કિન્નર કેવી રીતે બને છે, જાણીને ચોંકી જશો

તમે ઘણી વખત બસ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કિન્નરોને જોયા હશે. મોટા ભાગે તેઓ સડક પર, દુકાનો પર અથવા લોકોનાં ઘરે શુભ પ્રસંગ દરમિયાન પૈસા વસુલતા દેખાય છે. પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે આખરે ! કિન્નરો કેવી રીતે બને છે? આજે અમે તમને કિન્નરો સાથે જોડાયેલ મહત્વપૂર્ણ તથ્યો જણાવવાના છીએ. તમને જણાવી દઈએ કે કિન્નરોમાં પુરૂષ અને સ્ત્રી એમ બન્નેના ગુણો જોવા મળે છે, આ જ કારણ છે કે ભારતીય સમાજ આજે પણ એમને સામાજીક રીતે અપનાવવા અને સામાજીક દરજ્જો આપવાનું નકારે છે.

આજે અમે તમને કિન્નરનાં જન્મનું રહસ્ય જણાવીશું.

કિન્નર પેદા થવાનું વાસ્તવિક કારણ આ હોય છે :


મેડિકલ સાયન્સનાં કહ્યા મુજબ, મહિલા જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે 3 મહિના બાદ શિશુનો વિકાસ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન જો માતાને કોઈ બીમારી કે સમસ્યા થાય તો ગર્ભમાં હોર્મોન્સની તકલીફને કારણે શિશુનાં શરીરમાં મહિલા અને પુરુષ એમ બંનેનાં ઓર્ગન્સ (અંગો) વિકાસ પામે છે.

દવા લેવાથી પણ થઈ શકે નુકસાન :


ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ દવાનાં સેવનથી નુકશાન થયું હોય તો થનાર બાળક કિન્નર બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને ખૂબ જ તેજ તાવ આવ્યો હોય કે તબિયત ખરાબ થઈ જાય તો એનાથી પણ ગર્ભમાં રહેલ બાળકનાં લિંગ પર વિપરીત અસર થઈ શકે.

આકસ્મિક દુર્ઘટના :


ગર્ભાવસ્થા દરમિયાન માતા સાથે કોઈ આકસ્મિક દુર્ઘટના થઈ હોય તો એનાથી પણ થનાર બાળક કિન્નર બની શકે.

ગર્ભપાતની દવાનું સેવન :


જો કોઈ મહિલા ગર્ભપાત કરવાની દવાનું સેવન કરતી હોય તો એની આડ અસર રૂપે ભવિષ્યમાં જન્મ લેનાર બાળક કિન્નર પેદા થઈ શકે.

મિત્રો, કિન્નર પેદા થવા પાછળ આવા જ કેટલાક કારણો જવાબદાર છે જેને આપણો સમાજ સમજી નથી શકતો. એ ફક્ત એટલું જ જુએ છે કે સામેવાળો કિન્નર છે. જોકે વર્તમાન સમયમાં ભારતીય સમાજમાં કિન્નરોની પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ સરાહનીય પગલું છે. આખરે ! એમનાં પણ જીવ છે. ભારત સરકારે એમને પણ સમાન અધિકારો આપ્યા છે. આપણી પણ ફરજ છે કે આપણે એમની સાથે એક માણસની જેમ જ નોર્મલ વ્યવહાર કરીએ…

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ ગમી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!