લગભગ બધા જ એરોપ્લેનનો રંગ સફેદ કેમ હોય છે? કારણ જાણીને નવાઈ તો લાગશે જ

આકાશમાં ઉડતા એરોપ્લેન નાના-મોટા બધાના મન લલચાવે છે. તમે પ્લેનમાં બેઠા હો કે ન બેઠા હો પણ જ્યારે આકાશમાં પ્લેનનો સંભળાય ત્યારે આપણે બધા એને શોધતા હોઈએ અને જ્યારે પ્લેન દેખાય જાય ત્યારે એક અલગ પ્રકારનો આનંદ થાય છે. પરંતુ તમને કોઈ દિવસ એવો સવાલ થયો કે, મોટાભાગના એરોપ્લેનનો રંગ સફેદ જ શું કામ હોય છે? એના પર બીજો કોઈ રંગ કેમ નથી હોતો ? દોસ્તો, આજે અમે તમને આના વિશે માહિતી આપવાના છીએ. તો ચાલો જાણીએ કંઈક નવું.

દુનિયાભરમાં ઉડતા મોટાભાગના પેસેન્જર અને માલવાહક વિમાન સફેદ રંગનાં જ હોય છે. બની શકે કે એની પાંખો કે પછી અમુક પાર્ટ અન્ય કલરનાં હોય શકે. અમુક જ એવા વિમાન હોય છે કે જે મલ્ટી કલર અને અલગ ડિઝાઇનવાળા હોય પરંતુ તેનો બેઝ કલર તો સફેદ જ હોય છે. પણ એ સવાલ વારંવાર થાય કે, પ્લેનનો રંગ સફેદ શા માટે હોય છે? હકીકતમાં પ્લેનનો રંગ સફેદ હોવાના ઘણા બધા ખાસ કારણો છે. એની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે.

(1) સફેદ રંગ ગરમીથી બચાવે છે:


એરોપ્લેનનો રંગ સફેદ હોવા પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે, હકીકતમાં પ્લેનને ઠંડુ રાખવા માટે તેને સફેદ રંગ લગાવવામાં આવે છે. સફેદ રંગ સૂરજના તડકાનો ખૂબ જ સારો રિફ્લેક્ટર હોય છે. પ્લેન જ્યારે આકાશમાં ઉડતું હોય ત્યારે એના પર સૂર્યનો સીધો પ્રકાશ પડતો હોય છે પણ પ્લેનનો સફેદ રંગ ગરમીને રિફ્લેક્ટ કરી દે છે જેના કારણે પ્લેન વધુ ગરમ થતું નથી.

(2) દુર્ઘટનાની સ્થિતિમાં પ્લેનને સરળતાથી શોધી શકાય:


પ્લેનને સુરક્ષાની દ્રષ્ટીથી પણ સફેદ રંગથી રંગવામાં આવે છે. કોઇપણ દુર્ઘટનાની સ્થિતિમાં સફેદ રંગનું વિમાન જમીન, જંગલ અને પાણીમાં પણ સરળતાથી શોધી શકાય છે. રાતના અંધારામાં પણ સફેદ રંગનું પ્લેન સરળતાથી દેખાય જાય છે.
(3) સફેદ રંગ અન્ય રંગોની સરખામણીમાં સસ્તો પડે:


સામાન્ય રીતે એક વિમાનને પેઈન્ટિંગ કરતા એક મહિના જેટલો સમય લાગે અને સાથે જ રૂપિયા 3 લાખથી 1 કરોડ સુધીનો ખર્ચો આવે છે. જો પ્લેનને અલગ-અલગ રંગથી રંગવામાં આવે તો વધુ સમય લાગે અને જો પ્લેન વધુ સમય પડ્યું રહે તો કંપનીને નુકશાન ભોગવવું પડે. તેથી સસ્તું, સરળતાથી અને ઝડપી રંગકામ થઈ શકે એ માટે વિમાનને સફેદ રંગ લાગે છે.

(4) સફેદ રંગ ઉડતો નથી :


જો વિમાનને કદાચ બીજો કલર હોય તો સમયાંતરે તે કલર ઝાંખો પડી શકે છે અથવા સીધી ભાષામાં કહું તો તે કલર ઊડી પણ શકે છે. પરંતુ સફેદ કલર સાથે આવું કંઈ થતું નથી અને વરસાદ, ગરમી કે ગમે તે વાતાવરણમાં સફેદ રંગ જળવાઈ રહે છે. તેથી વિમાનનો કલર હંમેશા સફેદ જ રાખવામાં આવે છે.

(5) સફેદ રંગમાં થયેલ કોઈપણ સ્ક્રેચ કે ડેન્ટ સરળતાથી દેખાય છે:


સફેદ રંગને કારણે વિમાનની બોડીમાં આવેલાં કોઇપણ પ્રકારના ક્રેક, ડેન્ટ કે તેના બહારના સરફેસમાં કોઇપણ પ્રકારનું ડેમેજ સરળતાથી જોઇ શકાય છે. જેથી મોટી દુર્ઘટનાને પણ રોકી શકાય છે. માટે આ પણ એક કારણ છે કે વિમાનને સફેદ કલર જ કરવામાં આવે છે.

(6) પ્લેનનો વજન ઓછો રહે છે:


રંગની અસર પ્લેનના વજન ઉપર પણ પડે છે. અન્ય રંગનો ઉપયોગ કરવાથી વિમાનનું વજન વધી જાય છે. જો વિમાનનું વજન વધુ હોય તો ઈંધણ પણ વધુ વપરાય છે જયારે સફેદ રંગ હોવાથી વિમાનનું વજન ઓછું રહે છે અને પેટ્રોલ પણ ઓછું વપરાય છે. જેથી કંપનીને ખર્ચો પણ ઓછો આવે.

બસ, આ જ બધા મહત્વનાં કારણોને લીધે પ્લેનનો રંગ સફેદ રાખવામાં આવે છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ જ્ઞાન-સભર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!