જાત ભાતની વાત
નશીબદાર હોય છે એ સ્ત્રીઓ જેમના શરીરના આ ૫ અંગ મોટા/લાંબા હોય છે

નશીબદાર હોય છે એ સ્ત્રીઓ જેમના શરીરના આ ૫ અંગ મોટા/લાંબા હોય છે

હિન્દુ સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં સ્ત્રીને દેવીના રૂપમાં ગણવામાં આવે છે. સાક્ષાત્ દેવી તરીકે પૂજવામાં આવે છે. એ વાત તો અચળ સિધ્ધાંત જેવી છે કે, સ્ત્રી જ સંસારની ખરી સુત્રધાર છે. સંસારરૂપી રથ ક્યારેય સ્ત્રી વિના ચાલી શકતો નથી. સંસારની સર્જનહાર પણ સ્ત્રી જ છે. એ શક્તિના તેજપૂંજ જ સમગ્ર સંસારને અજવાળી શકે છે.

પ્રાચની ભારતવર્ષમાં સ્ત્રીઓ સિંહણ સમાન હતી એ બાબત નિર્વિવાદ છે. જનકના દરબારમાં યાજ્ઞવલ્કય સાથે અજાજૂડ સંવાદ આદરતી ગાર્ગી હોય, અશોકવાટિકામાં અડધાએક એશિયામાં ધ્રુજારી પ્રસરાવનારા રાવણને છડેચોક એના કુકર્મોનો હિસાબ કરાવતી સીતા હોય કે ભારતવર્ષને એકતાંતણે બાંધીને કોઇ ખૂણેથી ચકલુંય ના ફરકે એવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવાના મહા સ્વપન જોતી મહારાણી કુમારદેવી હોય!

પણ એ પછી ધીમે-ધીમે સંસ્કૃતિ પર પરદેશી આક્રમણો વધ્યાં અને કોણ જાણે શી રીતે પણ ભારતના લોકોની માનસિકતા કૂપમંડુક સમાન બની. સ્ત્રીઓને નમાલી સજવાના ઘૃણાસ્પદ વિચારો આવ્યાં અને તેને ઘરની ચાર દિવાલો વચ્ચે ગોંધાય રહેવાનો વખત આવ્યો. સ્ત્રી સ્વાતંત્ર્ય જોખમાયું, બાળકી જન્મે તો કલ્પાંતો થવા માંડ્યાં.

એ પરીસ્થિતીમાં હવે તો ઘણો સુધારો આવ્યો જ છે. પણ આજે પણ એ ઘર કરી ગયેલી માનસિકતાના મૂળિયાં સાવ ઉખડી ગયાં નથી કે આવતા બે-ત્રણ દાયકા સુધી તો સાવ ઉખડવાના પણ નથી. અમુક ઇલાકા હજી એવા છે, અમુક લોકો હજી એવા છે જ્યાં બાળકી જન્મે તો પહેલાં ખોળાનો દિકરો ખટારાના પૈડાં નીચે ભરડાઇ ગયો હોય એવો કળેળાટ થાય છે. એવા લોકોને સમજાવવાની જરૂર છે.

અહીં વાત થોડા અલગ ટોપિક પર કરવાની છે. અહીં આપને જણાવીશું શાસ્ત્ર પ્રમાણે કેવી સ્ત્રીઓ ઘરના કલ્યાણ માટે યોગ્ય હોય છે એ વિશે. એવા કેટલાંક સંકેતો કે જેનાથી તમે જાણી શકશો કે કેવી સ્ત્રીઓ પરીવાર માટે અને પતિ માટે ભાગ્યશાળી હોય છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે, સ્ત્રીઓના અમુક અંગો જો મોટા હોય તો એ સ્ત્રી પરીવાર માટે ભાગ્યશાળી સાબિત થાય છે, ઘર માટે ભાગ્યશ્રી સાબિત થાય છે.

ચાલો જાણીએ ક્યાં-ક્યાં છે એ અંગો:

લાંબી આંગળીઓ –

લાંબી આંગળીઓ વાળી મહિલાઓ ઘણી બુધ્ધિમાન, વાંચન રસ ધરાવતી, ખોટો ખર્ચો ટાળનારી અને પૈસાનો સદઉપયોગ કરનારી હોય છે. ઘર ચલાવવાની આવડત ધરાવતી આવી સ્ત્રીઓથી પતિ અને પરીવાર બંને ખુશ થાય છે.

લાંબું નાક –

આવી મહિલાઓ ગમે તેવી પરીસ્થિતીને શાંત મનથી ઉકેલી શકે છે. ગમે તેવા કોયડા હલ કરી શકે છે. આ મહિલાઓ ખર્ચ કરે છે ખરી, પણ એના દ્વારા ખર્ચેલ પૈસો ક્યારેય બેકાર નથી જતો.

લાંબી ગરદન –

લાંબી ગરદન વાળી મહિલાઓ સુંદર તો દેખાય છે જ પણ સાથે સાથે કહેવાય છે કે તે ઘણી ખુશ કિસ્મત પણ હોય છે. ઘર-પરીવારને ખુશીઓથી ભરી દેનારી કામિની હોય છે.

મોટી આંખો –

મૃગનયની જેવી આ સ્ત્રીઓ રૂપમાં તો કામણગારી હોય જ છે પણ એ જે ઘરમાં જાય છે ત્યાં ધનની વર્ષા પણ કરી દે તેવી હોય છે. પતિને ભરપૂર પ્રેમ આપનારી, ભરોસો રાખનારી અને હંમેશા પતિને વફાદાર રહેનારી હોય છે આવી મહિલાઓ.

લાંબા વાળ –

જે મહિલાઓને લાંબા વાળ હોય છે એ પતિઓ માટે અને પરીવાર માટે ઘણી ભાગ્યશાળી હોય છે. માતા લક્ષ્મીજીના વાળ જેમ લાંબા છે તેમ આવી સ્ત્રીઓ પણ જે ઘરમાં જાય છે ત્યાં ધનની કમી નથી રહેતી.

આમ પણ, જ્યાં “નારીને પૂજવામાં આવે ત્યાં દેવતાનો વાસ” નિશ્વિત જ હોય છે!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

આ નર્સની વાત સંભાળીને ચોંકી પણ જશો અને અમેરિકા ની હોસ્પિટલ્સ સામે ઉકળી પણ જશો

આ નર્સની વાત સંભાળીને ચોંકી પણ જશો અને અમેરિકા ની હોસ્પિટલ્સ સામે ઉકળી પણ જશો

Happy to know amid Corona tensions – vaccines are becoming in the country

Happy to know amid Corona tensions – vaccines are becoming in the country

૮ એપ્રિલે હનુમાન જયંતી – દીવો પ્રગટાવી આ રીતે સુંદરકાંડ નો પાઠ અને અન્ય વિધિ કરવાથી ભવસાગર થશે પાર

૮ એપ્રિલે હનુમાન જયંતી – દીવો પ્રગટાવી આ રીતે સુંદરકાંડ નો પાઠ અને અન્ય વિધિ કરવાથી ભવસાગર થશે પાર

હાલમાં રામાયણ જોતા લોકો પર આ એક્ટ્રેસે કર્યો પ્રહાર – રાતીચોળ થઈને કહ્યા આવા આકરા વેણ

હાલમાં રામાયણ જોતા લોકો પર આ એક્ટ્રેસે કર્યો પ્રહાર – રાતીચોળ થઈને કહ્યા આવા આકરા વેણ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના નો કહેર – કોરોના ને કારણે  આ એક્ટ્રેસે તોડ્યો હોસ્પિટલ માં જ દમ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના નો કહેર – કોરોના ને કારણે આ એક્ટ્રેસે તોડ્યો હોસ્પિટલ માં જ દમ

ધમણ-૧ – આપણું પોતીકુ વેન્ટીલેટર તૈયાર – રાજકોટ જ્યોતિ CNC એ મેળવી અદ્ભુત સફળતા

ધમણ-૧ – આપણું પોતીકુ વેન્ટીલેટર તૈયાર – રાજકોટ જ્યોતિ CNC એ મેળવી અદ્ભુત સફળતા

રામાનંદ સાગરના પુત્રવધુને મોદીને ફોન કરીને રામાયણ પ્રસારિત કરવા વાત કરી અને પછી આ રીતે પ્રસારણ નક્કી થયું

રામાનંદ સાગરના પુત્રવધુને મોદીને ફોન કરીને રામાયણ પ્રસારિત કરવા વાત કરી અને પછી આ રીતે પ્રસારણ નક્કી થયું

error: Content is protected !!