હું તું અને આપણે
ફક્ત 2 મિનિટમાં હોંઠને બનાવો ગુલાબી અને મુલાયમ, અજમાવી જુઓ ઘરેલુ નુસ્ખા

ફક્ત 2 મિનિટમાં હોંઠને બનાવો ગુલાબી અને મુલાયમ, અજમાવી જુઓ ઘરેલુ નુસ્ખા

મોટાભાગે એવું જોવામાં આવે છે કે છોકરાઓ અને છોકરીઓ બન્ને પોતાના હોઠને ગુલાબ જેવા લાલ બનાવવા માટે જુદા-જુદા ઉપાયો કરતા હોય છે. ખાસ કરીને, છોકરીઓ તેના હોઠને ગુલાબની જેમ લાલ બનાવવા માટે બ્યુટી પાર્લરનાં ચક્કર લગાવતી હોય છે અને વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ઘણા બધા પૈસા ખર્ચ્યા પછી પણ હોઠ હતા એવાને એવા કાળા રહે છે. પરંતુ આજે અમે તમને એક એવું બ્યુટી પ્રોડક્ટ જણાવીશું કે જેનાથી તમારા હોઠ હંમેશા ગુલાબી અને મુલાયમ દેખાશે.

આજકાલની ભાગમભાગ ભરેલી જીંદગી અને ધુમ્રપાન જેવી આદતને કારણે હોંઠ કાળા થઈ જવાની સમસ્યાથી લગભગ બધા જ પરેશાન છે. છોકરીઓમાં ઉંમર પહેલા જ ગઢપણનાં લક્ષણો દેખાવા લાગ્યા છે. પણ, આજે અમે આપ સૌની આ મોટી સમસ્યાનો સચોટ ઈલાજ લઈને આવ્યા છીએ. સુંદર દેખાવા કોણ ન ઈચ્છે? ભલે તે છોકરો હોય કે છોકરી દરેક પોતાની જાતને સુંદર બનાવવા ઈચ્છે છે. પરંતુ, કોઈ ગમે એટલુ સુંદર કેમ ન હોય, જો એના હોંઠ કાળા હોય તો બધી જ સુંદરતા વ્યર્થ લાગે. હકીકતમાં, ચહેરાની સુંદરતા વધારવામાં હોંઠ સૌથી મહત્વના છે. ગુલાબી હોંઠ સૌથી સારા અને સુંદર ગણાય છે.

કોઈપણ મહિલા કે છોકરીની ખૂબસુરતી ત્યાં સુધી અધૂરી છે કે જ્યાં સુધી એનાં હોંઠ ખૂબસૂરત ન દેખાય. એ તો તમને પણ ખ્યાલ જ હશે કે હોંઠની કાળાશ દૂર કરવાનો દાવો કરનાર કેટલીયે બ્યુટી પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે, પણ તે બિલકુલ કારગર નથી. પણ, આજે અમે તમને કાળા હોંઠને ગુલાબી બનાવવા માટે એક ઘરેલુ અને ખૂબ જ સસ્તો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાં ઉપયોગથી તમે કાળા હોંઠને ગુલાબી અને મુલાયમ બનાવી શકો છો.

પોતાનાં હોંઠને લાલ અને મુલાયમ બનાવવા માટે સૌપ્રથમ તમારે એલોવેરા જેલ અને કોલગેટની જરૂર પડશે. આ બન્ને વસ્તું લીધા પછી કઈ રીતે હોંઠ ગુલાબી અને સુંદર બનશે, ચાલો તમને જણાવી દઈએ. આ એક ચમત્કારી ઉપાય છે. જેના માટે તમારે કોલગેટ અને એલોવેરા જેલનું પેક તૈયાર કરવું પડશે. જે માટે કોલગેટનાં રેગ્યુલર સફેદ પેકનો ઉપયોગ વધુ અસરકારક રહેશે.

જે માટે સૌથી પહેલા એક કટોરીમાં 1 ચમચી કોલગેટ, 1 ચમચી એલોવેરા જેલ અને 1 વિટામિન-ઈ ની કેપ્સૂલ નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ હળવા હાથે પોતાના હોંઠ પર લગાવો. જેનાથી ફક્ત 2 મિનિટમાં તમારા હોંઠ સુંદર, આકર્ષક અને ગુલાબી થઈ જશે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!