જો તમારી પાસે પણ બીજાની આ વસ્તુઓ હોય તો જલ્દી જ પરત કરી દેજો – બાકી તકલીફ વધી જશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે, હરેક મનુષ્યની પોતાની એક ઊર્જા હોય છે. મતલબ કે, ચોક્કસ ઊર્જાનો પોતે ધારણહાર હોય છે. મનુષ્યમાં રહેલી આ ઊર્જા તેની આસપાસની પ્રકૃતિને કે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓને પ્રભાવિત કરે છે. માટે દરેક ઉપયોગમાં લેવાતી વસ્તુમાં પણ મનુષ્યની ઊર્જાનો પ્રવાહ વહી રહે છે.

હરેક વ્યક્તિના શરીરમાં સકારાત્મક અને નકારાત્મક એવી બે પ્રકારની ઊર્જા રહેલી હોય છે. માટે વાસ્તુશાસ્ત્ર કહે છે કે, કોઇ પાસેથી બને ત્યાં સુધી અમુક વસ્તુ લેવી ના જોઇએ. આમ કરવાથી એ વ્યક્તિની નકારાત્મક ઊર્જાનો પ્રવાહ તમારી તરફ વહી રહે છે. આનાથી મોટું નુકસાન પહોંચી શકે છે. વાસ્તુશાસ્ત્રએ અમુક ચીજો વિશે તો લગભગ મનાઇ જ ફરમાવી છે કે અમુક વસ્તુઓ બને ત્યાં સુધી પોતાની જ વાપરવી, માંગીને લેવાની ભુલ ના કરવી. આવો જાણીએ આ પાંચ ચીજો વિશે જે ભુલથી પણ બીજાની ના લેવી જોઇએ :

ઘડિયાળ –

કાંડે બાંધેલી ઘડિયાળ મનુષ્યના જીવનની સકારાત્મક કે નકારાત્મક ઊર્જાનો સંગ્રહ કરનારી હોય છે એવી વાસ્તુશાસ્ત્ર અવમાનના કરે છે. કહેવાય છે કે, કોઇ બીજી વ્યક્તિની ઘડિયાળ પોતાના હાથે બાંધવાથી એ વ્યક્તિની સઘળી નકારાત્મક ઊર્જા પણ સાથે આવે છે. જેના પરીણામે અધોગતિનો ભય રહે છે. અને જીવનની તય કરેલી ઊંચાઇઓ પર પહોંચવામાં વિઘ્ન પેદા થાય છે.

પથારી –

બીજી વ્યક્તિના બેડરૂમનો ઉપયોગ કરવો હિતાવહ નથી. આમ કરવાથી વાસ્તુ દોષના પ્રમાણમાં ઘણો વધારો થાય છે. પરીણામ સ્વરૂપ આપને ધનની સમસ્યા સર્જાય શકે છે અને કોઇ વ્યક્તિ પાસેથી કરજ પણ લેવું પડે છે. માટે બહેતર છે કે, તમે પોતાની જ પથારીનો ઉપયોગ કરો.

વસ્ત્ર –

વાસ્તુશાસ્ત્રમાં એવું ભારપૂર્વક કહેવાયેલું છે કે, બીજાના કપડાં પહેરવાનું ટાળો. આમ કરશો તો અન્ય વ્યક્તિની નકારાત્મક ઊર્જા તમારા શરીરમાં દાખલ થશે. બહેરત છે કે, કોઇ શુભકાર્યમાં જતી વખતે પોતાના જ કપડાં પહેરો, પગરખાં પણ!

કલમ –

ઘણી સામાન્ય વાત છે કે, આપણે ઘણીવાર એકબીજા પાસેથી પેન લેતાં જ હોઇએ છે. બેન્કમાં ચેક ફિલ કરવામાં હોય કે ક્લાસમાં કોઇ નોટ્સ લખવાની હોય! જો આવું થાય તો તુરંત જ કામ પત્યાં બાદ એ વ્યક્તિને ફરી પેન આપી દેવી જોઇએ. આપણી સામાન્ય માહિતી મુજબ આપણે બે રૂપિયાની પેનને પાછી આપવામાં મહત્તા માનતા નથી. પણ આમ કરવાથી પૈસાથી જોડાયેલા સવાલો ઊભા થઇ શકે છે એમ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયેલું છે.

શંખ –

શંખમાં માતા લક્ષ્મીનો વાસ છે. લક્ષ્મીજીનો વાસ શંખને પરમ પવિત્ર બનાવે છે. બહેતર છે કે, પોતાનો શંખ બીજાને કદી ના આપો. પૂજા માટે કોઇને શંખ જોતો હોય તો તમે સ્વયં ત્યાં જઇને શંખ વગાડી આવો અને પછી ફરી આવીને નિર્ધારીત સ્વચ્છ સ્થાન પર રાખી દો. હાં, ગંગાજળથી ધોઇને જ! શંખ આપવો એ લક્ષ્મીજીનું સ્થળાંતર કર્યાં બરાબર છે. માટે આ ભુલ કદી ના કરશો.

Leave a Reply

error: Content is protected !!