અદભુત, જાત ભાતની વાત
બાંધની દીવાલ પર દેખાતા આ જીવ ત્યાં હશે એવી કલ્પના કરવી પણ અઘરી છે

બાંધની દીવાલ પર દેખાતા આ જીવ ત્યાં હશે એવી કલ્પના કરવી પણ અઘરી છે

કોઇ ક્ષેત્રની જીવાદોરી સમાન નદીઓ પર વિશાળ બંધ બાંધવામાં આવે છે. જેથી કરીને પાણીનો સંગ્રહ કરીને ઉનાળાની મોસમમાં સિંચાઇ ઇત્યાદિ કાર્યો મોટે લોકોને પાણી આપી શકાય. કોઇ મોટી નદી હોય તો એના વેગવંતા પ્રવાહને રોકવા માટે જેવો-તેવો બંધ ના ચાલે. એના માટે વિરાટ, વિશાળ અને પ્રવાહના જબરદસ્ત ધક્કાને ખમી શકતો મજબૂત બંધ બનાવવો જરૂરી હોય છે. આવા બંધો જ વિશાળ સરોવર જેટલું પાણી રોકી શકે છે. બંધની એક તરફ ઉંચી દિવાલ હોય છે તો બીજી તરફ પાણી.

પણ અહીં વાત કરવી છે એવા એક બંધની જેની ઉપર દેખાતો નજારો જોઇને કોઇ કલ્પના પણ ના કરી શકે કે વિરાટ બંધની વિશાળકાય લગભગ અંશે સીધીછપાટ દિવાલો પર આવું પણ થાય છે! હાંં, એવું પણ થાય છે જેની વિશે તમે કદાચ વિચારી પણ ના શકો. અહીં મુદ્દો જ આખો અલગ છે!

બંધ ઉપર દેખાય છે અકલ્પનીય નજારો –

વાત છે ઇટાલીના ગ્રેડ પેરાડાઇઝો નજીક આવેલા એક બાંધની. બંધની દિવાલને જોઆને દૂરથી તો એમ જ લાગે કે, આ દિવાલ પર વચ્ચે વચ્ચે નાની-નાની અલગ પ્રકારની ડિઝાઇન શા માટે તૈયાર કરવામાં આવી હશે? પણ ખરેખર લોકો થાપ ખાય જાય છે. કેમ કે, એ ડિઝાઇન નથી-એ તો કુદરતની કળા છે!

થાય છે કાંઇક આવું –

દૂરથી બંધની દિવાલોમાં જોતાં કંઇક આકૃતિ જેવું અસ્પષ્ટ દેખાય છે. પણ આ વિશાળકાય બંધની એકદમ નજીક પહોંચો એટલે તમારી આંખો તમને દગો આપતી હોય એવું લાગે! કારણ કે, કુદરતનું આ કારનામુ તો ખરેખર અદ્ભુત છે.

એટલે કે, બંધની દિવાલ પર કોઇ ડિઝાઇન કે આકૃતિ નથી હોતી પણ ત્યાં હોય છે જીવતી-જાગતી ચારપગી બકરીઓ…!

હાં, અહીઁની જંંગલી બકરીઓ નીચેથી લઇને એકદમ સીધી બંધની ઉઁચી દિવાલ પર ચઢી જાય છે! તે કોશિશ કરે છે, એમાંથી અમુક કામિયાબ થઇ જાય છે. બંધની ઉંચાઇ અને દિવાલની સપાટ અને શીઘ્ર ઉર્ધ્વગામી રચના જોઇને એવરેસ્ટ ચડનારા પણ ખસી જાય ત્યાં આ બકરીઓ પહોંચી જાય છે. કોઇ આધાર વગર સ્તો!

‘એલ્પિન આઇબેક્સ’ તરીકે ઓળખાતી જંગલી પ્રજાતિની આ બકરીઓ પત્થર અને મિનરલ સોલ્ટની ખોજમાં છેક બંધની દિવાલોના ખતરનાક ચઢાણો ચડવામાં પણ પાછી નથી પડતી. આને માટે તે છેક ઉપર સુધી પણ પહોંચી જાય છે. આ વિપરીત પરિસ્થિતીઓ છતાં બકરીઓ ચઢાણ કરે એ જોઇને એક સવાલ જાગે કે આ બકરીઓમાં એવી તે શી શારીરિક ખૂબી હોય છે?

ડાર્વિનના ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ સિધ્ધાંત પ્રમાણે કાળક્રમે ઇટાલીની આ જંગલી બકરીઓની શારીરિક રચના પણ બદલાઇ હશે. આ બકરીઓ અન્ય બકરીઓ કરતા અલગ શરીર રચના ધરાવે છે. તેમના પગના પંજા પહોળા હોય અને નીચે રબ્બર જેવું અસ્તર હોય છે. એક પ્રકારની ડગળી જ કહો. એના પ્રતાપે પંજા દિવાલો પર ચોંટી જાય છે અને બકરીનું સંતુલન જળવાઇ રહે છે.

જો કે, એ વાત અલગ છે કે અમુક વખત કોઇ ભૂલને પરીણામે અમુક બકરીઓ પડે પણ છે અને મૃત્યુશૈયામાં પણ પહોંચે છે. છતાં એમના સાથીઓ તો ચઢાઇ ચાલુ જ રાખે છે. હરિવંશરાય બચ્ચનની નન્હી ચીટ્ટીઓની જેમ!

આર્ટીકલ જાણકારીયુક્ત અને અજાણ-રોચક લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!