હિંદુ શાસ્ત્રોમાં પુરુષોને ચાર વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જાણો છો તમે ક્યાં વર્ગ માં છો?

હિંદુ ગ્રંથો મુજબ દુનિયા માં ચાર પ્રકારના પુરુષો છે.કદાચ તમે પહેલાં આ વિશે સાંભળ્યું ન હોય પરંતુ ચાલો આપણે જાણીએ કે હિંદુ ગ્રંથો સિવાય, મહાત્મા બુદ્ધે પોતે પુરુષોને 4 શ્રેણીઓમાં વિભાજીત કર્યા છે. આ વિશે જાણવા માટે બહુ ઓછા લોકો છે.

પરંતુ,વિશ્વના તમામ પુરુષો તેમના ચિહ્નો,ઓળખ અને લાક્ષણિકતાઓ અનુસાર 4 વર્ગોમાં વહેંચાયેલા છે. તો ચાલો આપણે જાણીએ કે હિન્દુ ગ્રંથો અનુસાર પુરુષો કયા પ્રકારનાં છે. આ રીતે તમે પણ જાણી શકો છો કે તમે કયા વર્ગમાં છો.

હિંદુ ગ્રંથો મુજબ પુરુષોના પ્રકારો જણાવતા પહેલા તમને કહેવું છે કે મહાત્મા બુદ્ધ ની નજરે પુરુષો કયા પ્રકારનાં છે?એકવાર,તેમના પ્રવચન દરમિયાન મહાત્મા બુદ્ધે ચાર પ્રકારના લોકો વિશે વાત કરી.તેમણે કહ્યું હતું કે ” એક વ્યક્તિ ને અંધકાર કાળાશ તરફ દોરી જાય છે,બીજો વ્યક્તિ એવો હોય છે કે તે અંધકાર તરફથી પ્રકાશ તરફ જાય છે.”

આ ચાર પ્રકાર છે પુરુષોના –

1).હિંદુશાસ્ત્ર અનુસાર પુરુષોના પણ ચાર પ્રકાર હોય છે જે મહાત્મા બુદ્ધને મળી આવે છે.શાસ્ત્ર અનુસાર એક એવો પુરુષ હોય છે જે તેનું આખું જીવન ખરાબ કાર્યો કરવામાં વિતાવે છે.આવો પુરુષ અંધારા થી અંધારા તરફ જાય છે.એટલે કે આ પુરુષ તેના જીવનમાં ફક્ત ખરાબ કામ જ કરે છે અને અંતમાં મૃત્યુ ની પ્રાપ્તિ થાય છે.સામાન્ય રીતે આવા પુરુષોને સ્વર્ગની પ્રાપ્તિ થઇ શકતી નથી એવું કહેવામાં આવે છે.

2).હિંદુ શાસ્ત્રો અનુસાર બીજો પુરુષ એવો હોય છે જે અંધકારથી પ્રકાશ બાજુ ગતિ કરે છે. એટલે કે તે ખરાબ કાર્યો છોડીને સારા કાર્યો તરફ વળે છે.તે તેની જાતને બદલે છે.

3).ત્રીજા પ્રકારની વ્યક્તિ એવી વ્યક્તિ હોય છે જે પ્રકાશથી અંધકાર તરફ ગતિ કરે છે.એટલે કે એવી વ્યક્તિ જે પ્રથમ તો સારા કર્મો કરે અને પછી ખરાબ કર્મો કરવા લાગે છે!!

4).અને ચોથો પુરુષ એ હોય છે જે જ્યોતિથી જ્યોતિ એટલે કે પ્રકાશથી પ્રકાશ તરફ ગતિ કરે છે.જીવનમાં તે ફક્ત સારા કર્મો જ કરે છે.એટલે કે આવી વ્યક્તિ સારા કર્મોથી તેના જીવનની શરૂઆત કરે છે અને સારા જ કર્મો કરીને મૃત્યુ પામે છે.

ધર્મશાસ્ત્રો અનુસાર ઉપરનું વિભાજન પાડવામાં આવેલ છે.સારા કર્મો અને ખરાબ કર્મોની નજરે પણ આ વિભાજન પાડવામાં આવેલ છે.કર્મ ઉપરથી પુરુષના વર્ગનો ખ્યાલ આવે છે.

હવે એ વાત આપણે જ વિચારવાની રહી કે આપણે શું બનવા માંગીએ છીએ?કર્મો સારાં હોય ત અન્ય કોઇ ચિંતાની જરૂરીયાત રહેતી નથી.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!