ગુજરાતના આ ગામમાં વહે છે ઘી ની નદીઓ – વાંચવા જેવી છે હકીકત

ગુજરાત એટલે એવી ભાતીગળ લોકસંસ્કૃતિનો પ્રદેશ જેની અમુક વાતો આધુનિકતાવાદી માનસ ધરાવીને સરખી રીતે સમજી શકાય એમ નથી.કહોને કે ગુજરાતની અમુક વાતો એવી તો રસપ્રદ છે,અજનબી છે કે જેને ચોક્કસ પ્રકારની માનસિકતાથી ગળે ઉતારવી મુશ્કેલ છે!આ પ્રદેશ છે આસ્થાનો,વિશ્વાસનો,ધર્મનો,સંસકૃતિનો,ભરપેટ ભોજનનો અને સાથે જ ઉત્સવનો!ગુજરાતની પ્રજાની ઉત્સવઘેલી છાપ તો આજે બધે ગૂંજે છે!

નવરાત્રીના દિવસોમાં આખો દેશ હિલોળે ચડે ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરના રૂપાલ ગામે એક અનોખો ઉત્સવ ઉજવાય છે.એ છે ગામની ગલીઓમાંથી ઘીની નદીઓ વહેડાવવાનો ઉત્સવ!માતાની વરદાયિનીની પલ્લીમાં આ દિવસો લાખો-કરોડોની કિંમતનું ઘી રેડાય છે અને પરીણામે રૂપાલમાં જાણે ઘીનું પૂર આવી જાય છે!માતા વરદાયિની પરની અતૂટ શ્રધ્ધાએ માતાજીની પલ્લી પર ઘી ચડાવવાની પરંપરા ધોમ પ્રસિધ્ધી મેળવી ચુકી છે.

માતા કરશે માનતા પુરી! –

ગુજરાત એટલે દુઝાણો પ્રદેશ!અહીંના માલધારીઓના,રબારીઓના,ચારણોના નેસોમાં,દરબારોના ડાયરામાં,માં ગાત્રાળના મંદિરોમાં,ખેડુતોના બપોરામાં દહીં-દૂધ-છાશ-માખણી-ઘીની રેલમછેલ ઉડતી હોય!

રૂપાલમાં વરદાયિની માતાજીનો પલ્લી ઉત્સવ ઉજવાય ત્યારે લોકો માતાની પલ્લીમાં ઘી ચડાવવા આવે છે.નવરાત્રીના આ દિવસોમાં જાણે માનવ મહેરામણ ઉમટી પડે છે.માતા વરદાયિનીના દર્શન માટે અને માતાની પલ્લી પર ઘી ચડાવવા માટે.લોકો માને છે કે,ઘી ચડાવવાથી માનતા પૂરી થાય છે.ઘી એટલી વિશાળ માત્રામાં ચડાવવામાં આવે છે કે નાનકડા રૂપાલની બજારોમાં ઘીના રીતસર ધોરીયાં વહી જાય છે.પહેલાં વરસાદને લીધે જેમ ગામની બજારોમાં પાણી દોડી વળે તેમ!

માતાજીની યાત્રા અને ઘીનો વરસાદ! –

નવરાત્રીમાં બ્રહ્મ મુહૂર્ત પહેલાં માતા વરદાયિનીની રૂપાલ ગામમાં યાત્રા નીકળે છે.આઠમે નોરતે આ યાત્રા નીકળે છે.લાખોની સંખ્યામાં આ દિવસની વાટ જોતા લોકો ઉમટી પડે છે.માતા વરદાયિનીની જ્યોત અખંડ જલતી હોય છે.એક વર્ષની અંદરના બાળકને માતાજીના દિપકના દર્શન અવશ્ય કરાવવામાં આવે છે.

રૂપાલના ચોરે પહોંચેલી યાત્રામાં માતાજીની પલ્લી પર ઘીથી અભિષેક કરવામાં આવે છે.જેવી જેની શક્તિ,એવી એની ભક્તિ!કોઇ ગ્લાસ ભરીને તો કોઇ ગાગર ભરીને,કોઇ ડ્રમ ભરીને તો કોઇ ટાંકી ભરીને ઘીનો અભિષેક કરે છે!બજારમાં બસ ઘી જ ઘી દોડવા માંડે છે.લોકો અહીં ઘીથી સ્નાન કરે છે.

કરોડોની કિંમતનું ઘી –

એક ગણતરી મુજબ રૂપાલમાં દરવર્ષે લગભગ ૧૫ લાખ માઈ ભક્તો દર્શને આવે છે.જે અંદાજે ૬ લાખ લીટર ઘી ચડાવે છે.આમ ગણતા આ ઘીની કિંમત ૨૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.આઠમના દિવસે જ પાંચ લાખ લીટર ઘી રૂપાલના ચોરે ચડાવવામાં આવે છે ત્યારે ગામની શેરીઓ-ગલીઓ-બજારો પીળાશ પડતાં ધવલ રંગી દેશી ઘીથી જાણે નાહી ઉઠે છે!અમુક ભક્તો ઘીને એકઠું કરી અહીં આવતા ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપી દે છે.

જય રૂપાલની માતા વરદાયિની!

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર અવશ્ય કરજો,ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!