અદભુત, વ્યક્તિ વિશેષ
જ્યારે એક ફેમિલીને વરસાદમાં પલળતું જોઇ રતન ટાટાએ સંકલ્પ કર્યો ટાટા નેનો કાર બનાવવાનો

જ્યારે એક ફેમિલીને વરસાદમાં પલળતું જોઇ રતન ટાટાએ સંકલ્પ કર્યો ટાટા નેનો કાર બનાવવાનો

ઇ.સ.૨૦૦૮ના એક દિવસની વાત છે.લોકેશન છે મુંબઇના રસ્તા પર.એ દિવસે મુંબઇમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.વરસાદને લીધે થોડી-ઘણી અડચણ ઝીલતા વાહનો રસ્તા પર દોડી રહ્યા હતાં.રોજની જેમ રસ્તાઓ વાહનોથી ભરચક હતાં.

<img class=”aligncenter size-full wp-image-5181″ src=”http://www.mojemoj.com/wp-content/uploads/2018/03/tata1.jpg” alt=”” width=”620″ height=”376″ />

એક સર્કલ પાસે રેડ સિગ્નલને લીધે વાહનોનો જમાવડો થયો હતો.આ વાહનોમાં આલિશાન એવી રોલ્સ રોયસ કારનો પણ સમાવેશ થતો હતો,કે જેની અંદર ટાટા કંપનીના ચેરમેન રતન ટાટા બેઠા હતાં.રોલ્સ રોયસ ગ્રીન સિગ્નલના ઇન્તેજારમાં ઊભી હતી અને રતન ટાટાની નજર કાચમાંથી બહાર સડક પર ફરી રહી હતી.

<img class=”aligncenter size-full wp-image-5182″ src=”http://www.mojemoj.com/wp-content/uploads/2018/03/tata2.jpg” alt=”” width=”650″ height=”502″ />

એવામાં એણે જોયું તો એમની કારથી થોડે દુર એક સ્કુટર પર એક ફેમિલી વરસાદથી પરેશાન થઇ રહ્યું હતું.સ્કુટર પર ત્રણ જણ હતાં – એક ચલાવનાર માણસ,પાછળ એમની પત્ની અને વચ્ચે નાનકડું બાળક.સંજોગોવશાત્ એમની પાસે છત્રી કે રેઇનકોટ જેવી કોઇ સુવિધા નહોતી અને ભેગાભેગ સ્કુટર પણ બંધ પડી ગયેલું…!ચલાવનાર માણસ કીકો મારવાના વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો પણ જડ જેવા બની ગયેલા સ્કુટર પર તેની કોઇ અસર થતી નહોતી.

<img class=”aligncenter size-full wp-image-5183″ src=”http://www.mojemoj.com/wp-content/uploads/2018/03/tata3.jpg” alt=”” width=”647″ height=”404″ />

વરસાદમાં ત્રણે પલળી રહ્યા હતાં.પેલી સ્ત્રીને પોતાના કરતાં સ્વાભાવિક રીતે એના બાળકની ચિંતા વધારે હોય એમ જણાતું હતું.બાળક ભીંજાતું હતું અને સ્ત્રી એને ઢાંકી રાખવાના અસફળ પ્રયત્નો કરી રહી હતી.રતન ટાટા રોલ્સ રોયસમાંથી આ નજારો જોઇ રહ્યાં.

<img class=”aligncenter size-full wp-image-5184″ src=”http://www.mojemoj.com/wp-content/uploads/2018/03/tata4.jpg” alt=”” width=”660″ height=”421″ />

એ વખતે એમના મનમાં વિચાર આવ્યો કે,દરેક ભારતીય પાસે એક કાર તો હોવી જ જોઇએ…!જેથી કરીને આવા પ્રતિકુળ સંજોગોમાં તેમને હેરાન થવાની નોબત ન આવે.અને એ કાર પણ પાછી દરેકને પોસાય તેટલી કિંમતની હોવી જોઇએ.બાકી એ વખતે ઘણા ખરા મધ્યમ વર્ગીય કુટુંબો માટે કાર એ તો માત્ર એક સ્વપ્ન સમાન જ હતી…!રતન ટાટાએ દરેક માણસ લઇ શકે એવી કાર બનાવવાનો અને દેશવાસીઓને આપવાનો એ વખતે સંકલ્પ લીધો,મહજ એક લાખ રૂપિયામાં…!અને એ પણ એક વર્ષની અંદર !

<img class=”size-full wp-image-5185″ src=”http://www.mojemoj.com/wp-content/uploads/2018/03/tata5.jpg” alt=”” width=”870″ height=”470″ />

રતન ટાટાએ કંપની સામે વાત મુકી.ગિરિશ વાઘ,નોરેક અને કાસ્ટિનએ કારની અભિકલ્પના તૈયાર કરી.મારૂતિ 800 સાથે ટાટા મોટર્સએ અનુસંધાન કર્યું.અને એક વર્ષની અંદર ટાટા નેનો તૈયાર થઇ.૨૦૦૯માં માર્કેટમાં ઉપલબ્ધ બની.અને જનતાની કાર એવી ટાટા નેનો રતન ટાટાના સપના પ્રમાણે દરેક ભારતીયને પોસાય તેવી બની.જેની કિંમત વાયદા પ્રમાણે એક લાખ રૂપિયા જ હતી…!

૨૦૦૮ન મુંબઇના એ વરસાદે ટાટા નેનો માટે વિચાર વહેતો કર્યો.રતન ટાટા થકી જ તો…!રતન ટાટા તેમના આવા નિર્ણયો અને મહદ અંશે જનતાને મદદનીશ વૃત્તિ માટે થઇને ભારતના પાવરફુલ પર્સનોમાં ટોપ પર છે.દર વર્ષે લાખો રૂપિયાનું દાન કરીને ખરા અર્થમાં જરૂરિયાત મંદોની સેવા કરે છે.આવા ઉદ્યોગપતિઓની ભારતને જરૂર છે…!
<h3>’જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.</h3>

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!