જો તમે પણ એડલ્ટ ફિલ્મ જોતા હો, તો આ વાંચી લો નહીતર મોંઘુ પડશે

આજના સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજની યુવા પેઢી ઈન્ટરનેટ પર સમય વિતાવવા માટે સોશિયલ મિડિયા સાથે જોડાઈ ચુકી છે. સામાન્ય માણસથી લઈને મોટી-મોટી હસ્તિઓ પણ સોશિયલ નેટવર્કથી જોડાઈ ચુકી છે. ઈન્ટરનેટનાં આ નવા જમાનાએ યુવા પેઢીની વિચારશક્તિ બદલી નાખી છે. આજે નાના-મોટા સૌ કોઈ રમત-ગમત ભૂલીને મોબાઈલનાં રવાડે ચડી ગયા છે. આજના યુવાનો પોતાનો કંટાળો દૂર કરવા માટે ચોવીસ કલાક ચેટીંગ અને ફિલ્મોમાં ચોંટિયા રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આજે લગભગ 70% લોકો એડલ્ટ વિડીયો જુએ છે. આમાંથી ઘણા બધા લોકો પોતાનો તણાવ દૂર કરવા માટે આવી ફિલ્મો જોવાનું પસંદ કરે છે. જ્યારે, અડધાથીએ વધારે લોકો પોતાની કામ વાસના સંતોષવા માટે આવી ફિલ્મો જુએ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એડલ્ટ મૂવીઝ ફક્ત છોકરા જ નહીં પણ છોકરીઓ પણ જુએ છે. જોકે, તેઓ આ વાત કોઈને કહેતી નથી.

આજનો આ ખાસ આર્ટિકલ અમે એ લોકો માટે લાવ્યા છીએ, જે એડલ્ટ ફિલ્મો જોવે છે. તમને એ જાણીને હેરાની થશે કે આવી ફિલ્મો જોવાના ઘણા નુક્શાન છે, જેનો તમને અંદાજો નથી. આમનાં કેટલાક નુક્શાન આપણાં મોબાઈલ સંબંધિત હોય છે અને બાકીના આપણાં મગજની માનસિકતાને ખરાબ કરે છે. કુલ મળીને એડલ્ટ ફિલ્મ જોવાથી માણસને શારીરિક, માનસિક અને સામાજિક નુક્શાન થાય છે. તો ચાલો જાણીએ આ બધા નુક્શાન વિશે વિગતવાર…

શારીરિક નુક્શાન :


શારીરિક નુક્શાન નામ વાંચીને તમે અમારો ઈશારો સમજી જ ગયા હશો. હકીકતમાં, ઘણા લોકો આવી ફિલ્મો જોઈને ઉત્તેજિત થઈ જાય છે. એમના હોર્મોન્સ એમની ઉત્તેજનાને વધુ તેજ કરી દે છે. એવામાં તે પોતાની જાતને શાંત કરવા માટે હસ્તમૈથુન કરે છે. હસ્તમૈથુન કરવાથી માણસનાં શરીરમાં થાક અનુભવાય છે અને ઘણી નબળાઈ પણ વર્તાવા લાગે છે. આ સિવાય વધુ માત્રામાં હસ્તમૈથુન કરવાથી લોહીની કમી સર્જાય છે.

માનસિક નુક્શાન :


વધુ પડતો આવેશ અને જુદા-જુદા ભાવ આપણાં મગજ ઉપર ખરાબ અસર કરે છે. હકીકતમાં, એડલ્ટ ફિલ્મ જોવાથી માણસનાં મગજ પર પ્રેસર પડે છે. જેનાથી માણસની યાદશક્તિ નબળી પડે છે અને ભૂલવાની બીમારી લાગુ પડી જાય છે. તમે અનુભવ્યું હશે કે આવી ફિલ્મો જોઈને મગજમાં જેવા-તેવા વિચારો ફર્યા કરે છે. મગજ ચકરાવે ચડી જાય છે. જે મગજ માટે ખૂબ જ ભયાનક સ્થિતિ છે. એડલ્ટ ફિલ્મોથી વ્યક્તિને માનસિક અને સામાજિક નુક્શાન થાય છે.

તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે:


મોટાભાગે તમે જોયું હશે કે પોર્ન સાઈટ્સ પર ક્લિક કરવાથી બીજી કોઈ સાઇટ પર રીડાયરેક્ટ થઈ જાય છે. જો આવું થાય તો અમુક લોકો તમારા મોબાઈલમાંથી તમારો પર્સનલ ડેટા હેક કરી શકે. આનાથી ફક્ત તમારો ચેટ રેકોર્ડસ નહીં પણ તમારા પર્સનલ ફોટો કે વિડીયોની પણ ચોરી થઈ શકે છે. એટલે આવી સાઇટ્સ સર્ફ કરવી નુકસાનકારક સાબિત થઈ શકે.

મિત્રો, બની શકે તો આવી એડલ્ટ સાઇટ્સથી દુર રહેવામાં જ ભલાઈ છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!