જો તમને પણ વારંવાર પેશાબ લાગવાની તકલીફ હોય તો થઈ જાવ સાવધાન…

ઠંડીની મોસમમાં અથવા વધારે પાણી પીવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા થાય છે. પણ જો તમને લાંબા સમયથી આવી સમસ્યા હોય તો એને નજરઅંદાજ ન કરો. બોમ્બે હોસ્પિટલનાં સીનીયર યુરોલોજીસ્ટ ડો. વિવેક ઝા નાં કહ્યા મુજબ કોઈક ગંભીર બીમારીને કારણે પણ વારંવાર પેશાબની તકલીફ થઈ શકે. એટલે આજે અમે વાત કરવાના છીએ વારંવાર પેશાબ લાગવાનાં કેટલાક મહત્વપૂર્ણ કારણો વિશે..

વારંવાર પેશાબ લાગવાનાં કારણો :

● જો તમારા પેલ્વિક મસલ્સ નબળા હશે તો એના કારણે પણ વારંવાર યુરિન જવાની સમસ્યા થઈ શકે છે.

● જો તમે વારંવાર પેશાબ જતા હો તો એક વખત ડાયાબિટીસ અને કિડનીનો ટેસ્ટ કરાવી લો. કિડનીનાં રોગ અને ડાયાબીટીસમાં પણ વ્યક્તિને વારંવાર પેશાબ લાગે છે.

● જો તમારા શરીરમાં યુરિન જમા કરનાર મૂત્રાશય (બ્લેડર) ની સાઈઝ નાની હશે તો પણ વારંવાર યુરિન જવાની તકલીફ થવા લાગે છે.

● દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે. પણ પાણીનું વધુ પડતું સેવન કરવાથી મૂત્રાશય જલ્દી ફૂલી જાય છે જેના કારણે વારંવાર પેશાબ લાગે છે.

● જો કોઈ વ્યક્તિને કિડનીમાં પથરી થઈ હોય તો એના કારણે મૂત્રાશય પર પ્રેશર પડશે. મૂત્રાશય પર પ્રેશર પડવાથી યુરિન જવાની ઈચ્છા થાય છે.

● જો તમારૂ મૂત્રાશય વધુ પડતું સંવેદનશીલ હશે તો બોડીમાં થોડું લિક્વિડ જશે તો પણ તમને પેશાબ જવાની ઈચ્છા થશે.

● જેમ-જેમ ઉંમર વધે એમ મૂત્રાશયની નસો કમજોર થવા લાગે છે અને તમને વારંવાર પેશાબ લાગે છે.

● શરીરમાં સુગરનું લેવલ વધવાથી એક્સ્ટ્રા ગ્લુકોઝ પેશાબનાં માધ્યમથી બહાર નીકળે છે. આ કારણે પણ વારંવાર યુરિન જવું પડે છે.

● ચા-કોફીમાં કેફીનની માત્રા વધુ હોય છે અને આના કારણે પણ વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ શકે. આ સિવાય દારૂનાં વધુ પડતા સેવનથી પણ આ તકલીફ થાય છે.

● જો વ્યક્તિને યુરિન ઇન્ફેક્શન છે અથવા પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધી ગયું છે, તો આના કારણે પણ વારંવાર યુરિન જવાની ઈચ્છા થાય છે.

● પ્રોસ્ટેટ કેન્સર અથવા ટ્રેક્ટનાં કેન્સરમાં પણ વારંવાર પેશાબ લાગવાની સમસ્યા વધી શકે.

● વધારે સ્ટ્રેસ લેવાથી અથવા ગભરામણ અને ડર લાગવાથી વારંવાર પેશાબ લાગે છે. આ સિવાય જો વ્યક્તિને કોઈ સાઈકલોજિકલ પ્રોબ્લેમ હોય તો પણ વારંવાર પેશાબ લાગે છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!