વહુ માટે સોનાની કાર ગીફ્ટ કરનાર મુકેશ અંબાણી – કારની કિમત શું હોઈ શકે ક્લિક કરી વાંચો

એ તો કોઇએ કલ્પના પણ કરી નહોતી કે, લીલી નાઘેર કહેવાતા ચોરવાડમાં માંડ ગુજરાન ચલાવતા એક આદમીનું નસીબ એની આવડતના જોરે એટલો લાંબો પલટો મારવાનું હતું કે વખત જતાં એનો પરીવાર દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં સમાવિષ્ટ થવાનો હતો!

હાં, આ આદમી એટલે ધીરૂભાઇ હિરાચંદ અંબાણી! અને આજે એમના સંતાન તરીકે મુકેશ અંબાણીએ એ બધા સપનાંઓ સાકાર કર્યાં છે. રિલાયન્સ જેવી ધરખમ ઇન્ડસ્ટ્રીઝ વડે આજે કોર્પોરેટ જગતમાં ડંકો વગાડ્યો છે એ તો છે જ! અનીલ અંબાણી અને મુકેશ અંબાણી બંને ભાઇઓએ ઇન્ડસ્ટ્રીઝ લેવલ પર હલચલ મચાવેલી છે.

મુકેશ અંબાણીને ભારતીય બિઝનેસ જગતમાં રતન ટાટા બાદના સૌથી હોશિયાર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. એનું કારણ સ્વાભાવિક રીતે આપણા સૌની સામે જ છે. વળી, આટલા પૈસાદાર મોભાનો પરીવાર હોવા છતાં એમના દિકરા-દિકરીઓમાં સ્વાભાવિક સરળતા જોવા મળે છે. જે ઘણી દુર્લભ ચીજ છે. સેવાભાવના પણ તેમના પરીવારની ઓળખ છે.

અંબાણી પરીવારમાં એક ખુશીના સમાચાર પણ દોડી રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ ઇશા અંબાણી અને આકાશ અંબાણી પવિત્ર સબંધોમાં જોડાવાના છે. આ મહિનાની ૩૦મી તારીખે જ આકાશ આંબાણીની સગાઇ શ્લોકા મહેતા સાથે થવાની છે. તેનું ડિજીટલ પ્રકારનું ઇન્વિટેશન કાર્ડ અત્યારે મીડિયા પર બહુ ચર્ચાત્મક રહ્યું છે. કહેવાય છે કે, સિધ્ધી વિનાયક મંદિરે આકાશ અંબાણી અને નીતા અંબાણીએ એનું પ્રથમ આમંત્રણ પણ આપેલું!

વળી, ઇશા અંબાણીની સગાઇ પણ ઉદ્યોગપતિ અજય પિરામલના સંતાન આનંદ પિરામલ સાથે નિશ્વિત છે. એટલે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, કદાચ આ વર્ષના અંત સુધીમાં બંનેના લગ્ન પણ થઇ જશે.

આકાશ અંબાણીની ભાવિ પત્ની શ્લોકા મહેતા પણ ઉચ્ચ સંપત્તિસભર પરીવારમાંથી આવે છે. શરૂઆતનો અભ્યાસ તેણે મુંબઇની ધીરૂભાઇ અંબાણી સ્કુલમાંથી કરેલો છે. તે પછી આગળ અભ્યાસ માટે તેણે પ્રિન્સટન યુનિવર્સિટી જોઇન કરેલી. જ્યાં તેણે એન્થ્રોપોલોજીમાં ડિગ્રી મેળવી. ત્યારબાદ, તેમણે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં લો માસ્ટરનો અભ્યાસ કરેલો. ૨૦૧૪થી શ્લોકા રોસી બ્લૂ ફાઉન્ડેશનના ડાયરેક્ટર પદે વિરાજીત છે. સાથે કનેક્ટ ફોર સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે. જે એન.જી.ઓની મદદગાર સંસ્થા છે.

કહેવાય છે કે, મુકેશ અંબાણી પોતાની વહુને એવી ગિફ્ટ આપવા જઇ રહ્યાં છે જેના પર વિશ્વાસ પણ કરવો મુશ્કેલ છે…! હાં, સસરા તરફથી શ્લોકાને એવી અદ્ભુત ભેટ મળવાની છે જેની કદાચ તેને ખુદને પણ કલ્પના નહી હોય!તો ચાલો જાણી લઇએ આખરે શું છે આ આલિશાન ગિફ્ટ? –

એવું કહેવામાં આવે છે કે, મુકેશ અંબાણી શ્લોકા મહેતા માટે સોનાની કાર ગિફ્ટ કરવાના છે! જી હાં, કદાચ આપણે ભલે આ બાબત વિચારી ના શકીએ પરંતુ આ હક્કીકત છે. ખાસ દુબઇથી ઓર્ડર કરેલ આ ગોલ્ડ પ્લેટેડ કાર ભારતમાં લાવવાની તૈયારીઓ પણ થઇ રહી છે.

એ વાત અલગ છે કે, મુકેશ અંબાણી પાસે મર્સિડીઝ,મે-બીચ અને રોલ્સ રોયલ્સથી લઇને એક પછી એક આલિશાન ૧૫૦ જેટલી કાર છે. પણ આ તો અલગ જ બાબત છે! જ્યારે સુવર્ણ કાર રસ્તા પર નીકળશે ત્યારે લોકો એના પરથી પોતાની નજર પણ નહી હટાવી શકે એ તય માનજો! અદ્ભુતતાની સીમાઓ પણ કંઇક આવી રીતે બંધાયેલી હોય છે!

બડે લોગ ઔર બડી પસંદ! અલબત્ત, તમને આ આર્ટીકલ મનોરંજક જાણકારીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ આ રોચક વાતો પીરસવા માટે આ પોસ્ટને શેર જરૂરથી કરજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!