તમારુ કોઈ તમારા કોઈ નજીકના નું નામ “R” થી શરુ થતુ હોય તો વાંચવા જેવી રસપ્રદ વાતો

નામના પ્રથમ અક્ષર ઉપરથી વ્યક્તિ વિશે ઘણી માહિતી મેળવી શકાય છે.કારણ કે,પ્રથમ અક્ષરથી માણસથી રાશિ જાણી શકાય છે.રાશિ ઉપરથી વ્યક્તિનો સ્વભાવ,કિસ્મત વગેરેની ધારણા કાઢી શકાય છે.

આજે અહીં જણાવીશું અંગ્રેજી મૂળાક્ષરના અઢારમાં અક્ષર ‘R’થી શરૂ થતાં નામ ધારીત વ્યક્તિઓ વિશેની રસપ્રદ એવી વાતો.ચાલો જાણી લઇએ કેવી હોય છે ‘R’ અક્ષરથી શરૂ થતાં નામવાળી વ્યક્તિઓ :

આવો હોય છે તેમનો સ્વભાવ –

જે વ્યક્તિનું નામ ‘R’ અક્ષરથી શરૂ થતું હોય છે એ કાં તો એકદમ વાતોડિયાં હોય છે અથવા તો એકદમ શાંત.શાંત સ્વભાવની વ્યક્તિ ફાલતુ વાતોમાં રસ નથી દાખવતી.એને કામની વાતોમાં જ દિલ દઆને સાંભળવાની આદત હોય છે.એનાથી તદ્દન વિપરીત વાતોના વડાં ઝીંકતા લોકોને ચૂપ બેસવું જરાય પસંદ નથી.એ હંમેશા લોકોને નાકે દમ લાવી છે,વિશેષ વાતોથી!જ્ઞાન મળે એવી વાતો એમને અત્યંત પસંદ હોય છે.અત્યંત ઝડપથી તેઓ આગળ વધી જાય છે.આવા લોકો લગભગ લેખન ક્ષેત્રે સંકળાયેલા હોય છે.

કરિયર કેવું હોય છે આવા લોકોનું ? –

આ વ્યક્તિઓ જે પણ ક્ષેત્રમાં હોય,પ્રથમ જ હોય!અવ્વલતા ‘R’ અક્ષરવાળા લોકો માટે સામાન્ય છે.જે પણ કામ કરે,દિલ લગાવીને કરે.આમ તે બધાંથી શ્રેષ્ઠત્તમ સિધ્ધી હાંસલ કરે છે.અન્ય લોકોને પારખવાની તેનામાં અદ્ભુત શક્તિ હોય છે.તેઓ પાસે દોલત ભરપૂર હોય છે.જરૂર પડે બીજાની મદદ પણ કરે છે.

આમ ચાલે છે પ્રેમજીવનની નાવ –

‘R’ અક્ષરયુક્ત નામધારી લોકો ખુદ જ એટલા દેખાવડા અને સુંદર હોય છે કે લોકો તેની તરફ આકર્ષિત થાય છે.એને ચાહનારા ઘણા હોય છે.છતાં તેઓ માત્ર એક જ વ્યક્તિ પાછળ જીંદગી કાઢે,જેને પોતે પ્રેમ કરે છે.એમને કદાચ એમના પ્રેમમાં ધોખો પણ મળી શકે છે.કોઇ વ્યક્તિનો સબંધ આ નામધારી વ્યક્તિ સાથે રચાય તો એ ખરેખર ભાગ્યશાળી હોય છે.

કેવા હોય છે આવા વ્યક્તિના ગુણ? –

આમ તો ‘R’થી શરૂ થતાં નામવાળા માણસો જ્ઞાનનો સાગર હોય છે.તેઓ બહારથી ગંભીર છતાં અંદરથી પ્રેમભર્યાં હોય છે.થોડા સ્વાર્થી હોય છે.લોકો શું કરે છે એનાથી કોઇ ફર્ક એને પડતો નથી.માટે કદાચ વૈવાહીક જીવનમાં એમને થોડી ખટાશ આવી શકે.કોઇ અધિકારી પાસેથી કામ કરાવવું એ એનો ડાબાહાથી ખેલ છે.

ભલે અભણ હોય છતાં તેઓ બીજાના ગુણ ત્વરાથી ગ્રહણ કરી શકે છે.શીખવાની અદ્ભુત આવડત હોય છે તેમનામાં.ધન-દોલતના ધારણહાર હોય છે.જેમ ઉંમર વધે તેમ પ્રતિષ્ઠા-ધન-સુખ-બુધ્ધિ-વિવેક વધે છે.આ લોકો પ્રખર વિવેકી,મધુરભાષી અને નિપૂણતા ધારણ કરનાર સર્વપ્રેમી હોય છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!