ખરાબ થઈ ગયેલ મેમરી કાર્ડને ફક્ત 2 મિનિટમાં ચાલુ આ રીતે કરી શકાય

આજનાં ડિજિટલ યુગમાં દરેક પાસે એક મેમરી કાર્ડ તો હોય જ અને બધા લોકો એમાં ફોટો, વિડીયો કે જરૂરી ડોક્યુમેન્ટ રાખે છે અથવા પોતાનાં ફોનની સ્ટોરેજ વધારવા માટે મેમરી કાર્ડનો ઉપયોગ કરે છે.

તમે જોયું જ હશે કે મોટાભાગના લોકો પોતાનાં પરિવારનાં શુભ પ્રસંગો જેમ કે સગાઈ, લગ્ન, જન્મદિન કે વિદેશ યાત્રાની દરેક સુખદ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લે છે અને પછી સાચવી રાખે. પણ એવામાં જો આ બધા ફોટો કે વિડીયો મેમરી કાર્ડમાં સેવ કર્યા હોય અને મેમરી કાર્ડ અચાનક ખરાબ થઈ જાય તો ?? તો બધો જ ડેટા અને જરૂરી ડોક્યુમેન્ટ રિકવર કરવો મુશ્કેલ થઈ પડે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને જણાવીશુ કે ખરાબ થઈ ગયેલ મેમરી કાર્ડને કઈ રીતે ચાલુ કરવું. તો ચાલો જાણીએ કંઇક નવું….ફક્ત ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર.

(1) ઇરેઝર (ચેક રબ્બર) દ્વારા :


જો મેમરી કાર્ડ બંધ પડી ગયું હોય તો મેમરી કાર્ડની ગોલ્ડન પટ્ટી પર રબ્બર ઘસીને સાફ કરી લો તમારૂ મેમરી કાર્ડ શરૂ થઈ જશે.

(2) થીનર દ્વારા :


સામાન્ય રીતે થીનરનો ઉપયોગ રંગ કામ માટે થાય છે. પણ અહીંયા થીનર તમારૂ બંધ થઈ ગયેલ મેમરી કાર્ડ પણ શરૂ કરી શકે છે. એક નાનકડા કપડામાં થોડું થીનર લઈને એના વડે મેમરી કાર્ડની ગોલ્ડન પટ્ટીને સાફ કરો. મેમરી કાર્ડ શરૂ થઈ જશે.

(3) કમ્પ્યુટર દ્વારા :


જો મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવમાં શોર્ટકટ્સ્ બની જતા હોય તો સૌથી પહેલા મેમરી કાર્ડને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો. ત્યારબાદ My Computer જઈને મેમરી કાર્ડને સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરો. ત્યારબાદ Properties ઓપ્શનમાં જઈને Tools પર ક્લિક કરો. તેમાં Error checking નામનો વિકલ્પ મળશે ત્યાં ક્લિક કરીને Scan and Repair Drive પર ક્લિક કરીને પ્રોસેસ થવા દો. જો 100% પ્રોસેસ થઈ જશે તો તમારૂ મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવ શરૂ થઈ જશે.

(4) કમ્પ્યુટરમાં કમાન્ડ પ્રોમ્પટ દ્વારા :


બંધ પડી ગયેલા મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવને સફળતા પૂર્વક રીપેર કરવાનો સૌથી કારગર રસ્તો એટલે Command Prompt. પણ એના માટે તમને કમ્પ્યુટર વિશે પૂરતી માહિતી હોવી જરૂરી છે. કમાન્ડ પ્રોમ્પટ દ્વારા મેમરી કાર્ડ રીપેર કરવા માટેનાં ઘણા બધા સારા-સારા વિડીયો યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે. આ વીડિયો એક વખત જોઈ લેવા.

ખાસ ધ્યાન રાખો :
● મેમરી કાર્ડને પાકીટમાં ન રાખો.
● મેમરી કાર્ડને પાણીમાં પલાળવું નહિ.
● ફોન કે અન્ય ડિવાઈસમાં રહેલ મેમરી કાર્ડને વારંવાર કાઢવું-નાખવું નહીં.
● મેમરી કાર્ડ પર નાનકડી તિરાડ પડશે તો પણ તે નકામું થઈ જશે. હંમેશા ડેટાનો બેકઅપ લઈ રાખો.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજાને ઉપયોગી થઈ શકે.

Leave a Reply

error: Content is protected !!