આ ૫ પ્રકારના લોકો ક્યારેય અમીર નથી બની શકતા – રામચરિતમાનસમાં પણ છે ઉલ્લેખ

જીવનમાં હરેક વ્યક્તિને ધનની-પૈસાની આવશ્યકતા રહે જ છે.અત્યારના યુગમાં પૈસો અનિવાર્ય બની ગયો છે.જીવન તો બધા જીવી શકે પણ જેની પાસે પૈસો હોય એ સારી રીતે ગુજારો કરી શકે.કહેવાય છે કે,ધનવાન બનવા માટે ખુબ મહેનત કરવી જરૂરી છે;પણ કેટલાક હતભાગી લોકો જીવનભર મહેનત કરતા હોવા છતાં ધનની ખોટથી ઝઝુમ્યા કરે છે!

ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત “રામચરિતમાનસ”-કે જે રામાયણને લોકબોલીમાં વર્ણવતું હિન્દુ ધર્મનું મહાન પુસ્તક છે-તેમાં ઘણી મહત્વની વાતો કરવામાં આવી છે.માનસમાં તુલસીદાસજીએ એવા નીતિ-નિયમો વિશે પણ ચર્ચા કરી છે જે વ્યક્તિના જીવન પર ઉંડો પ્રભાવ છોડી જાય છે.જો વ્યક્તિ આ નિયમોનું પાલન કરે તો જીવનના બધા દુ:ખો મટી જાય!પૈસો કમાવવા માટે બધા મહેનત કરે છે પણ રામચરિતમાનસ અનુસાર અમુક લોકો ખુબ મહેનત કરવા છતાં પણ પૈસો ભેગો કરી શકતા નથી.

અહીં ચર્ચા કરીશું એવા પાંચ પ્રકારના લોકોની જે માનસમાં જણાવ્યા મુજબ મહેનત કરવા છતાં પણ ધનવાન બની શકતા નથી.

(1)નોકરી કરનારા લોકો –

માનસમાં કહેવામાં આવ્યું છે કે,જે માણસ બીજાની હેઠળ નોકરી કરે છે તે ક્યારેય ધન એકઠું કરી શકતો નથી.એના માટે પૈસાનો સંચય બહુ મુશ્કેલ બાબત છે.આ જ કારણ છે કે નોકરી કરનાર વ્યક્તિ તવંગર નથી બની શકતો.

(2)નશાનું સેવન કરનારા લોકો –

દેખીતી બાબત છે કે,જે વ્યક્તિ હરહંમેશ નશીલા પદાર્થોનું સેવન કરવામાં જ રચ્યોપચ્યો રહે છે તે બધા પૈસા એમાં જ ખર્ચી નાખે છે.અને માટે તેમના અમીર બનવાની શક્યતાઓ નહીવત્ છે.આવા લોકો ઉપર લક્ષ્મીદેવીની કૃપા કદી નથી ઉતરતી.

(3)જીવનસાથીને દગો આપાનારા લોકો –

કહેવાય છે કે,જે માણસ એમના છીવનસંગાથી સાથે દગો રમે છે એ જીવનમાં ક્યારેય ધનવાન નથી બની શકતો.આવા લોકો એમના જીવનસાથીની ખબર બહાર કોઇ બીજા માટે ધન લૂંટાવી દે છે,અને આથી આવા લોકો ક્યારેય પગભર થઇ શકતા નથી.

(4)લાલચુ લોકો –

કહેવત છે કે,”લાલચ બુરી બલા !”જે વ્યક્તિ પૈસાનો લાલચુ હોય છે એ ધનની પાછળ જ ભાગે છે,ધન કમાવવા માટે કંઇ પણ કરી છૂટે છે.પરંતુ થાય છે એવું કે આવી ખરાબ મનોવૃત્તિ ધરાવતા માણસની બોરડી ક્યારેય બે પાંદડે થતી નથી!

(5)અભિમાની લોકો –

ઘમંડ માણસને આંધળો બનાવી દે છે.જેનામાં હું પણાનો અહમ્ હોય છે એ માણસ કોઇને સમજી શકતો નથી,કે ના તો કોઇને આદર આપી શકતો.આવા માણસોથી લક્ષ્મી જોજનો દુર ભાગે છે અને દેવી-દેવતાઓની કૃપા પણ આવી વ્યક્તિ પર નથી ઉતરતી.

[ નોંધ – તમને જણાવી દઇએ કે,ઉપર લખેલી વાતો અમારી મનઘડંત નથી.આ બાબતોની ચર્ચા રામચરિતમાનસમાં કરવામાં આવી છે.હવે આ બાબતો સત્ય છે કે નહી એના વિશે શંકા હોય તો તમે કોઇ વિદ્વાન વ્યક્તિની સલાહ લઇ શકો છો. ]

Disclaimer – All rights reserved with mojemoj.com

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!