આવો હોય છે સાઇનાઇડનો સ્વાદ! દુનિયાના સૌથી ઘાતક ઝેરનો ભારતીય યુવકે કર્યો ટેસ્ટ

ઘણી એવી હક્કીકતો, અફવાઓ, દંતકથાઓ વગેરે આપણા જાણવામાં આવતી જ હોય છે જેમાં સાઇનાઇડ નામક ખાતક ઝેરનો કેર સાફ વર્તાતો હોય છે. ઘડીભર તો આપણા રુંવાડા ઊભા કરી દે એટલી ભયંકર કલ્પના પણ આપણે આવી જતી હોય છે કે, ખરેખર સાઇનાઇડ આટલું ઝેરીલું હશે કે માણસ એને પીને-સોરી, ખાલી ચાખીને જ મરી જાય!

રાહુલ ગાંધીનો હત્યાકાંડ હોય, રશિયાના પોલિટીકલ મર્ડર હોય કે આતંકવાદીઓ વિશેની ખબરો હોય; સાઇનાઇડની વાતો ઘણીવાર આ ચર્ચાનો ભાગ બની જતી હોય છે. સાઇનાઇડ ક્રિમીનલ મર્ડર વગેરેમાં ઉપયોગમાં લેવાતું સંયોજન છે એ તો જાણે ઠીક પણ સાઇનાઇડની એકદમ જૂજ મિલીગ્રામ માત્રા પણ માણસને સેકન્ડોમાં ખતમ કરી દે તેમ છે. આજે આપણે જાણવાનું છે સાઇનાઇડ વિશેની રસપ્રદ હક્કીકતો વિશે –

બધાં સાઇનાઇડ ઝેરી નથી હોતાં –

જેવી રીતે બધાં જ સર્પો ઝેરી નથી હોતાં એમ જ બધાં સાઇનાઇડ પણ ઘાતક નથી હોતા એ હક્કીકત જાણવાની જરૂર છે. ખરેખર સાઇનાઇડ એ સ્વતંત્ર નથી. તે એક પ્રકારનું સંયોજન છે. સાઇનાઇડ મતલબ (-CN).એક કાર્બન અને એક નાઇટ્રોજનનો અણુ એટલે સાઇનાઇડ. તે અન્ય તત્ત્વ સાથે હંમેશા જોડાયેલા હોય છે. જેમ કે હાઇડ્રોજન સાઇનાઇડ (HCN), પોટેશિયમ સાઇનાઇડ(KCN) વગેરે.

હાલની હેડલાઇનમાં કહ્યું તેમ, બધાં સાઇનાઇડ જાનલેવા નથી હોતા.જે હોય છે તે હાઇડ્રોજન સાઇનાઇડ અને પોટેશિયમ સાઇનાઇડ જેવા સાઇનાઇડ છે. જે માત્ર સેકન્ડોમાં માણસનો ઢાળિયો કરવા માટે સક્ષમ છે.

કેવો હોય છે સાઇનાઇડનો સ્વાદ ? –

સાઇનાઇડનો સ્વાદ ચાખવા માટે વૈજ્ઞાનિકોએ એક્સપરીમેન્ટ કરેલો. પણ ચાખ્યાં પછી માત્ર એક અક્ષર લખીને સાયન્ટિસ્ટ મૃત્યુ પામ્યો. અસર જ એટલી ઘાતક હતી કે આખો શબ્દ લખવા માટે જીવ જ ના રહ્યો! એ અક્ષર કહેવા પ્રમાણે S અથવા તો A હતો.

કહેવાય છે કે, એક ભારતીય યુવકે પણ આનો પ્રયોગ કરેલો. અને સ્યુસાઇડ નોટમાં તેણે આ પ્રમાણે લખેલું,”મેં સાઇનાઇડનું સેવન કર્યું છે. તે ખરેખર જીભ સળગાવી દે તેવું છે. અને તેનો સ્વાદ એકદમ કડવો છે.”

સાઇનાઇડથી બનેલી દુર્ઘટનાઓનો ઇતિહાસ –

બીજા વિશ્વયુધ્ધ વખતે નાઝીઓના કેમ્પમાં સાઇનાઇડનો ઉપયોગ ગેસ ચેમ્બરોમાં કરવામાં આવતો. જેનાથી લાખો યહુદીઓ મૃત્યુ પામેલા.

તદ્દોપરાંત, ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટના વખતે પણ સાઇનાઇડનો પ્રતાપ ભારતે જોયો હતો.

કેવી રીતે થાય છે સાઇનાઇડથી મૃત્યુ? –

સાઇનાડઇની જૂજવી માત્રા શરીરનો અંત લાવવા માટે કાફી છે. સાઇનાઇડનો સીધો ટાર્ગેટ આપણા શરીરના કોષો હોય છે. તે કોષો ફરતે એક પ્રકારનું ગ્રહણ લગાડી દે છે. અને પરીણામે કોષો બંધીયાર અવસ્થામાં મુકાય જાય છે. એને પુરતો ઓક્સિજન મળતો નથી અને પરીણામે વ્યક્તિ મૃત્યુ પામે છે.

કહેવા પ્રમાણે, આતંકવાદીઓ ગળામાં સાઇનાઇડની કેપ્સયુલ રાખતા હોય છે. રખે સુરક્ષા વ્યવસ્થાના ઘેરાવામાં આવી જાય તો કોઇ તેને પકડે તે પહેલાં જ સાઇનાઇડની ગોળી મોંમાં મુકી જાય છે અને હાથ આવે માત્ર તેનો મૃતદેહ…!

સફરજન અને બદામના બીજમાં પણ હોય છે સાઇનાઇડ? –

હાં, એ વાત સાચી છે કે સફરજનના બીજમાં અમુક માત્રામાં સાઇનાઇડ હોય છે. બદામ પણ જો વધારે કડવી હોય તો સંભવ છે કે, તેમાં સાઇનાઇડની માત્રા રહેલી હોય. પણ એ એટલું ઘાતક નથી હોતું કે આપણા શરીરની બાયોલોજીકલ પ્રક્રિયાઓને અટકાવી શકે. મળમાર્ગે પણ તેનો નિકાલ થઇ જાય છે.

આર્ટીકલ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!