દરરોજ મળતા 1 GB / 2 GB ઈન્ટરનેટનો સદુપયોગ કેવી રીતે કરવો – કમાઈ શકો છો હજારો રૂપિયા

આજકાલ સ્માર્ટફોન અને જિયોનું ઈન્ટરનેટ સામાન્ય બાબત બની ગયું છે. આ બન્ને વસ્તું દરેક લોકો પાસે હોય જ. જિયોમાં રૂ.399 કે એનાથી વધુ રકમનું રિચાર્જ કરવાથી દરરોજ લગભગ 1 GB કે 2 GB જેવું ઈન્ટરનેટ વાપરવા મળે છે. લગભગ મોટાભાગનાં લોકો આટલું ઈન્ટરનેટ દરરોજ પુરેપુરૂ વાપરી શકતા નથી હોતા. વધુમાં વધુ 500 MB વાપરતા હશે અને બાકીનું વધેલું ઈન્ટરનેટ દિવસ પૂરો થતાં જ આપમેળે સમાપ્ત થઈ જાય કે વેસ્ટ જતું રહે. આનું કારણ એ છે કે લોકો ફક્ત Whatsapp, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઈટ્સ માટે જ ઈન્ટરનેટ વાપરતા હોય છે અને આવી સાઇટ્સ ખોલવામાં ઈન્ટરનેટની ખપત ઓછી થાય છે જેથી દિવસનાં અંતે વધારાની ઈન્ટરનેટ સર્વિસ આપમેળે સમાપ્ત થઈ જતી હોય છે. તો મિત્રો, આજે અમે તમને એ જણાવીશું કે આ ઈન્ટરનેટ સેવાનો સદુપયોગ કઈ રીતે કરી શકાય અને વધુમાં વધુ ફાયદો કઈ રીતે મેળવી શકાય? તો ચાલો જાણીએ.

 • ઈન્ટરનેટની મદદથી દરેક પ્રદેશ અને દરેક ભાષાનાં ન્યુઝ પેપર ઓનલાઈન વાંચી શકાય તેમજ ઈ-પેપર સ્વરૂપે PDF ફાઈલ ડાઉનલોડ પણ કરી શકાય.
 • યુ-ટ્યુબ પર ઉપલબ્ધ હિન્દી/અંગ્રેજી ફિલ્મ જોઈ શકાય.
 • યુ-ટ્યુબમાં સાડી કંઈ રીતે પહેરવી? થી લઈને એરોપ્લેન કઈ રીતે બને અને કઈ રીતે ઉડે એ બધું જ શીખવતા ઘણા બધા વિડીયો ઉપલબ્ધ છે. આ વીડિયો જોઈને ઘરે બેઠા-બેઠા ઘણું બધું શીખી શકાય. યુ-ટ્યુબની મદદથી દેશ વિદેશની નત્ત-નવી રસોઈ શીખી શકાય.
 • ઈન્ટરનેટ પર ઉપલબ્ધ શૈક્ષણિક, રમત-ગમત, બાળ વાર્તા, બાળ-ગીતો અને પ્રાર્થનાના વિડીયો દ્વારા બાળકોને ઘણું બધું શીખવી શકાય.
 • ફોટો, વિડીયો અને ડોક્યુમેન્ટને ઓનલાઈન ડ્રાઇવ કે ક્લાઉડમાં સેવ કરી શકાય. આમ કરવાથી આપણાં મોબાઈલમાં સ્ટોરેજ વધી જશે અને આપણાં કામના ફોટો, વિડીયો કે ડોક્યુમેન્ટ ગમે ત્યાંથી ગમે ત્યારે અને બીજા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી પણ ખોલી શકાય કે જોઈ શકાય.
 • ઓનલાઈન કોર્ષ કરી શકો જેમાં શિક્ષક તમને વિડીયો કોન્ફરન્સ દ્વારા શિક્ષણ પુરૂ પાડે છે.
 • કેટલીક એપ્લિકેશનની મદદથી લાઈટ બિલ અને ટેલિફોન બીલ ઘરે બેઠા ભરી શકાય તેમજ થિયેટર, ટ્રેન અને બસ ટિકિટ પણ ડિસ્કાઉન્ટ સાથે બુક કરી શકાય.
 • ઈન્ટરનેટ દ્વારા તમારા ધંધા-રોજગારની જાહેરાત ફ્રીમાં કરી શકો.
 • ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન ટીવી જોઈ શકો અને FM રેડિયો પણ સાંભળી શકો.
 • દેશ-વિદેશમાં રહેતા આપણાં સગા-વ્હાલઓ સાથે ફેસબુક કે Whatsapp દ્વારા એકદમ મફતમાં વાત કરી શકો અથવા વિડીયો કોલ પણ કરી શકાય.

ઈન્ટરનેટ દ્વારા કમાણી

 

 • ફેસબૂક કે વોટ્સએપ દ્રારા કોઈ પ્રોડક્ટનું સેલિંગ કે રી-સેલિંગ કરી શકાય.
 • બ્લોગ કે વેબસાઈટ બનાવીને પણ કમાણી કરી શકાય.
 • યુટ્યુબ ચેનલ બનાવી તેમાં નત્ત-નવા વિડીયો શેર કરીને કમાણી કરી શકાય.
 • ઓરીજીનલ ફોટો અને મ્યુઝિક ઓનલાઈન વેચાણ કરીને પણ કમાણી થઈ શકે.
 • ઓનલાઈન ટાઈપ કામ, ફાઈલ કન્વર્ટ કરવી, ભાષાંતર કરવું, હિન્દી શીખવવું વગેરે જેવા ઓનલાઈન કામ કરીને લોકો કમાણી કરે છે.
 • ફોલોઅર્સ વધું હોય તો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ દ્રારા પણ કમાણી કરી શકાય.
 • નવું-જૂનું લે-વેચ કરતી ઘણી વેબસાઈટ દ્રારા કમાણી કરી શકાય.

 

Leave a Reply

error: Content is protected !!