કિન્નર પાસેથી આ એક વસ્તુ લઈ લેવાથી ઘરમાં થશે ધનવર્ષા

કિન્નરોને પણ સમાજમાં સમાનતાના અધિકાર છે. કિન્નર સમુદાય સમાજથી અલગ રહે છે અને આ કારણે સામાન્ય લોકોને તેમના જીવન અને રહેણીકરણી વિશે જાણવાની તાલાવેલી રહે છે. કિન્નરોનું વર્ણન ગ્રંથોમાં પણ જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધને નપુંસક ગ્રહ માનવામાં આવે છે. કિન્નરો ઉપર આ ગ્રહનો ખુબ જ શુભ પ્રભાવ પડે છે. જો ઘરે કોઈ કિન્નર આવે તો એને શુભ અને શુકનિયાળ મનાય છે. તેના આવવાથી ઘરની બધી જ સમસ્યાઓનું નિવારણ થાય છે.

ઘરમાં બાળકનો જન્મ થયો હોય, કોઈના લગ્ન હોય, હોળી-દિવાળી જેવા મહત્વના તહેવારો કે અન્ય શુભ પ્રસંગ હોય ત્યારે કિન્નરો પોતાના આશીર્વાદ આપવા માટે ઘરે આવતા હોય છે. જો તમે પણ ઘર-પરિવારને સમસ્યાઓથી મુક્ત કરવા માંગતા હો તો કિન્નરને કોઈ દિવસ ઘરેથી ખાલી હાથે ન કાઢવા. જો તમે કિન્નરને ઘરે મીઠો આવકાર આપો અને એની દુવા તમને મળી જાય તો તમે માલામાલ થઈ જાવ. કહેવાય છે કે કિન્નરની દુવા તમારા ધારેલા કામ પુરા કરે છે.

જો કિન્નર તમને રાજીખુશીથી ભેટ રૂપે સિક્કો આપે તો તમારા કિસ્મત ચમકી ઉઠશે. જો તમને કોઈ કિન્નર મળે તો એની સાથે હંમેશા પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ. તમે એની પાસેથી સિક્કો પણ માંગી શકો છો અને જો તે પ્રેમથી તમને એકાદ સિક્કો આપે તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધી જશે અને પૈસાની રેલમછેલ થશે.

કિન્નર પાસેથી જો રૂપિયાનો સિક્કો મળે તો તે સિક્કાને માથે લગાવીને તેને પોતાના ઘરની તીજોરીમાં રાખવાથી ખુબ મોટો ધનલાભ થાય છે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!