એમ ઘા કરો. ભૂ-તળિયાને કશો ફેર નથી પડવાનો… હાં, ઈંડુ ફૂટી જશે.

સવાલ નંબર (3) :

એક મહિલા ઉમેદવારને પૂછવામાં આવ્યુ કે, તમારાં સાસરિયા વાળા તમને ઘરમાંથી બહાર કાઢી મુકે તો તમે શું કરો?

જવાબ નંબર (3) :

એવામાં હું કંઈ ન કરી શકુ કારણ કે, સાસરિયામાં મારો અધિકાર ફક્ત મારા પતિની સંપત્તિ ઉપર છે. જે સંપત્તિ મારા પતિના નામ ઉપર હોય એમાંથી હું મારો હક જરૂર માંગી શકુ.

સવાલ નંબર (4) :

તમારાં પતિના અચાનક થયેલ મૃત્યું બાદ તમે બીજા લગ્ન કરી લ્યો છો અને બીજા પતિ સાથે તમે હળી-મળીને રહેવા લાગો છો. એવાંમાં તમને ખબર પડે છે કે, તમારો પહેલો પતિ હજું જીવિત છે અને એક દિવસ એ તમારી સામે આવીને ઉભો રહે તો તમે શું કરો?

જવાબ નંબર (4) :

એવી સ્થિતીમાં મારા બીજા લગ્ન રદ થઈ જશે. કારણ કે, હિન્દુ મેરેજ એક્ટ મુજબ કોઈપણ પુરુષ કે મહિલા ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકે જયાં સુધી એમનાં છુટાછેડા ન થાય અથવા બેમાંથી એક પાર્ટનરનું મૃત્યું ન થાય. પણ હાં, જો તમારી પાસે પૂર્વ સાથીનું ડેથ સર્ટીફિકેટ હોય તો પુરાવા તરીકે રજુ કરીને તમારો પક્ષ જણાવી શકો.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!