આરોગ્ય વેદ
શું તમે પણ વાળ ને કલર થી રંગો છો? – તો જરૂર વાંચવા જેવી ઉપયોગી માહિતી

શું તમે પણ વાળ ને કલર થી રંગો છો? – તો જરૂર વાંચવા જેવી ઉપયોગી માહિતી

હેર કલર કરાવવાની તો આજકાલ ફેશન થઇ પડી છે. કોલેજમાં ભણતા યુવાનથી લઇને પચાસી વટાવી ચુકેલા વયોવૃધ્ધ સુધી બધાને વાળ કાળા કરાવવાની કે અન્ય રંગે રંગવાની તમન્ના હોય છે. ઘણા એને અમલમાં પણ મુકે જ છે. કોઇ વળી અગમ્ય કારણોસર માથાનાં વાળ સફેદ થઇ ગયાં હોય તો મજબૂરીમાં પણ હેર કલર કરાવે છે. પણ જો તમે હેર કલર કરાવો જ છો તો આ પોસ્ટ જરૂરથી અંત સુધી વાંચજો એ એક વિનવણી છે.

વાત જાણે એમ છે કે, પહેલાં તો તમે જાણો છો કે હેર કલર કરાવવાથી તમારે શેનો ભોગ આપવો પડે છે? અર્થાત્ તમને શું-શું નુકસાન થઇ શકે છે એનો તમને ખ્યાલ છે? નહી ને? મોટા ભાગનાને હોતો જ નથી! પણ આજે એ જાણી જ લો કે, વાળની સુંદરતા વધારવા જતાં તમારે શું શું ગુમાવવું પડે છે.

વાત છે અમેરીકાના એક સંશોધનની. તો એમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, હેર કલર કરાવવાની આડઅસર રૂપે કેન્સર જેવી ભયંકર બિમારી પણ થઇ શકે છે! જી હાં, એવી ઘણી આડઅસર છે જે હેર કલર કરાવવાથી ઊભી થઇ શકે છે. માટે એક સલાહ યાદ રાખો કે, બની શકે તો કોઇ નેચરલ પ્રક્રિયાથી હેર કલર કરો જેથી કોઇ નુકસાન ના થાય.

વળી, હેર કલર કરાવતા પહેલાં તો એ તય કરી લો કે તમારા ચહેરાના હિસાબે તમને કેવો કલર સૂટ કરશે. અને હાં, તમને કોઇ રંગની એલર્જી હોય તો એનાથી દુર જ રહેવામાં ભલાઇ છે. આજે અમે તમને હેર કલર કરવાથી થતાં નુકસાન વિશે રૂબરૂ કરાવવા જઇ રહ્યાં છીએ તે જાણી લો.

હેર કલરથી થતાં નુકસાન –

વાત બહુ મહત્વની છે માટે આ છ ટોપિક ખાસ વાંચજો.

(1) ગર્ભવતી મહિલાઓએ હેર કલરના રવાંડે ચડવા જેવું નથી. આમ કરવાથી તેની હેલ્થ પર તો ખતરો છે જ પણ ગર્ભમાં રહેલાં નવજાત શિશુ પર પણ ખતરો તોળાય છે. જો મહિલા આવું કરે તો ડોક્ટરોના માનવા પ્રમાણે બાળકને ચામડી સબંધિત બિમારીઓ આવી શકે છે.

(2) હેર કલર કરાવો તો કોઇ એવી વ્યક્તિ પાસે કરાવો જે પ્રોફેશનલ હોય. મતલબ કે, અનુભવી હોય. બાકી નાહકના સપડાઇ પડશો તો નુકસાન થશે. ઘરે હેર કલર કરતાં બ્રશ અને દાંતિયા જેવી ચીજો હાથવગી રાખવી જોઇએ. બહુ ઓછા લોકો જાણે છે કે, હેર કલરમાં કિટાણુઓ પણ હોય છે.

(3) હેર કલરથી થતો એક વધારાનો ખતરો એ છે કે, તેનાથી ચામડી સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ થઇ શકે છે! પછી તે ચામડી ફાટવાની હોય, સૂકી પડી જવાની હોય કે કોઇ પણ. ચામડી સાથે જોડાયેલા રોગની આ એક પ્રકારની ચેતવણી જ છે તેમ સમજીને બની શકે એટલો ઉપયોગ ટાળી જ દેજો.

(4) હેર કલર કરાવવાથી વાળની વધે છે – કૃત્રિમ સુંદરતા! વાળની ખરેખરી ચમક તો ખત્મ થઇ જાય છે. વળી, વાળ ખરવાં પણ માંડે છે કે કમજોર થઇને તૂટી પણ જાય છે. આ વધુ એક ખતરો સમજીને ઉપયોગ ટાળી શકો તો ટાળી દેજો.

(5) યુવાનોએ તો ખાસ હેર કલરના જોખમોથી સાવચેત રહીને તેનો ઉપયોગ ટાળવો જોઇએ. બદલામાં નેચરલ કલરનો ઉપયોગ કરવો જોઇએ. કેમ કે, હેર કલરથી આંખોને પણ અસર થાય છે. આંખોની રોશની ઓછી થઇ જાય છે.

(6) જો તમારી જીંદગી એકદમ વ્યસતતામાં વિતતી હોય તો હેર કલરનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરશો. આનાથી તમારી હેલ્થ પર પ્રભાવ પડી શકે છે. અને તમે નથી જ ઇચ્છતાં હોતા કે વાળોને કલર કરાવવાના ફંદામાં લાખ રૂપિયાનો ધંધો મૂકીને ઘેર બેસવું પડે! અને જો તે છતાં હેર કલર કરાવો તો બાદમાં તરત વાળને ધોઇને તેલ નાખી લો. આનાથી વાળ એકદમ મજબૂત બનશે.

મિત્રો, આજે ઘણાં લોકો આ અજાણી સમસ્યાને જાણ્યાં વગર હેર કલરનો ઉપયોગ કરી જ રહ્યાં છે ત્યારે બની શકે તો તમે આ આર્ટીકલને આપના મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ બાબતે જાગૃત રહી શકે. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!