ફિલ્લમ ફિલ્લમ
૧૫ વર્ષથી એક પણ હીટ ફિલ્મ આપી નથી, તેમ છતા છે અબજોપતિ આ અભિનેતા

૧૫ વર્ષથી એક પણ હીટ ફિલ્મ આપી નથી, તેમ છતા છે અબજોપતિ આ અભિનેતા

બોલિવૂડ ક્ષેત્રે સફળ થવા માટે તમારે અભિનય ક્ષમતા ઉપરાંત પણ અમુક પરીબળોના ઓથારની જરૂર પડે છે. અને આ પરીબળો મેળવવાની તમારી આવડત પણ એક પ્રકારની અભિનય કળા જ છે તેમ સમજો તો પણ ખોટું નથી! નસીબ, નામના અને ક્ષમતા વગર બોલિવૂડમાં લાંબા સમય માટે ટકવું અશક્ય છે. અહીં અમુક કલાકારો એવા છે જેને ફિલ્મમાં લીધાં બાદ ફિલ્મ સો કરોડના ક્લબના જનરલ ટાર્ગેટને તો આંટી જ જાય!

પણ આ વાત થઇ એવા સફળ કલાકારોની. જ્યારે અમુક અદાકારો એવા પણ હોય છે જેને જાણે ફિલ્મ ફ્લોપ કરવા જ ના લીધાં હોય એવું જ લાગે! હાં, છે અમુક એવા એક્ટરો પણ આ ઇન્ડસ્ટ્રીમાં; જે પ્રસિધ્ધી તો મેળવી જ જાય છે ગમે તે રીતે. પછી ભલે એની ફિલ્મો લાગલગાટ ફ્લોપ કેમ ના જાય!

આજે વાત કરવી છે એક એવા અભિનેતા વિશે જેની છેલ્લાં પંદરેક વર્ષથી તો એક પણ ફિલ્મ હિટ નથી ગઈ! અને છતાં, આ કલાકારનું આજે ફિલ્મી રસિયાઓના દિલમાં સ્થાન છે-એક પ્રકારનું અલાયદું જ સ્થાન.

આ અભિનેતા એટલે બીજું કોઇ નહી પણ વિવેક ઓબરોય જ! પણ તમને ખબર છે આ એક્ટરે હમણાં જ એક એવું પગલું ભર્યું છે જેને લીધે આજે બધાં લોકો ફ્લોપ એક્ટરના ખિતાબધારી આ અભિનેતાની ભારોભાર પ્રશંસા કરી રહ્યાં છે? ચાલો જાણીએ –

એક વાત તો જાણી લો કે, ઓબરોય સાહેબની પાછલાં ૧૫ વર્ષમાં એકપણ ફિલ્મ હિટ નથી સાબિત થઇ.અપવાદ ‘ક્રિશ-૩’નો છે પણ એમાં પણ એનો રોલ વિલનનો હતો.

આજે વિવેક ઓબરોયની ફિલ્મ કારકિર્દીની ચર્ચા અહીં નથી કરવાની. પણ એણે ભરેલાં એક પગલાંની વાત કરવી છે. અને એ પગલું, એ કદમ નિ:સંદેહ પ્રશંસનીય છે. વાત એમ છે કે, વિવેક ઓબરોયે શહિદો માટે એક મોટું કાર્ય કર્યું છે.

કુરબાનીની કદર કરી છે વિવેક ઓબરોયે –

વાત જાણે એમ છે કે, વિવેક ઓબરોયે મુંબઇના થાણેમાં શહિદોના પરીવાર માટે ૨૫ નવા ફ્લેટ દાન આપવાનું એલાન કર્યું છે! આને લીધે એના ફેન્સ ઘણાં ખુશ છે. એક મહાન કામ કર્યાંનો આનંદ આથી ઓબરોયના મુખ ઉપર છલકતો હોય એ સ્વાભાવિક છે.

વિવેક ઓબરોય એક રઇસ માણસ છે. ધન-દોલતની કમી નથી એની પાસે એમ કહો તો પણ ચાલે. એક્ટિંગમાં ખાસ કંઇ ઉકાળી ન શકનાર આ એક્ટરે આ રોલ બહુ સરસ ભજવ્યો છે. જીંદગીની વાસ્તવિકતાનો રોલ.

૯૦ કરોડની પ્રોપર્ટીનો છે એકલો માલિક –

વિવેક ઓબરોય પાસે ૧ કરોડ, ૪૦ લાખ ડોલર જેટલી સંપત્તિ છે. એટલે કે, મહજ ૯૦ કરોડની જારદાદ! વિવેક એક ફિલ્મ માટે ૪ કરોડ રૂપિયા લે છે. એનું ખુદનું એક પ્રોડક્શન હાઉસ પણ છે જે સારો એવો વકરો કરે છે. એ સાથે જ વિવેકનો પરીવાર પણ એટલો જ ધનિક છે. આથી વિવેક પાસે ધનની તો કોઇ કમી નથી. માટે ઘણા સામાજિક કાર્યોમાં તે આગળ પડતો ભાગ લે છે. વિવેક દ્વારા અભિનીત ઘણી ફિલ્મોમાંથી ‘ક્રિશ-૩’ અને ‘રક્ત’ની ઘણી તારીફ થઇ છે. આ બંને ફિલ્મોમાં એની એક્ટિંગ વધારે પડતી ખીલી ઉઠી છે.

બાય ધ વે, કોઇની કારણ વગરની અને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે એટલે જમકર નીંદા કરનારા લોકોએ પણ આવી વાતો જાણવી જોઇએ કે આવા સ્ટાર પણ છૂપી-છૂપી મદદ કરી જ દેતાં હોય છે દેશ માટે! શાહરૂખ ખાન જેવા એક્ટરો મજહબવાદી તરીકે જોનારા લોકોએ પણ એ ખ્યાલ રાખવાની જરૂર છે! ટૂંકમાં, વોટ્સએપના એક ઢંગધડા વગરના મેસેજથી કોઇની મનફાવે એવી ઇમેજ બનાવવાનો આપણે કોઇ અધિકાર નથી!

આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!