દિયાબેન કહે છે, લીલવા (તુવર દાણા ) ની ગ્રીન કટલેસ આ રીતે બનાવજો

કટલેસ બનાવવાની સામગ્રી

250 ગ્રામ લિલી તુવેર ના દાણા

50 ગ્રામ પાલક

બે મીડીયમ સાઈઝ બટાકા

25 ગ્રામ લીલા મરચા

25 ગ્રામ લીલુ લસણ

25 ગ્રામ કોથમીર

10 ગ્રામ આદુ

20 ગ્રામ ગરમ મસાલો

25 ગ્રામ ખાંડ

5 ગ્રામ આમચૂર પાવડર

100 ગ્રામ નાયલોન પૌવા

2 બ્રેડ સ્લાઈસ

100 ગ્રામ સોજી

મીઠું સ્વાદ પ્રમાણે

તળવા માટે તેલ

—-

કટલેસ બનાવવાની તૈયારી

આદુ મરચા લસણ ક્રશ કરવા

લીલવા દાણા અધકચરા પીસવા

બટાકા બાફી છોલી સ્મેશ કરવા

પાલક બાફી ને પ્યુરી બનાવવી

——

કટલેસ બનાવવાની પદ્ધતિ

એક કડાઈ માં ચાર ચમચી તેલ લઈ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી બે મિનીટ સાંતળવું પછી એમાં અધકચરા વાટેલા લીલવા નાખી મીઠું નાખી ચમચા થી તુવેર ચડી ન જાય ત્યાં સુધી હલાવતા રહેવું

તુવેર ચડી જાય પછી એને એક થાળી માં કાઢી એમાં બાફેલી પાલક ની પ્યુરી નાખવી .બટાકા નો માવો નાખવો


એમાં ખાંડ ,આમચૂર પાવડર , ગરમ મસાલો . નાયલોન પૌઆ. બ્રેડ નો ભૂકો નાખી મિક્સ કરવું
હવે મિશ્રણ ને 10 મિનિટ પડ્યું રાખવું
હવે કટલેસ મોલ્ડ માં કટલેસ બનાવી સોજી માં રગદોળી
તેલ માં ડીપ ફ્રાય કરવી
સોસ-ગ્રીન ચટણી સાથે સર્વ કરવી


કટલેસ બનાવતાં અંદાજે 1 કલાક જેવો સમય લાગશે

રેસીપી મોકલનાર – દિયાબેન શાહ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ રેસીપી પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!