હું તું અને આપણે
લગભગ બધી જ પત્ની પોતાનાં પતિને આ 2 વાત ક્યારેય સાચી જણાવતી નથી , અજમાવી જુઓ

લગભગ બધી જ પત્ની પોતાનાં પતિને આ 2 વાત ક્યારેય સાચી જણાવતી નથી , અજમાવી જુઓ

આપણે બધા જાણીએ જ છીએ કે પતિ અને પત્નીનો સંબંધ સૌથી અનમોલ હોય છે. દરેક પતિ-પત્નીનો સંબંધ સચ્ચાઈ અને ઈમાનદારી પર ટકેલો હોય છે. એવામાં બન્ને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારે જ ગણાય જ્યારે તેઓ સંબંધમાં સત્યને પ્રાથમિકતા આપે. એમ કહી શકાય કે પતિ-પત્નીના સંબંધનો દોરો ખૂબ જ નાજુક હોય છે, જો એકવાર એમાં ગાંઠ પડી જાય તો આખી જીંદગી એ સંબંધમાં ગાંઠ જ રહે જે કોઈ દિવસ દૂર ન કરી શકાય. એવામાં કેટલીએ વાર પત્ની પોતાના પતિથી સચ્ચાઈ છુપાવીને રાખે છે. એ સચ્ચાઈ છુપાવવાનો હેતુ પણ ઘર-પરિવાર અને પતિનાં હિતમાં જ હોય છે.

દરેક પતિ હંમેશા એવું જ વિચારતો હોય છે કે, પત્ની ઈચ્છે તો પણ એની સામે ખોટું ન બોલી શકે. એમનો આ વિશ્વાસ એક રીતે બરાબર પણ છે. પણ પત્ની ઘણી બાબતો છુપાવે અથવા અર્ધ સત્ય બોલે એ હકીકત છે. જો કે પત્ની એવું જુઠ્ઠું ક્યારેય નથી બોલતી કે જેના કારણે એના ઘર-પરિવાર કે બીજા કોઈને પણ નુકશાન થાય. આજે અમે તમને એવી બાબત જણાવવા જઇ રહ્યા છીએ કે જે દરેક પત્ની પોતાના પતિથી છુપાવે છે અથવા અર્ધ સત્ય બોલે છે. ચાલો દોસ્તો જાણીએ, કંઈક નવું….

(1) બચત વિશે સાચું ન કહે

આપણા ભારત દેશમાં દરેક પતિ મહિનાનો પૂરો પગાર પોતાની પત્નીને સોંપી દે છે જેથી કરી ઘરનું સંચાલન વ્યવસ્થિત ચાલી શકે. પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે પત્ની ઘણીવાર પોતાના પતિથી છુપાવીને કેટલાક પૈસાની બચત કરે છે. એ પૈસા શોપિંગ કરવા માટે વાપરે એવું જરૂરી નથી. પણ ભારતીય નારી સમજદાર હોય છે. મુશ્કેલીના સમયે ભેગા કરેલા પૈસા કામ આવે એટલે તે બચત કરે છે. મોટાભાગે મહિલાઓ આ બચત કરેલ પૈસા પોતાના બાળકો માટે અને ઘરમાં જરૂરી વસ્તું લાવવા માટે વાપરે છે. એટલા માટે કોઈપણ પત્ની મહિનાનાં અંતમાં બચેલા પૈસાનો સાચો હિસાબ કોઈ દિવસ નથી આપતી.

(2) સમસ્યાઓ વિશે ન જણાવે

આપણા ભારતની મહિલાઓ બીજા બધા દેશની સરખામણીમાં વધુ સમજદાર છે. ગમે તેવી મુશ્કેલ સમસ્યાને કેવી રીતે હલ કરવી, એ એમને ખૂબ જ સારી રીતે આવડે છે. પુરૂષોની આદત એવી હોય છે કે, પોતાની દરેક તકલીફ ઘરમાં બૂમ-બરાડા સાથે જણાવી દે છે. જ્યારે મહિલાઓ પોતાના પરિવાર અને બાળકો સાથે સંકળાયેલ સમસ્યાઓ જાતે જ હેન્ડલ કરી લે છે. કેટલીક વાર તો મહિલાઓ પોતાને થયેલ નાની-મોટી બીમારીને પણ નથી ગણકારતી. બીમારી વિશે કોઈને કહેતી પણ નથી.

આમ તો પતિ-પત્ની એક બીજાનો પડછાયો કહેવાય છે. પરંતુ તેમ છતા કેટલીક એવી પણ વાતો હોય છે જે પત્નીઓ પોતાના પતિ સાથે શેર નથી કરતી. મહિલાઓનાં જણાવ્યા મુજબ સ્ત્રીઓ પોતાની તકલીફ એટલે છુપાવે છે કે, જેથી કરી પોતાનો પતિ કંઈક ઉંધુ ન સમજી બેઠે. એટલે જ સ્ત્રીઓ પોતાની નાની-મોટી સમસ્યાઓ પોતાના પતિ અને પરિવારને જણાવતા ખચકાટ અનુભવે છે.

પત્ની માટે બે લાઈન :

ભેજાના ભજિયા કરીએ કે મગજનો કરીએ મોહનથાળ,
તોય ખબર ના પડે એના નાના મગજનો કારોબાર…!

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ થયેલી આ પોસ્ટ જો ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!