જાણો કેમ આજ સુધી મહાભારત યુદ્ધનાં એક પણ યોદ્ધાનો મૃતદેહ નથી મળ્યો?

દુનિયાનું સૌથી મોટું યુદ્ધ ‘મહાભારત’ કુરુક્ષેત્રની ધરતી પર દ્વાપર યુગ દરમિયાન થયું હતું અને આ યુદ્ધમાં પાંડવ પુત્રોએ ધૃતરાષ્ટ્રનાં સો પુત્રો (કૌરવો) સામે વિજય મેળવ્યો હતો. આ મહાસંગ્રામ સાથે ઘણી બધી કથા અને રહસ્યો જોડાયેલા છે. વૈજ્ઞાનિકો અને અભ્યાસકર્તા પણ આજ સુધી આ રહસ્યોના ભેદ ઉકેલી શક્યા નથી.

કહેવાય છે કે આ યુદ્ધમાં હજારો-કરોડો શૂરવીરોનાં રક્ત વહિયા હતા અને એટલે જ આજે પણ કુરુક્ષેત્રનાં રણ-મેદાનની માટી લાલ છે. પરંતુ આ સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે, જો આ બધું સાચું છે તો તે મૃત શરીરનું શું થયું? જે લોકો કુરુક્ષેત્રના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, તે મૃતકોનાં અંતિમ સંસ્કાર કઈ રીતે થયા? અને જો અંતિમ સંસ્કાર ન થયા હોય તો માનવ હાડપિંજર અથવા કોઈપણ પ્રકારના અવશેષો કેમ નથી મળ્યા? જ્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ યુદ્ધ થયું એ પહેલાનાં સતયુગ કાળમાં શ્રીરામ દ્વારા બનાવવામાં આવેલ રામસેતુનાં પુરાવા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. ખરેખર ! આ વિચારવા જેવો કોયડો છે અને આજે અમે તમને કુરુક્ષેત્રની આ રહસ્યમય રણ-ભૂમિ વિશે જણાવવાનાં છીએ.

મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યુ હતું અને એવું માનવામાં આવે છે કે મહાભારતનાં યુદ્ધમાં એક માત્ર કૌરવ યુયુત્સુ જીવિત બચી ગયો હતો, જ્યારે 24,165 કૌરવ સૈનિકો ગુમ થઈ ગયા હતા. વાસ્તવમાં, કુરુક્ષેત્રમાં માર્યા ગયેલા યોદ્ધાઓના મૃતદેહ એટલા માટે નથી મળી શક્યા કે તે યુગમાં મૃત શરીર સાથે પણ કોઈ દુર્વ્યવહાર નહોતો થતો. મહાભારતની લડાઇમાં એક નિયમ હતો કે દિવસ ઢળતા જ યુદ્ધ બંધ થઈ જતું અને જમીન પર પડેલા મૃતદેહોને તેમના પરિવારને સોંપી દેવામાં આવતા. આ મૃત શરીરની અંતિમવિધિ પછી માત્ર રાખ જ વધતી.

એક દંતકથા એવી પણ છે કે જે દિવસે ભીષ્મ પિતામહે અંતિમ શ્વાસ લીધા એ જ દિવસે કુરુક્ષેત્રની જમીનને બાળી દેવામાં આવી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે જેથી યુદ્ધમાં માર્યા ગયેલા દરેક યોદ્ધાને સ્વર્ગમાં જગ્યા મળી શકે અને તેમના મૃતદેહનું શુદ્ધિકરણ થઈ જાય અને આ રીતે મહાભારત યુદ્ધના તમામ પુરાવાનો નાશ થઈ ગયો. જોકે મહાભારતનાં યુદ્ધમાં એવી ઘણી બધી ઘટનાઓ બની હતી કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કદાચ આ જ કારણ છે કે, ઘણા લોકો હજુ પણ તેને કલ્પનાઓનું પરિણામ કહે છે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!