‪અનુભવોક્તિ‬, આરોગ્ય વેદ
જો સવારે ઉઠીને થાક લાગતો હોય કે હંમેશા મુડ ઓફ રહેતું હોય તો અપનાવો આ રીત અને થઈ જાવ તાજામાજા..

જો સવારે ઉઠીને થાક લાગતો હોય કે હંમેશા મુડ ઓફ રહેતું હોય તો અપનાવો આ રીત અને થઈ જાવ તાજામાજા..

દુનિયામાં રાત અને દિવસનું ચક્ર એટલે બનાવવામાં આવ્યું છે કે દિવસભર કામ કર્યા બાદ વ્યક્તિ રાત્રે આરામ કરી શકે, જેથી આગલા દિવસે વધુ ઉર્જા સાથે ફરી કામ કરી શકે. પણ આ ભાગદોડ ભરી જીંદગીમાં ન તો દિવસે શાંતિ મળે છે કે ન તો રાત્રે આરામ..એવામાં જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પણ તમારો મૂડ ઓફ હોય છે અને થાકનો અનુભવ થાય છે. પણ શું થાય હવે, કામ તો કરવું જ પડે. એટલે ફરી તમે કામમાં લાગી જાવ. પણ તમને જણાવી દઈએ કે આવું કરવું યોગ્ય નથી કારણ કે એનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો થઈ શકે. તેથી જેટલું બને એટલું જલ્દી તમારે આ સમસ્યાથી છુટકારો મેળવી લેવો જોઈએ. આજે અમે તમને આ સમસ્યા દૂર કરવા માટેનાં કેટલાક સરળ ઉકેલો જણાવીશું….તો ચાલો જાણીએ કંઈક નવું….

ઉંઘ પુરી કરો :


આરોગ્ય નિષ્ણાતોનું માનીએ તો સ્વસ્થ રહેવા માટે દરરોજ રાત્રે ઓછામાં ઓછી 6 થી 7 કલાક ઉંઘ લેવી જરૂરી છે, એનાથી ઓછી ઉંઘ લેવાથી સ્વાભાવિક રીતે તમને થાકનો અનુભવ થશે અને સાથે જ એની અસર તમારા આરોગ્ય ઉપર પણ થશે. જેથી રાત્રે યોગ્ય સમય પર સુવાની ટેવ પાડો. સુવાનો અને જાગવાનો એક સમય નક્કી કરી લો. જેનાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે અને સવારે તમે એકદમ તાજા-માજા થઈને ઉઠશો.

સવારમાં સ્નાન કરો :


યોગ્ય સમય પર સુવાનું અને જાગવાની સાથો સાથ સ્વસ્થ રહેવા માટે એ પણ જરૂરી છે કે સવારમાં જ સ્નાન કરી લેવું જોઈએ. હકિકતમાં સવારના સમયે ઠંડા પાણીથી સ્નાન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત કામ કરે છે અને એનાથી તમને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે અને થાક ગાયબ થઈ જાય છે. જે ચેતાતંત્ર માટે પણ ફાયદાકારક છે. જેનાથી તમારો આખો દિવસ તાજગી ભર્યો રહેશે.

કસરત કરો :


સ્વસ્થ અને શક્તિશાળી બની રહેવા માટે કસરત પણ જરૂરી છે. જો તમે જીમમાં ન જઇ શકતા હો તો સવારે ઉઠીને ચાલવા માટે નીકળી પડો અથવા ઘરમાં જ થોડી કસરત કરી લો. જેનાથી તમારૂ બ્લડ સર્ક્યુલેશન સારૂ રહશે અને તમને સ્ફુર્તિનો અનુભવ થશે.

સવારની ચા :


સવાર-સવારમાં એક કપ ગરમ ચા તમારા માટે એનર્જી ડ્રિન્કનું કામ કરે છે. જેનાથી તમે તાજગી અનુભવશો. ચા સવારનો થાક ભગાડવા માટેનો સૌથી સરળ ઉપાય છે. વળી, ચા આદુ અને તુલસીવાળી હોય તો તો કહેવું જ શું !! તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરની ઉર્જાને વધારે છે. આ સિવાય મુડમાં આવવા માટે કોફી પણ બેસ્ટ વિકલ્પ છે.

જ્યુસનું સેવન :


સવારે જાગીને ફ્રેશ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં તાજગી બની રહે છે અને થાક લાગતો નથી. જેમ કે દ્રાક્ષનો રસ પીવાથી શક્તિ મળે છે અને થાક દૂર થાય છે. લીંબુ પાણી પીવાથી પણ શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. એમાં રહેલ વિટામિન-સી અને સાઈટ્રિક એસિડ શરીરનો થાક દૂર કરે છે. સંતરા અને મોસંબીનું જ્યુસ પણ ખૂબ જ લાભદાયી છે.

સવારનો નાસ્તો :


સવારનો નાસ્તો આપણા માટે ઘણો જરૂરી છે. સવાર સવારમાં સંતુલિત અને સ્વાદિષ્ટ નાસ્તો કરવાથી આપણો આખો દિવસ સારો જાય છે. આ માટે તમારા નાસ્તામાં પૌષ્ટિક વસ્તુઓની સાથોસાથ ફળ અને દૂધનું પણ સેવન જરૂર કરો.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!