જાત ભાતની વાત, બીઝનેસ ટોક
ફક્ત 10 હજારમાં શરૂ કરો આ 10 બિઝનેસ, કમાણી થશે અધધધ…… – શેર કરવા જેવી માહિતી

ફક્ત 10 હજારમાં શરૂ કરો આ 10 બિઝનેસ, કમાણી થશે અધધધ…… – શેર કરવા જેવી માહિતી

મિત્રો, જેમ ભણતર દિવસેને દિવસે વધતું જાય છે એવી જ રીતે હરીફાઈ અને બેરોજગારી પણ દિનપ્રતિદિન વધી રહી છે. વળી, આજના મોટાભાગના ભણેલા-ગણેલા યુવાનોને કોઈના હાથ નીચે કામ કરવું ગમતું નથી અથવા મનગમતી નોકરી મળતી નથી. તો હવે, આવી પરિસ્થિતિમાં કરવું શું? દોસ્તો, આનો તો એક જ ઉપાય છે અને એ છે પોતાનો બિઝનેસ શરૂ કરવો. પણ, અહીંયા બીજી સમસ્યા એ છે કે બિઝનેસ શરૂ કરવા માટે આટલા બધા પૈસા ક્યાંથી લાવવા? ડોન્ટ વરી….”જ્ઞાન સાથે ગમ્મત” પર બધી જ સમસ્યાઓનાં સમાધાન છે.

મિત્રો, ઘણાં બિઝનેસ એવા પણ છે જે ઓછી મૂડીએ શરૂ કરી શકાય છે. આજે અમે તમને એવા જ 10 બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું કે જે ફક્ત 10 હજાર રૂપિયામાં શરૂ કરી શકાય.

(1) સ્પર્ધાત્મક પરીક્ષાનાં ક્લાસ:


ઘરે અથવા એકાદ રૂમ ભાડે રાખીને નોકરી માટે જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટેના ક્લાસ શરૂ કરી શકો. જેમાં ટેબલ, ખુરશી, બ્લેક બોર્ડ અને સ્ટેશનરી જેવી વસ્તુંની જરૂરિયાત રહેશે. ક્લાસની જાહેરાત કરવા માટે પેમ્ફ્લેટ છપાવી શકો અથવા સ્કૂલ/કોલેજની રૂબરૂ મુલાકાત લઈ શકાય.

(2) મોબાઈલ રિચાર્જ શોપ:


એક નાનકડી દુકાન ભાડે રાખીને એમાં એક કમ્પ્યુટર સેટ ગોઠવી દ્યો. જેમાં મોબાઈલ રિચાર્જની સાથો-સાથ ઓનલાઈન ટીકીટ બુકિંગ, ઓનલાઈન પેમેન્ટ, નોકરી માટેના ઓનલાઈન ફોર્મ ભરવા, કલર પ્રિન્ટ કરી આપવી વગેરે કામ કરીને સારી એવી કમાણી કરી શકો.

(3) સોશિયલ મિડિયા સપોર્ટ :


આજકાલ સૌથી ઝડપી વિકાસ કરતું પ્લેટફોર્મ એટલે સોશિયલ મીડિયા. દરેક નાની-મોટી કંપનીને પોતાના બ્લોગ, ફેસબુક પેઈજ, ગૃપ અને વેબસાઈટને મેનેજ કરી શકે અથવા નવું-નવું કન્ટેન્ટ લાવી શકે એવા સ્ટાફની જરૂરિયાત હોય છે. તમે પોતાનાં સ્કિલ અને સમય મુજબ કમાણી કરી શકો.

(4) મિનરલ વોટર સપ્લાય:


આજકાલ દરેક જગ્યાએ લોકો મિનરલ વોટર પીવાનું પસંદ કરી રહ્યા છે. ઉનાળામાં પાણીની માંગ પણ ખૂબ વધી જાય છે. તમારે મુખ્ય RO પ્લાન્ટનાં માલિક સાથે ટાઈઅપ કરીને ઘર, દુકાન, ઓફીસ, મોટી-મોટી પ્રાઈવેટ કંપની, લગ્નપ્રસંગ કે પાર્ટીનાં ઓર્ડર લઈને મિનરલ વોટર સપ્લાય કરી શકો.

(5) સાડીમાં આર્ટ વર્ક:


આજકાલ તમે જોયું જ હશે કે ઘણી જગ્યાએ ગૃહિણીઓ ઘરનાં આંગણે બેઠા-બેઠા સાડી કે ડ્રેસમાં મોતીકામ, ભરતકામ, આભલા, કાચ કે ઝરી ચોંટાડવાનું કામ કરતી જોવા મળશે. તમે પણ સુરત કે અન્ય શહેરમાંથી સાડી અને મટીરીયલ લાવીને આજુબાજુમાં રહેતા બહેનોને આ કામ સોંપીને સારૂ એવું કમિશન મેળવી શકો. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તો રોજગારી મળશે જ સાથો-સાથ તમારા ઘરની આજુબાજુ રહેતા જરૂરીયાતમંદ લોકોને પણ રોજગાર મળી રહેશે.

(6) યુ-ટ્યુબ વિડીયો:


યુ-ટ્યુબ પર તમે પોતાની ચેનલ બનાવીને પણ પૈસા કમાઈ શકો અને પોતાના વિડીયો વેચીને પણ કમાણી કરી શકો. જેના માટે સૌથી પહેલા એક સારો એવો કેમેરો અને એડિટિંગ માટે કમ્પ્યુટર લઈ લો. ત્યારબાદ તમારી પાસે જે હુન્નર હોય એના વિડીયો અથવા દુનિયામાં બનતી નત્ત-નવી ઘટનાઓનાં ઓરીજીનલ વિડીયો બનાવો અને એ વિડીયો વેચી દો. મારા ખ્યાલથી આજકાલ તો વિડીયો બનાવીને વેચવામાં રોકડી કમાણી છે. શેના વિડીયો બનાવવા એ તમારી આવડત અને ક્લાઈન્ટની જરૂરિયાત પર આધાર રાખે છે.

(7) ટિફિન સેવા:


ઘણા લોકો પોતાના ઘરથી દૂર નોકરી-ધંધા કરતા હોય છે. મોટા શહેરોમાં આ લોકો એકલા જ રહેતા હોય છે. એવા સમયમાં જો એમને ઘર જેવું ખાવાનું મળી જાય તો તો રાજીના રેડ થઈ જાય. જો તમે પણ કોઈ મોટી કંપની કે કર્મચારી વસાહતની આજુબાજુ રહેતા હોય તો એમના માટે ટિફિન સેવા શરૂ કરી શકો. આ કામ એવું છે કે જેમાં પૈસા, ઓળખાણ અને પુણ્ય એમ ત્રણેય વસ્તું કમાઈ શકીએ.

(8) પેકર્સ એન્ડ મૂવર્સ :


મોટા-મોટા શહેરોમાં નોકરી કરતા કર્મચારીઓ એક સ્થળે થી બીજા સ્થળે શિફ્ટ થતા હોય છે. જે માટે એ લોકોને ઘરની તમામ સાધન-સામગ્રીને વ્યવસ્થિત રીતે પેક કરીને ટ્રક કે ટેમ્પોમાં લોડીંગ કરીને સુરક્ષિત રીતે બીજા સ્થળે પહોંચાડી શકે એવા માણસોની જરૂરિયાત રહે છે. જો તમારી પાસે કુશળ વર્કર અને ટેમ્પો હોય તો તમે આ બિઝનેસ સરળતાથી કરી શકો અને પૈસા કમાઈ શકો.

(9) નવા-જૂના પુસ્તકોનું વેચાણ :


મોટાભાગે લોકો પોતાના જુના પુસ્તકો પસ્તીમાં આપી દેતા હોય છે. જો તમે દુકાન કરો તો એ જ જુના પુસ્તકો તમે પસ્તીના ભાવે ખરીદીને એમાં થોડો નફો ઉમેરીને વેચી શકો. સાથે નવા પુસ્તકો પણ વેચી શકો. કોઈ વિદ્યાર્થી પોતાના જુના પુસ્તકો તમને આપી જશે અને એ જ જુના પુસ્તકો બીજો કોઈ ગરીબ વિદ્યાર્થી તમારી પાસેથી ખરીદી લેશે.

(10) છોડનું વેચાણ (નર્સરી) :


ઘરના આંગળામાં ફળ, ફૂલ અને વનસ્પતિનાં છોડ ઉછેરીને એનું વેચાણ કરી શકો. જેમ કે પ્લાસ્ટિક બેગમાં માટી ભરીને એમાં તુલસી, ગુલાબ, લીંબડો, નીલગીરી કે અન્ય વનસ્પતિ ઉગાવીને એનું વેચાણ કરી શકો. આનાથી સારી એવી કમાણી થઈ શકે.

મિત્રો, આ આર્ટિકલને વધુમાં વધુ શેર કરજો જેથી બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને મદદ થઇ શકે.

આભાર

લેખન/સંકલન : ઈલ્યાસ બેલીમ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

error: Content is protected !!