ફિલ્લમ ફિલ્લમ
આ બોલીવુડ સ્ટારે ૧૨ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરેલા અને ૫૦ વર્ષે બાપ બન્યો

આ બોલીવુડ સ્ટારે ૧૨ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરેલા અને ૫૦ વર્ષે બાપ બન્યો

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રકાશ રાજનું નામ જાણીતું છે. હમણાં અમુક કારણોસર એ વિવાદોમાં ઘેરાયા હતાં પણ આપણે અહીં એ બાબતે ચર્ચા નથી કરવાની. પ્રકાશ રાજની ઓળખ સિંઘમ જેવી ફિલ્મના વિલન તરીકે પણ આપી શકાય. અલબત્ત, દરેક ભૂમિકામાં તેમની એક્ટિંગ નીરાળી જ રહી છે. બોલિવૂડમાં અને સાઉથની ફિલ્મોમાં તેનો પ્રશંસનીય અભિનય વખણાય છે. અનેક કિરદારોમાં તે એકદમ ફિટ બેસી જાય છે.

પ્રકાશ રાજ સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મમાં વિલનનો રોલ કરવા ઉપરાંત પણ ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ અદા કરી ચુક્યાં છે. પિતાનો રોલ પણ તેમણે ઘણી ફિલ્મોમાં કરેલો છે. ઉલ્લેખનીય છે કે, પ્રકાશ રાજનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. હમણાં થોડા સમય પહેલાં ૨૬ માર્ચના દિવસે તેમણે પોતાનો ૫૩મો જન્મદિવસ મનાવ્યો. પ્રકાશ રાજ વિશેની એ પણ એક રસપ્રદ વાત છે કે, ૨૦૧૦માં તેમણે કોરિયોગ્રાફર પોની શર્મા સાથે લગ્ન કરેલાં. પોની શર્મા તેમની બીજી પત્ની છે. પણ બંને વચ્ચે ઉંમરનો ઘણો જ ફરક છે! પોની શર્મા પ્રકાશ રાજ કરતાં ૧૨ વર્ષ નાની છે…! આ લગ્ન બાદના ૬ વર્ષ પછી અર્થાત્ પચાસ વર્ષની ઉંમરે પ્રકાશ રાજ એક પુત્રના પિતા બન્યાં. પુત્રનું નામ વેદાંત છે. ખરેખર વેદાંત એમનો ચોથો પુત્ર છે. એ પહેલાં પણ એમને ત્રણ સંતાનો છે.

પ્રથમ પત્નીથી પ્રકાશના ત્રણ સંતાનો –

પ્રકાશ રાજની પ્રથમ પત્ની લલિતાકુમારી સાથે તેમના લગ્ન ૧૯૯૪માં થયાં હતાં. પણ કમનસીબે વધુ સમય સુધી વિવાહજીવન ના ટકતા ૨૦૦૪માં તેમણે છૂટાછેડા લઇ લીધેલા. અભિનેત્રી લલિતાકુમારીથી તેમને ત્રણ સંતાનો થયાં. મેઘના, પૂજા અને સિંધુ. હતભાગી સિંધુ આજે આ દુનિયામાં હાજર નથી.

પ્રકાશ રાજ બોલિવૂડ ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સુપરસ્ટાર બની ચુકેલ છે. શરૂઆત તો તેમણે કન્નડ ફિલ્મોથી કરી હતી. અલબત્ત, પ્રથમ તેઓ થિયેટરમાં કામ કરતાં. બાદમાં તમિલ ઇન્ડસ્ટ્રીઝમાં પગ માંડીને ૧૯૯૪માં પ્રથમ ફિલ્મ ‘Duet’ રજૂ થઇ.

ફિલ્મ સુપરહિટ રહી અને પ્રકાશ રાજની કારકિર્દી આગળ વધવા લાગી.

સ્ટ્રીટ પ્લેથી કરી હતી શરૂઆત –

શરૂઆત પ્રકાશ રાજે સ્ટ્રીટ પ્લે અને થિયેટરમાં કામ કરવાથી કરેલી. તમને આંચકો લાગશે કે, થિયેટરમાં કામ કરતી વખતે પ્રકાશનો મમિનાનો પગાર ૩૦૦ રૂપિયા હતો! બાદમાં સિરીયલોમાં અને પછી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. મલયાલમ, મરાઠી, હિન્દી, કન્નડ, તમિલ ફિલ્મોમાં પણ તેમણે કામ કરેલું છે.

બોલિવૂડમાં એન્ટ્રી –

૨૦૦૯માં પ્રકાશે પોતાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ કરી – ‘વોન્ટેડ’! એ પછી તેમણે ‘સિંઘમ’, ‘દબંગ-૨’, ‘મુંબઇ મિરર’, ‘પુલિસગિરી’, ‘હીરોપંતી’ અને ‘જંજીર’ જેવી અન્ય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અધિકત્તર ફિલ્મોમાં એમણે વિલનની જ ભૂમિકા નિભાવી છે.

અહીઁ તમે પ્રકાશ ઝા અને તેમની ફેમિલીની કેટલીક તસ્વીરો જોઇ શકશો. પ્રકાશ રાજ, પત્ની અને એમના સંતાનોની આ તસ્વીરો તમને ગમશે એવો વિશ્વાસ છે…!!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!