આજે નિર્જળા એકાદશી, ધન વર્ષા માટે અપનાવો આ ઉપાય

જેઠ શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ભીમએ એક માત્ર આ ઉપવાસ રાખ્યો હતો, ત્યાર બાદ તે મૂર્છિત (બેભાન) થઈ ગયો હતો એટલા માટે ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે પાણી પીધા વગર ઉપવાસ કરવાથી વર્ષની તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સ્વાસ્થ્ય તથા સુખદ જીવનની મનોકામના પૂરી થાય છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે ચે. આ વખતે નિર્જલા એકદાશીનું વ્રત 23 જૂનના રોજ છે.

અજમાવો આ ઉપાય

-એકાદશીનો ઉપવાસ રાખો.
-દિવસ અને રાત્રે માત્ર પાણીવાણા આહાર જ ગ્રહણ કરો.
-ઈષ્ટ દેવ અથવા શ્રીહરીની ઉપાસના કરો.
– રાત્રે મંત્રોનો જાપ કરવો

ધનની પ્રાપ્તિ અને સંપન્નતા માટેશું કરશો?

-એકાદશીનો ઉપવાસ રાખવો.
-શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ઉપાસના કરો.
-વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો.
-મધ્ય રાત્રિના સમયે ધન અને સંપન્નતા પ્રાપ્તિની પ્રાર્થના જરૂર કરવી.

મનની શાંતિ અને શુદ્ધિ માટે આ કરો

એકાદશી પર માત્ર પાણીવાળો આહાર ગ્રહણ કરવો.
-વધારેમાં વધારે મંત્ર જાપ અને ધ્યાન કરો.
-એકાંતમાં રહી પ્રાર્થના કરો.
-ઓંકાર પાઠ કરવાથી પણ વિશેષ પરિણામ મળી શકે છે.

Leave a Reply

error: Content is protected !!