જમીન પર બેસીને જમવાના આટલા ફાયદા છે – શું તમને ખબર હતી?

આધુનિક યુગમાં લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને જમતા હોય છે તો વળી, કેટલાંક આળસુ લોકો તો ઉભા-ઉભા કે બેડ પર જ જમી લે છે. પરંતુ આ રીતે જમવું સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. આપણા પુર્વજોએ આપેલ પરંપરા દિવસે ને દિવસે ભુલાતી જાય છે. ટેબલ-ખુરશી કરતાંયે જમીન પર બેસીને જમવાથી અનેક ફાયદાઓ થાય છે એ વાત સત્ય છે.

જમીન પર બેસીને જમવાના ફાયદા

● જમીન પર બેસી જમવાથી મન એકદમ શાંત રહે છે.

● જમીન પર બેસીને જમવાથી લોહીનું સર્ક્યુલેશન જળવાઈ રહે છે.

● જમીન પર બેસીને જમવાથી પાચન ક્રિયા ઝડપથી થાય છે.

● જમીન પર બેસીને ભોજન લેવાથી માત્ર જમવામા જ ધ્યાન રહે છે, પરિવાર સાથે આત્મિયતા વધે છે અને એકદમ આનંદથી ભોજન લઇ શકાય છે.

● જમીન પર બેસી ભોજન લેવાથી જડપથી ઘડપણ આવતું નથી અને કરોડરજ્જુ અને પીઠ સંબંધિત કોઇ સમસ્યા થતી નથી.

● જમીન પર બેસીને ભોજન કરવાથી અપચો, ગેસ અને કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે.

● વજન કંટ્રોલમાં રહે છે.

● આયુષ્ય વધે છે.

● એકાગ્રતા વધે છે.

જમવાની સાચી રીત

● પદ્માસન કે સુખાસનની સ્થિતિમાં જમીન પર બેસીને જમવું. આ રીતે બેસીને જમવાથી શરીરમાં લચીલાપણું આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

● હંમેશા આરામથી બેસીને જમવું જોઈએ.

● વ્યવસ્થિત ચાવીને જમવાથી પેટ પણ ભરાય છે અને પાચનતંત્ર હેલ્ધી રહે છે.

● જમવામાં બિલકુલ ઉતાવળ કરવી નહીં.

● જમતી વખતે વાતો કરવી નહીં.

● જમતી વખતે ટીવી-મોબાઈલ વગેરેથી દુર રહો.

● પથારી પર કે ઉભા-ઉભા જમવું નહિં.

મિત્રો, તમે પણ આ રીતે જમીન પર બેસીને જમવાની યોગ્ય ટેવ કેળવશો તો થોડાં સમયમાં તમને આ સ્વાસ્થ્ય લાભ દેખાશે.

સંકલન – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર પોસ્ટ થયેલ આ વિગત જો તમને ગમે તો જરૂર લાઈક અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!