જો તમે બુદ્ધિશાળી હો તો ફોટો ઝૂમ કરીને જુવો અને જવાબ આપો, આ ફોટોમાં કેટલી છોકરીઓ છે ?

આજના સમયમાં બધાને કંઇક અલગ કરવું છે. સોશિયલ મીડિયાનાં આ યુગમાં દરેક પાસે મોકો છે કંઇક અલગ કરી બતાવવાનો. ઈશ્વરે બધાને બુદ્ધિ આપી છે પણ એ વાત હકિકત છે કે કેટલાક પોતાની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. વળી, કેટલાક લોકોની બુદ્ધિને તો કાંટ લાગી જાય છે.

કોયડો ઉકેલવાથી બુદ્ધિ તેજ થાય છે:


નાનપણમાં આપણે બધાએ ઉખાણા / કોયડા ઉકેલ્યા છે. એ સમયે આવી બધી બાબતોમાં ખૂબ મજા આવતી. આજે પણ લોકો કોયડા, ઉખાણા, સુડોકુ જેવી પઝલ કે ન્યુઝ પેપરમાં આવતી આડી-ઉભી લાઈનો ઉકેલતા હોય છે. તેઓ દિવસનો મોટા ભાગનો સમય કોયડા ઉકેલવામાં પસાર કરી દેતા હોય છે. તમે ઘણા લોકોને બસ કે ટ્રેનમાં ન્યુઝ પેપરની સાથે બોલપેન પકડીને બેઠેલા જોયા હશે. હકીકતમાં, તેઓને છાપું વાંચવામાં નહીં પણ કોયડા ઉકેલવામાં વધુ રસ હોય છે.

કેટલાક લોકોને તો આવી બધી મગજમારી કરવામાં એટલો બધો રસ હોય કે ઓફિસમાં પણ મંડાય પડે. એવું કહેવાય છે કે કોયડા ઉકેલવાથી દિમાગ વધુ તેજ થાય છે. ઘણા લોકો અઘરા પ્રશ્નો જોઈને છોડી દેતા હોય છે જ્યારે અમુક લોકો અંત સુધી પ્રયત્ન કરે છે. ઘણા કોયડા એવા પણ હોય છે કે જેને જોઈને મગજ ચકરાવે ચઢી જાય અને ઘણા પ્રશ્નો એવા પણ હોય કે એ પ્રશ્નમાં જ એનો જવાબ છુપાયેલ હોય છે.

આ ફોટોમાં દેખાઈ રહી છે ઘણી છોકરીઓ:

આજે અમે તમારી સમક્ષ એક એવો જ કોયડો લઈને આવ્યા છીએ, જે તમારા દિમાગની બત્તી ગુલ કરી દેશે. તમે પણ વિચારમાં પડી જશો કે આનો જવાબ શું છે. જી હાં, વાયરલ થઈ ચૂકેલ આ ફોટોમાં ઘણી બધી છોકરીઓ દેખાઈ રહી છે, પણ એવું છે નહીં. હવે તમારા મગજનો ઉપયોગ કરીને તમારે જણાવવાનું છે કે ખરેખર, આ ફોટોમાં કેટલી છોકરીઓ છે? જો તમે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં સફળ થાવ તો સમજી લેવું કે તમારો દિમાગ બરાબર કામ કરી રહ્યો છે.

ફોટોગ્રાફરની આવડતે આ ફોટોને બનાવી દીધો છે ઐતિહાસિક:


ઠીક છે ચાલો, તમે ભલે ગણતરી ન કરી શક્યા હો પણ અમે તમને જણાવી દઈએ કે આ ફોટોમાં 13 નહીં પણ માત્ર 2 છોકરીઓ છે. ફોટોગ્રાફર અને અરીસાનાં કમાલને લીધે 2 ની જગ્યાએ 13 છોકરીઓ દેખાઈ રહી છે. કેમ થઈ ગઈને તમારા દિમાગની બત્તી ગુલ ! તમને જણાવી દઈએ કે આ ફોટો ફ્રાન્સનાં એક ફોટોગ્રાફરે ક્લિક કર્યો છે. જેવો આ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર નાખ્યો કે તરત જ વાયરલ થઈ ગયો. છે ને બાકી જોરદાર કલાકારી !!

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!