ઈતિહાસની વાતો
આ કારણોસર અકબરની પત્નીઓની સુરક્ષાની જવાબદારી કિન્નરો પર હતી

આ કારણોસર અકબરની પત્નીઓની સુરક્ષાની જવાબદારી કિન્નરો પર હતી

ભારતીય ઉપખંડ પર રાજ કરનાર મુસ્લિમ શાસકોના ઇતિહાસ પર નજર કરતા એક વાત તો સાફ જણાઇ આવે કે, લગભગ દરેક મુસ્લિમ રાજવીના જનાનખાનામાં ઘણી બેગમો હતી. અર્થાત્ એક રાજા એકથી વધુ કન્યાઓ સાથે વિવાહ કરતો. આ જ હક્કીકત મુઘલ શાસનકાળ પર નજર ફેરવતા પણ જણાઇ આવે છે. જલાલુદ્દીન મોહમ્મદ અકબરને પણ ઘણી રાણીઓ હતી.

અકબર ભારતવર્ષ શાસન કરનાર આક્રમણખોરોમાંનો એક સૌથી પ્રતાપી રાજા હતો. પિતા હુમાયુએ લગભગ જીંદગી રઝળપાટમાં ગાળી એ પછી અકબરે જાણે એનો પુરો બદલો વાળી દીધો હોય એમ લાગલગાટ અડધી સદી સુધી હિન્દુસ્તાનની અડધીએક ભૂમિ પર મુઘલ સલ્તનતના ઝંડા ગાડી દીધા!

૭ નવેમ્બર,૧૫૫૬ના રોજ પાણીપતના બીજા યુધ્ધમાં પોતાના દાદાના વિજયનું પુનરાર્વતન કરતો હોય એમ અકબરે દિલ્હીના સમ્રાટ હેમુ વિક્રમાદિત્યને કરારી શિકસ્ત આપી. અને દિલ્હી પર અધિકાર જમાવી લીધો. એ પછી એની વિજય યાત્રા આગળ ચાલી તે દક્ષિણ,મેવાડ અને ૧૯૭૨માં ગુજરાત તરફ ધપી રહી.

મુઘલ વંશના સૌથી નોંધનીય રાજા અકબરના જીવનની અમુક વાતો એવી પણ છે જેને જાણીને તમે એકદમ ચોંકી જ જશો! હાં, અહીં અમે આપની સમક્ષ અકબરના જીવનની એવી જ અજાણી અને હલબલાહટ ભરી વાતો લઇને હાજર છીએ જેને વાંચીને તમે ચોક્કસ પણે આશ્વર્યચકિત થઇ ઉઠશો :

અકબરની રાણીઓની ચોકી કરતા કિન્નરો –

કહેવાય છે કે, સલ્તનત યુગના રાજાઓના જનાનખાનામાં ઘણી બધી બેગમો રહેતી. આથી સ્વાભાવિક છે કે, રાજા કાયમ કોઇ એક રાણી સાથે સહવાસ કેળવી શકતો નહી. અને કદાચ એક રાણી સાથે જ રહે તો એવું પણ બને કે, બીજી અસંતુષ્ટ રાણીઓ કામભૂખ સંતોષવા માટે અન્ય પુરુષોનો સંસર્ગ કરે! કામભૂખ એ સંસારીઓને લાગવાની જ! એનાથી બચી શકાતું નથી. આથી સુલતાનો બેગમોની ચોકી કરવાને અર્થે કોઇ પુરુષને બદલે કિન્નરોને રાખતા. ઘણા કિસ્સામાં તો એવું પણ બને છે કે, હરમમાં કિન્નરોનો રીતસર બેગમો પર ડારો રહેતો. એને પૂછ્યાં સિવાય ચૂં ન થઇ શકે! અકબરના જનાનખાનાની ચોકી પણ કિન્નરો જ કરતાં.

ઉલ્લેખ છે કે, કિન્નરોને આ ઉપરાંત પણ ઘણા વિશિષ્ટ કામો માટે નિમવામાં આવતા. અલાઉદ્દીન ખીલજીના હરમની ચોકી પણ મલીક કાફુરના હાથ નીચે હતી. એ વાત અલગ છે કે, મલેક કાફુર ઉર્ફે ‘હજાર દિનારી’ અલાઉદ્દીનની વિશિષ્ટ પ્રકૃતિ માટે સહવાસ સેવતો હોવાનું પણ કહેવાય છે! એક વાત જાણ ખાતર જાણી લો કે, મલેક કાફુરનું બાળપણ સોમનાથના દરિયા કિનારે વીત્યું હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. પ્રથમ તે હિન્દુ હતો બાદમાં મુસ્લિમ ધર્મ અપનાવેલો. એક ગુલામ રૂપે તે વેંચાતો. ખંભાતમાં તે એક હજાર દિનારીમાં ખરીદાયેલો આથી તેને ‘હજાર દિનારી’ પણ કહેવામાં આવે છે.

અકબરની પરંપરાને જહાંગીર,શાહજહાં અને ઔરંગઝેબે પણ જાળવી રાખેલી હોવાનું કહેવાય છે.

અકબરના વ્યક્તિત્વમાં બે બાજુઓ જોઇ શકાય છે. ચિત્તોડના કિલ્લામાં તેણે આચરેલી કૃરતા જેવા ઘણા કિસ્સાઓમાં તે નિર્દયી બન્યો છે જેની ઘણી ટીકા પણ થઇ છે. તો બીજી તરફ તે સર્વધર્મ પ્રત્યે સમભાવ જાળવનાર પણ હતો. તેના સમયમાં દિન-એ-ઇલાહીની સ્થાપના થયેલી. જે બધાં ધર્મોના સારને સાચવતો એક ધર્મ હતો. અલબત્ત, આ ધર્મને માનવા માટે કોઇને દબાણ કરવામાં આવતું નહી.

અકબરના દરબારના નવરત્નોમાંના એક એવા અકબરના દરબારી ઇતિહાસકાર અબુલ ફઝલે ‘આઇને અકબરી’માં અકબરના જીવનની ઘણી વાતો પર પ્રકાશ પાડેલો છે.

આર્ટીકલમાં અમે ઘણી રસપ્રદ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આપને જો આમાંથી જાણવા જેવી રસપ્રદ માહિતી મળી હોય તો આપના મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ આ નાનકડી વાત જાણી શકે. ધન્યવાદ !

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!