ટીવી સીરીયલ મીરાબાઈ ની મીરા હવે મોટી થઈને દેખાય છે આવી હોટ – ક્લિક કરી ફોટા જુવો

લગભગ કોઇ ઘર આજે એવું તો નહી જ હોય જેની મહિલાઓને ટી.વી.નો શોખ ના હોય! મતલબ થોડો વધારીને કહીએ તો સીરીયલનો શોખ ના હોય એવું બને જ નહી. ભારતમાં ફિલ્મોથી વધારે ચર્ચા તો સીરીયલોની થાય છે. હરેક સમયે અમુક ઘરમાં તો એની ચર્ચા થતી જ હોય છે! પારીવારીક સીરીયલોની પણ તો વળી કોઇ ઐતિહાસિક કથાનક પર બનેલી સીરીયલો પણ…!

એમાંયે હમણાં તો ઐતિહાસિક પાત્ર કે ઘટનાઓ પર આધારીત સીરીયલોનો સીલો વધારે પ્રમાણમાં ચાલુ થયો છે. લોકો આવી સિરીઝને પસંદ પણ ખુબ કરે છે. એના પરીણામે ટીઆરપી રેટ પણ ખાસ્સો વધારે થાય છે.

કૃષ્ણને નિત્ય સ્મરતી મીરાં –

કદાચ તમે ઐતિહાસિક કથાનક પર બનેલી સીરીઝો જોવાના શોખીન હશો તો આપને ખ્યાલ હશે કે થોડા વખત પહેલાં સ્ટાર પ્લસ પર એક સીરીઝ આવતી. મીરાંબાઈ પર આધારીત આ કથાનક લોકોને ખુબ પસંદ હતું. એમાં આવતી નાનકડી મીરાં નિત્ય કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળતી. હરપળે બસ શામળિયાના તાનમાં રહેતી મીરાં જાણે જગતના ઝેર પી રહી હોય એવું સદાબહાર મૌન ધારણ કરીને બસ હરી સ્મરણ કરતી રહેતી. કહેવાય છે કે, આ સીરીયલને દર્શકોએ ઘણી પસંદ કરેલી અને ટીવીના જે શોખિન નહોતાં એણે પણ આ સીરીઝ માટે જ ખાસ ટી.વી. જોવાની શરૂઆત કરેલી!

ખુબસુરતીને મામલે આપે છે બોલિવૂડને ટક્કર –

હવે તો મીરાંબાઇની સીરિયલને બંધ થયે પણ ઘણો વખત થઇ ગયો છે. પણ અમુક સીરિયલો ક્યારેય ભુલાતી નથી. કે નથી ભુલાતા એમાંના પાત્રો! બસ, મીરાંબાઇની સીરિયલમાં પણ કંઇક આવું છે. ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે મીરાંબાઇનું પાત્ર ભજવતી એક્ટ્રેસ આજે તો ઘણી મોટી પણ દેખાય છે. યુવાન થઇ ચુકેલી આ એક્ટ્રેસ ખુબસુરતીને મામલે તો હવે અભિનેત્રીઓને ટક્કર મારે તેવી છે. નામ છે આશિકા ભાટીયા. આશિકાએ કેરીયરની શરૂઆત બતૌર ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે કરેલી. મીરાં કો કૃષ્ણા સે લાગી એસી લગન, એક રાજકુમારી બન ગઇ જોગન…!!

દિ’એ ના વધે એટલી રાતે વધે, ખુબસુરતી કુદકે-ભુસકે વધે –

મીરાંબાઇની પ્રેમલક્ષણાભક્તિના રંગમાં એક્ટિંગ કરીને પ્રખ્યાત થયેલી આશિકાએ સોની ટી.વી.ની “પરવરિશ” સીરિયલમાં પણ એક્ટિંગ કરેલી છે. આ સીરિયલમાં તેણે ગિન્ની અને આહલુવાલિયાનો કિરદાર નિભાવ્યો છે. વળી, ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાન ખાનની બહેન રાધિકા તરીકે પણ આશિકા ભાટીયા જ હતી. ખુબસુરતી આશિકા ભાટિયાની..! એ વિશે આજે ઘણી ચર્ચાઓ પણ થાય છે.

સોશિયલ મીડિયાની આશિક છે આશિકા –

મોટી થવાની સાથે આશિકાને રોલ પણ વધારે પ્રમાણમાં મળવા લાગ્યાં છે. ખાસ કરીને હવે પત્ની અને ગર્લફ્રેન્ડનો રોલ પણ તેમને મળે છે.

થોડા દિવસ પહેલાં સોની ટીવી પર આવતી સીરિયલ ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’માં દેવની બહેન તરીકે આશિકાએ દેખા દિધેલી.

‘શૃંગાર : એક સ્વાભિમાન’માં તે વિશાલસિંહ રાઠોડની પત્ની ખ્યાતિસિંહ રાઠોડના કિરદારમાં જોવા મળે છે.

 

Leave a Reply

error: Content is protected !!