ગઈ કાલે જે આપણને રડાવી ગયા એ ડો. હાથી વિશે કેટલીક અજાણી વાતો જે તમે નહીં જાણતા હો…
આપણે બધા જ ડો.હાથીને એમના ટીવી સિરિયલનાં પાત્ર મુજબ એક ખાઉંધરા અને મસ્તીખોર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ડો.હાથી એટલે કે કવિ કુમાર આઝાદ અસલ જીંદગીમાં પણ આવા જ મસ્ત મૌલા હતા. જેઓ શુટીંગનાં સેટ ઉપર પણ હંમેશા મસ્તી-મજાક કરતા રહેતા. આજે અમે તમને ડો.હાથી વિશે આવી જ કેટલીક અજાણી વાતો જણાવવાના છીએ..તો ચાલો જાણીએ.
જન્મ સ્થળ:
કવિ કુમારનો જન્મ 2 જાન્યુઆરી 1973 નાં રોજ બિહારમાં થયો હતો. તેઓ વર્ષ 2009 થી ‘તારક મહેતા’ સિરિયલમાં કામ કરી રહ્યા હતા. હમણાં જ આ લોકપ્રિય ટીવી સિરિયલે 2500 એપિસોડ પુરા કર્યા છે.
ડો.હાથી પરિણિત હતા:
45 વર્ષના કવિ કુમાર આઝાદ પરિણીત હતા. એમની પત્નીનું નામ નેહા દેવી હતું. એમના બે બાળકો પણ છે. ડૉ. હાથી અસલ જીંદગીમાં પણ ખાવા-પીવાના ખૂબ શોખીન હતા.
આ રીતે ‘તારક મહેતામાં’ રોલ મળ્યો:
તારક મહેતા સિરિયલનાં પ્રોડ્યુસર આસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “અમે નવા ડૉ. હાથીની શોધમાં હતા, ત્યારે મને મારા મિત્ર દયાશંકર પાંડેએ કવિ કુમારના નામની ભલામણ કરી હતી. ત્યારબાદ કવિ કુમાર અમારા ‘તારક મહેતા’ કુટુંબનાં પરમેનન્ટ સભ્ય બની ગયા.”
એક્ટિંગની સાથો સાથ લખવાનો પણ શોખ હતો:
કવિ કુમાર ઍક્ટર હોવા ઉપરાંત લેખક પણ હતા. એમને કવિતા લખવાનો શોખ હતો. તેઓ શાયર પણ હતા અને મુશાયરાઓમાં પણ ભાગ લેતા. ફિલ્મ જોધા અકબરમાં એમણે મીઠાઈવાળાનો રોલ કર્યો હતો.
નિખાલસ સ્વભાવ:
કવિ કુમાર અંગત જીવનમાં એકદમ સહજ અને નિખાલસ હતા. ટીવી સિરિયલનાં કો-સ્ટારનાં કહ્યા મુજબ, તેઓ સેટ પર કોઈ જાતના નખરા ન કરે, કોઈ જાતની માગણીઓ કે કોઈ પણ પ્રકારની ફરિયાદ બિલકુલ ન કરતા.
બોલીવુડમાં પણ કરી હતી એક્ટિંગ
કવિ કુમાર ફક્ત તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં માં જ નહિ, પણ આમીર ખાન ની મેલા માં પણ દેખાયા હતા. એ ઉપરાંત ફન્ટુશ ફિલ્મમાં પણ એમને રોલ કરેલો હતો.
● ડો.હાથીનો એક દિવસનો પગાર રૂપિયા 20,000/- હતો. ઉપરાંત એમની બે દુકાનો પણ છે.
● વર્ષ 2010માં સર્જરી દ્વારા 80 કિલોગ્રામ વજન ઓછું કરાવ્યા બાદ પણ એમનું વજન 178 કિલોગ્રામ જેટલું હતું.
● માધુરી દીક્ષિત અને અમિતાભ બચ્ચન એમના ફેવરીટ કલાકારો હતા.
ઈશ્વર ડો.હાથીની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના………
“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.