ફક્ત અડધા લીંબુથી તમારા વાળ ખરતા રોકી શકો છો – સાથે આ સમસ્યાઓ પણ દુર થશે

હાલના યુગમાં લોકોની બદલતી જતી જીવનશૈલીને લીધે એમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.એમાની ઘણી સમસ્યાઓ ગંભીર પણ હોય છે,તો ઘણી સામાન્ય પ્રકારની.લોકોને અનેક પ્રકારનો રોગોનો સામનો કરવો પડે છે.એની પાછળનું કારણ હરરોજ બદલાતી એમની જીવનશૈલી છે.રોજ આહારમાં બદલાવ આવે છે.જે સમસ્યાઓને નોતરી લાવે છે.સંતુલિત આહારની ખામીને પરિણામે અમુક સમસ્યાઓ ઉભી થાય છે.સ્થાન પરિવર્તન પણ આવી સમસ્યા પાછળનું કારણ બની શકે છે.ખોરાક બાબતે થયેલા એકદમ બદલાવને પરિણામે વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે.જે ઘણા લોકોમાં જોવા મળે છે.

ખરી જતાં,ઉજળી રહેલા વાળની પરેશાની આજે અનેક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે.વાળ દરેક માણસ માટે આભૂષણથી કમ નથી.પછી ચાહે એ સ્ત્રી હોય કે પુરૂષ!વગર વાળના માથાંની સકલ સારી નથી હોતી એ તો આપને ખ્યાલ જ હશે.સ્ત્રી માટે તો વાળ પ્રાણથી પ્યારી મહોલત છે!એવામાં વાળ ખરી પડવાની સમસ્યા ચિંતામાં પાડનારી હોઇ શકે.

આ સમસ્યાનો ઇલાજ તમે એકદમ લાજવાબ રીતે કરી શકશો અને એ પણ ઘરે રહીને સ્તો!જરૂર છે બસ અડધાં લીંબુની!ભભકાદાર ટીપ્સની વાત જરૂરથી વાંચજો :

લીંબુના ગુણોથી તો તમે પરિચીત જ હશો.વિટામીન-સી નો સાગર એટલે લીંબુ!લીંબુ રસોઇનો સ્વાદ રસદાર કરી મુકે છે.એની મીઠુડી ખટાશ જાનદાર હોય છે.જો કે,લીંબુનો ઉપયોગ માત્ર રસોઇને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે એવું કહેવું યોગ્ય નથી.લીંબુમાં એવા પણ ગુણ છે જેનાથી અનેક સ્વાસ્થય સબંધી બિમારો ભાગી શકે છે.એમાંયે જરૂરી છે માત્ર અડધું લીંબુ!

અડધા લીંબુનો આવો છે કમાલ,થાય છે આટલાં ફાયદાઓ –

(1)લાંબા સમયથી શરદી કે ઉધરસની સમસ્યા હોય તો એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુના કટકાનો રસ અને એકાદ ચમચી મધ મેળવીને પી જવાથી ખાંસી અને શરદી દૂર થઇ જશે.

(2)અડધા લીંબુના રસમાં લીમડાના પાંદડાનો રસ મેળવીને ચહેરા પર ચોપડવાથી મોં પરની કરચલીઓ દૂર થઇ જશે.આવું તમે સપ્તાહમાં બેથી ત્રણ વાર કરી શકો.

(3)વાળ ખરવાની સમસ્યા માટે આ સરળ ઉપાય તમને લાજવાબ પરીણામ આપી શકશે.ડુંગળીના રસ સાથે અડધાં લીંબુનો રસ મિશ્રણ કરો.વાળ પર આ સંયુક્ત રસની એકદમ સરસ રીતે માલિશ કરો.સપ્તાહમાં આવું ત્રણ ચાર વાર કરો.થોડા જ મહિનામાં વાળ ખરવાની પરેશાની એકદમ જ નાબૂદ થઇ જશે.

(4)મોં પર થતાં ખીલ ખૂબસુરતીને અટકાવે છે.જો તમે ખીલની સમસ્યાથી ગ્રસ્ત છો તો,અડધા લીંબૂના રસને મધ સાથે મિશ્ર કરીને ચહેરા પર લગાવો.એક-એક ખીલ નાબૂદ થઇ જશે!

(5)વાળમાં થતાં ખોડાની સમસ્યા સામાન્ય હોવા છતાં ચિંતા આપનારી હોય છે.જો તમે પણ આવી ખોડાની મુસીબતથી પીડાતા હો તો લીંબુના એક કટકાના રસ સાથે નારીયેળના તેલને મેળવીને માથામાં સારી રીતે લગાવો.થોડા જ સમયમાં ખોડાની સમસ્યાથી મુક્તિ મળશે.

જણાવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો આપના મિત્રોને પણ આર્ટીકલ શેર કરજો,ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!