શાહરૂખ ખાનની દીકરીની સુંદરતા જોઇને લોકોની આંખો ફાટી ગયી – ક્લિક કરી ફોટા જુવો

બોલિવૂડના સ્ટાર્સ તો હંમેશ માટે મીડિયા પર છવાયેલા જ રહેતાં હોય છે. કોઇ ફિલ્મ રીલિઝ થવાની હોય, કોઇ ઓપનીંગ પ્રોગામ કે એવો કોઇ કાર્યક્રમ હોય…સ્ટાર્સનો જલવો વિખેરાતો જ હોય છે. પણ હમણાંકથી મીડિયાએ બોલિવૂડ સ્ટાર્સના સંતાનો પર પણ ફોકસ કર્યું છે. તેમને પણ લોકો સામે લાવી મુક્યાં છે.

પરીણામ સ્વરૂપ આજે શ્રીદેવીની દિકરી જાહ્નવી કપૂર હોય કે સચીનની બેટી સારા તેંડુલકર હોય, આ નવોદિતો મીડિયા પર છવાયેલા રહે છે. તો વળી, શાહરૂખ ખાનની દિકરી સુહાનાનું પણ કંઇક એવું જ છે. બોલિવૂડની ચમક-દમકથી અંજાયેલી અને લોકોને આંજી દેતી સૃષ્ટિમાં હવે સેલિબ્રીટિઝ ઉપરાંત તેમના સંતાનો પણ દેખાવા માંડ્યા છે.

એનો એક જાણીતો દાખલો હમણાં જ મળ્યો. શાહરૂખ ખાનની પુત્રી સુહાના હાલમાં યોજાયેલી એક પાર્ટીમાં એવા સ્વરૂપમાં અને એવા અંદાજમાં જોવા મળી કે લોકો ચકિત જ થઇ ગયાં…!

આમ તો શાહરૂખ ખાન જેવા મોટા સ્ટાર્સની સંતાન હોવાના કારણે સુહાનાને હરકોઇ જાણે છે. પણ પાછલાં થોડા સમયથી સુહાનાએ પોતાના પહેરવેશમાં, લૂકમાં ઘણો બદલાવ કર્યો છે. સુહાના હાલ સેલિબ્રીટી કિડ્સમાં ટોપ ફેમસ રહેનારી બની ગઇ છે. મીડિયા પર સનસની ફેલાવવામાં પણ હાલ તો તેનો જોટો નથી.

કહેવાય છે કે, હવે સુહાના કદાચ બૌલિવૂડમાં ડેબ્યુ કરશે! હાં, લોકો એના બદલાયેલા લૂકને જોઇને આ અંદાજ તારવી રહ્યાં છે. સુહાના તાજેતરમાં પોતાની માં ગૌરી ખાનની યોજાયેલી એક પાર્ટીમાં સોનેરી કલરનો ડ્રેસ પહેરીને પહોંચેલી ત્યારે લોકો છક્ક થઇ ગયાં હતાં.

સુહાના ખાનની માતા અને શાહરૂખની વાઇફ ગૌરી ખાને હમણાં એક ગ્રાન્ડ પાર્ટી આપેલી. જેમાં મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. પણ સુહાનાને જોઇને લોકો ભોંચક્કા જ રહી ગયેલાં! ગોલ્ડન કલરનો ડ્રેસ અને શોર્ટ ડ્રેસમાંથી નીખરતું બદન-જે તેની ખુબસુરતીને નિખારી રહ્યું હતું.

વળી, ખુલ્લા વાળ પણ તેની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. મીડિયાના કેમેરા સામે આવીને તેણે કોઇ સેલિબ્રિટીને સાજે તેવા અંદાજમાં પોઝ આપ્યા હતાં.

હવે અંદાજ પ્રમાણે સુહાના પહેલાંની સુહાના નથી રહી. તે ઘણી બદલાઇ ગઇ છે. હોટ અવતારમાં તેના પોઝ જોઇને અને કોઇ એક્ટ્રેસ તરીકેનો તેનો વર્તાવ જોઇને બુધ્ધિશાળીઓ(!) અટકળ કાઢી રહ્યાં છે કે, સુહાના હવે જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

પાર્ટીમાં અરબાઝ ખાનની ભૂતપૂર્વ ભાર્યા મલાઇકા અરોરા ખાન પણ હાજર રહી હતી. પણ સુહાનાના સૌઁદર્ય આગળ એ ફિક્કી લાગતી હતી. મતલબ સાફ છે કે, લોકો સુહાનાને વધુ ફોલો કરે છે. સોશિયલ મીડિયા પર પણ એના પ્રશંસકો કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે.

અહીં પ્રસ્તુત તસ્વીરો પરથી તમે જ અંદાજ લગાવી લો કે મલાઇકા સુંદર છે કે સુહાના? સુહાનાના વિવિધ પોઝની પણ અહીઁ તસ્વીરો આપેલી છે.

Leave a Reply

error: Content is protected !!