લગ્ન પછી નવ-યુગલ કેમ તાત્કાલિક હનીમૂન માટે નીકળી જાય છે? જાણો, આની શરૂઆત કેવી રીતે થઈ

લગ્ન પ્રસંગ શબ્દ સાંભળીને સૌથી પહેલા મગજમાં જે વિચાર આવે છે તે છે મોજ-મસ્તી. પરંતુ લગ્ન પ્રસંગ મોજ-મસ્તીની સાથો સાથ ઘણી જવાબદારીવાળુ કામ પણ છે. લગ્નની તૈયારી કરવા માટે લોકો અગાઉથી જ કામે લાગી જતા હોય છે. લગ્નની દરેક નાની-મોટી વિધિનું અનેરુ મહત્વ હોય છે. માંડવા રોપણ થી લઈને વિદાઈ સુધીની બધી જ વિધિ ખૂબ જ ખાસ હોય છે.

લગ્નના દરેક પળને યાદગાર બનાવવા માટે દૂલ્હા-દુલ્હન પક્ષના લોકો ઘણી મહેનત કરે છે. પરંતુ લગ્ન પછી વર-વધુ જે દિવસની સૌથી વધુ આતુરતાથી રાહ જોતા હોય, એ છે હનીમૂન. કેટલાક કપલ્સ તો લગ્ન પહેલા જ હનીમૂનનું સ્થળ નક્કી કરી લેતા હોય છે અને કેટલાક લોકોને પરિવાર તરફથી સરપ્રાઈઝ ટ્રીપ મળે છે. હવે સવાલ એ છે કે, આખરે ! આ હનીમૂન છે શું ? પહેલાનાં જમાનામાં આવા કોઈ રિવાજનું ચલણ નહોતું. પણ આજના સમયમાં આ રિવાજ ફરજીયાત થતો જાય છે. આ રિવાજ દ્વારા પતિ-પત્ની એકબીજા સાથે પ્રેમભર્યો કિંમતી સમય વ્યતીત કરે છે. આ દરેક પળ ખૂબ જ ખાસ હોય છે જે આખી જીંદગી યાદ રહે છે. લગ્ન પછી પોતાના પ્રિય પાર્ટનર સાથે વિતાવેલ સૌથી સુંદર સમય એટલે હનીમૂન.

પરંતુ કેટલાક લોકો એવું માને છે કે હનીમૂન એટલે બહાર જઈને માત્ર શારીરિક સંબંધ બાંધવો. પણ લોકોની આવી માન્યતા બિલકુલ ખોટી છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક કપલ્સ હનીમૂન દરમિયાન સંબંધ નથી બાંધતા. આ વાતનો ખુલાસો આવા જ કેટલાક નવ-યુગલોએ કર્યો છે. હનીમૂન વિવાહિત જીવન શરૂ કરતા પહેલાં એક વોર્મઅપનું કામ કરે છે, જેની મીઠી-મીઠી યાદો હંમેશા તમારા હૃદયમાં જીવંત રહેવાની છે.

કેટલાક લોકો માટે હનીમૂનનો મતલબ રોમેન્ટિક વેકેશન હોય છે અને કેટલાક લોકો માટે લગ્ન બાદ રિલેક્સ થવાનો ઉપાય. હનીમૂન વિશે ભલે બધાના વિચારો અલગ-અલગ હોય પણ અંતમાં તો આ પરિણીત યુગલ માટે જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રેમભર્યો હિસ્સો હોય છે. કેટલાક કપલ્સનું માનીએ તો લગ્નની વિધિ અને તૈયારીઓમાં લાગેલ થાકને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે હનીમૂન. જોકે આ વિશે બધાના વિચારો અલગ-અલગ હોય શકે. હનીમૂન એટલે જીવનનો ગોલ્ડન ટાઈમ. લગ્નના બંધનમાં જોડાયા બાદ પતિ-પત્ની લાઇફટાઇમ માટે એકબીજાના થઇ જાય છે. એકબીજાને સમજીને તેમના લગ્નજીવનને ખાસ બનાવે છે પરંતુ એના માટે સંબંધની શરૂઆત યોગ્ય થવી જરૂરી છે. કદાચ આજ કારણ છે કે, લગ્ન બાદ નવવિવાહિત કપલ હનીમૂન માટે જાય છે.

જો તમારા લગ્ન પણ હમણાં જ થયા હોય અથવા આજકાલમાં પરણવાના હો તો તમે પણ હનીમૂન માટે સૌથી મસ્ત જગ્યા નક્કી કરી લો. જ્યાં પર્વતો, નદી, ઝરણા, સુંદર બગીચા હોય અને મન-મગજને પ્રફુલ્લિત કરી દે એવા સ્થળે નીકળી પડો. ખરેખર ! પાર્ટનર સાથે વિતાવેલ આવો ખૂબસૂરત સમય તમારા બન્ને વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને આત્મિયતા વધારી દે છે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રોમેન્ટિક પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!