‪અનુભવોક્તિ‬, ટોક ટાઈમ
એર-હોસ્ટેસ ક્યારેય નહિ કહે આ મહત્વની વાતો – ખુબ જ જરૂરી છે જાણવી

એર-હોસ્ટેસ ક્યારેય નહિ કહે આ મહત્વની વાતો – ખુબ જ જરૂરી છે જાણવી

જો તમને વિમાનીય સફરનો અનુભવ હશે તો તમને ખ્યાલ હશે કે અંદર પહોંચતાથી બહાર નીકળ્યા સુધી આપની સેવામાં તમામ ક્રૂ મેમ્બર અને ફ્લાઇટ અટેન્ડેન્ટસ્ હાજર જ હોય છે. પણ શું તમે જાણો છો કે, ઘણી એવી વાતો પણ છે જે તમને ફ્લાઇટ અટેન્ડેન્ટસ્ કે ક્રૂ મેમ્બર ક્યારેય પણ નહી બતાવે! અમુક વાતો વિશે એ ક્યારેય તમને ઇન્ફોર્મ નહી કરે. તો ચાલો આજે અમે ફ્લાઇટ મુસાફરી દરમિયાનની એવી ૧૨ વાતો જણાવવા જઇ રહ્યાં છીએ જે તમને કોઇ એર હોસ્ટેસ જણાવવાની નથી!

(1)જો વિમાની મુસાફરી દરમિયાન તમને તરસ લાગે તો પાસે રહેલી સીલબંધ બોટલનું પાણી પી લેવું પણ એર હોસ્ટેસ આપવા આવે એ પાણી ના પીશો. બની શકે કે એ પાણી પીવાલાયક ના પણ હોય છે. અથવા એ ટેન્કમાંથી પણ આવતું હોય જેનો ઉપયોગ અન્ય જગ્યાએ થતો હોય.

(2)જો ફ્લાઇટ મોડી થાય તો સ્વાભાવિક છે કે, આપણે તો ક્યારેય ખુશ થતાં નથી. ટાઇમટેબલ પ્રમાણે અમુક કામ પર પહોંચવાનું હોય તો તો આપણી પરેશાની ઓર વધી જાય. પણ તમને ખબર નહી હોય તો જાણી લો કે, એર હોસ્ટેસ અને ફ્લાઇટ અટેન્ડેન્ટસ્ માટે તો આ સારી ખબર છે. કેમ કે, એમને કલાકોના હિસાબે પૈસા મળતાં હોય છે!

(3)મુસાફરી વખતે તમારે સારા અને ઉદાર યાત્રીની ફરજ નિભાવવી જોઇએ. તમારી મદદ કરે છે એ માટે એર હોસ્ટેસને તમારે કંઇક ટીપ આપવી જોઇએ. જો કે, પ્રથમ વાર તો એ મનાઇ કરશે પણ તમે આગ્રહ કરશો તો એ જરૂરથી લઇ લેશે!

(4)ફ્લાઇટ દરમિયાન તમારો ક્રૂ મેમ્બર સાથેનો સારો વ્યવહાર તમને જ ફાયદાકારક છે. આમ કરવાથી તમારી જરૂરથી વખતે બધો સ્ટાફ તત્પરતાથી તમારી મદદ કરવા માંડશે.

(5)ફ્લાઇટની હરેક સીટ પર એર હોસ્ટેસને બોલવવા માટે એક બટન હોય છે. પણ એનો મતલબ એવો નથી કે તમે નાહક અને વારેવારે બટન દબાવીને તેને હેરાન કરો! આમ કરવાથી સ્વાભાવિક છે કે, કોઇપણ નારાજ થાય જ!

(6)એર હોસ્ટેસ અને ફ્લાઇટ અટેન્ડેન્ટસ્ હંમેશા ફ્લાઇટ દરમિયાન હળવો માહોલ બનાવવાની કોશિશ કરે છે. એ માટે તમે પણ તમારી ખુશી એમની સાથે વહેંચી શકો છો.

(7)જો તમને બીયર, વાઇન કે સિગારેટ પીવાનો શોખ છે તો વિમાની મુસાફરી પુરતો એ મુલતવી રાખો. કેમ કે, આનાથી બીજા મેમ્બરોને અને એર હોસ્ટેસને પરેશાની થઇ શકે છે. અને તે તમને આમ ના કરવા મનાઇ પણ ફરમાવી શકે છે.

(8)હરેક ફ્લાઇટમાં બે પાઇલટ હોય છે. આપસી સહયોગ અને સૂઝબુઝથી એ વિમાન હંકારે છે. પણ ક્યારેય બંને એકબીજાને પોતપોતાનું જમવાનું શેર કરતા નથી. કે ના તો એ બાબતની કોઇ ભલામણ કરે છે! આવું એ એટલા માટે કરે છે કે, જો એકાદ પાઇલટને જમવાથી ફૂડ પોઇઝનીંગ કે કંઇ થયું તો બીજો પાઇલટ હેમખેમ ફ્લાઇટ હંકારી શકે.

(9)યાત્રા લાંબી હોય તો થોડા સમય બાદ પ્લેનને ઓટો મોડ પર રાખીને પાયલોટ આરામ કરવા માટે ચાલ્યાં જાય છે! પણ એમાં ડરવાની જરૂર નથી. કોઇપણ એક પાયલોટ તો હંમેશા જાગતો જ હોય છે.

(10)ફ્લાઇટ ઉડ્ડયન દરમિયાન મોસમમાં અસાધારણ બદલાવ આવે કે થન્ડરસ્ટોર્મ જેવી કોઇ ઘટના ઉપસ્થિત થાય તો ગભરાવવાની જરૂર નથી. એર હોસ્ટેસ પણ આવા સમયે તમને વિમાસણભરી સ્થિતીમાં નજર આવશે. પણ તમારે ભરોસો પરમેશ્વર પર અને પાયલોટ પર રાખવાનો છે! તમારા ઉડનખટોલાનો સારથી અગાઉ પણ આવી સ્થિતીમાંથી પસાર થઇ ચુક્યો હશે અને તેને ખબર હશે કે તમને હેમખેમ કેમ રાખવા. માટે ધૈર્યનો ત્યાગ ના કરશો.

(11)ફ્લાઇટ દરમિયાન મોબાઇલ જેવી ઇલેક્ટ્રોનિક ચીજોનો ઉપયોગ એકદમ ઓછો અથવા તો કરવો જ ના જોઇએ. કારણ કે, જેમાંથી રેડિયેશન પેદા થાય એવા ગેજેટનો ઉપયોગ ઉડ્ડયન પર પણ પરોક્ષ રીતે અસર કરનારો હોય છે.

(12)કોઇ પણ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર, ફ્લાઇટ અડેન્ડેન્ટસ્ અને એર હોસ્ટેસની ટીમ હોય છે. આમાંથી પ્રત્યેકનું કામ ઘણું જવાબદાર હોય છે. તેમની સાવધાની અને સતર્કતા જ આપને સહી સલામત રાખી શકે છે. જો કે, એ માટે તે એને પેમેન્ટ મળે છે પણ તમારે પણ ફ્લાઇટમાંથી ઉતરતી વખતે ચોક્કસ એમને ધન્યવાદના બે શબ્દ કહેવા જોઇએ. એથી એમને ગર્વ અનુભવાશે અને પોતાનું કાર્ય એકદમ સરસ રીતે કરવાને પ્રોત્સાહિત થશે.

દોસ્તો, આપને આ મજાની જાણકારી ઉપયોગી અને શેર કરવા લાયક લાગી હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો. આપણું વિમાન સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર લેન્ડ થઇ ચુક્યું છે. હવે તમે ઉતરી શકો છો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!