જાત ભાતની વાત
દુનિયાનું ભારે ભરખમ પરિવાર – કાર જેટલા વજન ના માણસો છે બોલો

દુનિયાનું ભારે ભરખમ પરિવાર – કાર જેટલા વજન ના માણસો છે બોલો

જોખમી વજનને કારણે 49 વર્ષીય ચિટોકા, 30 વર્ષની નાઓમી અને 43 વર્ષની ડ્રૂ સ્ટુઅર્ટ ત્રણ વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા.

ખાવા-પીવાની એવી કેવી આદત કે શરીરનું વજન એક મોટર ગાડી કરતાયે વધી ગયું ? વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ ત્રણેય ભાઈ-બહેનનું મળીને કુલ વજન 907 Kg છે. આ ભયાનક શરીરનું કારણ છે બેહિસાબ ખાન-પાન. નવાઈની વાત તો એ છે કે, આ બધા જાણે છે કે આમ વધારે ખાવાથી એમનું મૃત્યુ પણ થઈ શકે એમ છતા એમની જીભ ઉપર કંટ્રોલ નથી રાખતા.

જોખમી વજનને કારણે 49 વર્ષીય ચિટોકા, 30 વર્ષની નાઓમી અને 43 વર્ષની ડ્રૂ સ્ટુઅર્ટ ત્રણ વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા. હાલમાં જ એક ન્યૂઝ ચેનલે આ ત્રણેયનાં જીવન પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. જેનું નામ Family By The Ton રાખવામાં આવ્યું છે. તેમા દર્શાવવામાં આવ્યું છે કે, આ ભારે-ભરખમ શરીરને કારણે આ ત્રણેય કેવી જીંદગી જીવે છે?

ડોક્યુમેન્ટ્રીનાં શુટિંગ દરમિયાન તેઓએ જણાવ્યું કે, અમે કોઈ સામાન્ય કારમાં મુસાફરી નથી કરી શકતા. આ જ કારણે તેઓએ ત્રણ વર્ષથી હરવા-ફરવાનું પણ બંધ કરી દીધું છે. હવે તેઓએ જાતે જ પોતાના માટે એક અલગ કાર ડિઝાઈન કરી છે.

આ ત્રણેય ભાઈ-બહેનમાં સૌથી વધારે વજન સ્ટૂઅર્ટનું છે. જે 304 Kg જેટલું છે. તે એક દિવસમાં 12 થી 13 પીઝા ખાઈ જાય છે. તેને સમજાય ગયું છે કે, આડેધડ ખાવાની આદત તેને મૃત્યુ સુધી લઇ જશે. સ્ટૂઅર્ટ કહે છે કે મને સમજાતું નથી કે મેં મારી જીંદગી સાથે આવું શા માટે કર્યું? હવે મારે જલ્દી જ કંઇક કરવું પડશે.

ડૉક્ટરની ચેતવણી

આ પરિવારે વજન કંટ્રોલ કરવા માટે એક પર્સનલ ડોક્ટરની મદદ લેવાનું શરૂ કર્યું છે. ડોક્ટર ચાર્લ્સ પ્રોક્ટરના જણાવ્યા મુજબ, તેઓએ પોતાની જીંદગી દાવ પર લગાવી દીધી છે. તેમને અંદાજ પણ ન હતો કે આ અનહેલ્ધી ખાવાનું ખાઇને તેઓ પોતાને કઇ રીતે મોતના મુખમાં પહોંચાડી રહ્યા છે. આ વધુ વજનને કાબુમાં રાખવા માટે એમને સર્જરી કરાવવી પડશે અને આમ ન કરવામાં આવે તો એમનું મૃત્યુ પણ થઇ શકે છે.

નીચેનો વિડીયો જોવો ગમશે (ગુજરાતી પેરન્ટસ વિષે છે)

 

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!