શું તમે જાણો છો, 20 રૂપિયાની નોટ પર છપાયેલ દ્રશ્ય કઈ જગ્યાનું છે? – અહી ક્લિક કરી જાણો

રોજીંદા જીવનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ આપણે દરરોજ કરતા હોઈએ પણ કોઈ દિવસ એને નીરખીને જોતા નથી. હવે આ વાતનું જ ઉદાહરણ લઈ લો. આ ગરમીની મોસમમાં તરસ છીપાવવા માટે તમે પાણીની બોટલ ખરીદો છો અને પાકિટમાંથી રૂપિયા 20ની નોટ કાઢીને દુકાનદારને આપો છો. પણ શું તમે ક્યારેય રૂપિયા 20ની નોટને નીરખીને જોઈ છે? નહીં, તો આજે જ જોઈ લો. કંઈ દેખાણું ?

જો તમે બરાબર ધ્યાન દઈને નોટને જોશો, તો તમને આ નોટમાં એક આઇલેન્ડ દેખાશે. જોયું? તો હવે કહો કે આ કઈ જગ્યા છે? લગભગ તમને ખ્યાલ નહીં હોય. આ હજુ સુધી એક રહસ્ય જ છે કે આખરે રૂ.20 ની નોટની મધ્યમાં છપાયેલ આ તસ્વીર કઈ જગ્યાની છે?

હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે અમે બેઠા જ છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો નોટ ઉપર જે તસ્વીર છપાયેલ છે તે આંદામાનનાં 300 દ્વીપ સમૂહોમાંનાં એક દ્વીપની આકર્ષક તસ્વીર છે. બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર જે જગ્યાએ ભેગા થાય છે એ જગ્યા પર આંદામાન અને નિકોબાર દ્વીપ આવેલા છે.

ભારતીય ચલણી નોટો વિશે આ પણ જાણો :

● એક રૂપિયાની નોટ RBI નહી પણ નાણાં મંત્રાલય બહાર પાડે છે.
● તમે ઘણી એવી નોટ જોઈ હશે જેના નંબરની સાથો સાથ ફુદળી (*) ની નિશાની પણ હોય. તો મિત્રો એનો પણ એક ખાસ મતલબ એવો છે કે, જે-તે ફાટેલી તૂટેલી નોટને બેન્ક જમા લઈ લે છે અને ફરી પાછી એ જ નંબરની નોટ ફુદળી (*) ની નિશાની સાથે નવી છાપે છે.
● આપણી નોટ પર 17 ભાષાઓમાં એની કિંમત લખવામાં આવે છે.
● વર્ષ 1954 દરમિયાન ભારતમાં રૂ.5,000 અને રૂ.10,000 ની નોટો પણ છાપવામાં આવતી.
● ભારતની દરેક નોટ પર આ પ્રતિજ્ઞા લખેલી હોય છે. ‘મેં ધારક કો 10/20/50 રૂપિયે અદા કરને કા વચન દેતા હૂં’

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ માહિતી-સભર પોસ્ટ ગમી હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!