આ 94 વર્ષના દાદાનો મહિનાનો પગાર વાંચીને હોંશ ઉડી જશે. ચાલો જાણીએ ભારતનાં મસાલા કિંગ વિશે

ટીવી પર તમે એમ.ડી.એચ (MDH) મસાલાની જાહેરાત ચોક્કસથી જોઇ હશે. જાહેરાતમાં મસાલાની દુનિયાના રાજા કહેવાતા વડીલ ધર્મપાલ ગુલાટીને પણ ચોક્કસથી જોયા જ હશે. મસાલાના રાજા આજે 94 વર્ષના થઇ ગયા છે. વિશ્વમાં મસાલાના સ્વાદથી પોતાની ઓળખાણ બનાવનાર ધરમપાલ ગુલાટીની જિંદગી પણ ઘણા ઉતાર- ચઢાવ ભરેલી રહી છે.

MDH નો ઈતિહાસ
ધર્મપાલ ગુલાટીના પિતા ચુનીલાલ ગુલાટી સિયાલકોટમાં “મહશય દી હટ્ટી” (Mahashian Di Hatti) નામથી એક દુકાન ચલાવતા હતા. જેના પરથી MDH નું નામ પાડવામાં આવ્યુ હતુ. ભારતના ભાગલા પછી તેમનો કુટુંબ સિયાલકોટથી દિલ્હીના કરોલ બાગમાં કાયમી વસવાટ માટે આવ્યો હતો. ભારતમાં આવ્યા બાદ ધર્મપાલ ગુલાટી દિલ્હીના કુતુબ રોડ પર ઘોડા ગાડી ચલાવતા. ત્યારબાદ તેમણે વિવિધ મસાલાઓ ખાંડીને વેચવાનું શરૂ કર્યુ. સમય જતા તેમનો બિઝનેસ ફેલાવા લાગ્યો.

94 વર્ષની ઉંમરે પણ કામ ચાલું
MDH ની જાહેરાતમાં જે દાદા જોવા મળે છે એ જ કંપનીનાં CEO છે. તેઓની ઉંમર 94 વર્ષ છે. સામાન્ય રીતે આ ઉંમરમાં લોકોના હાથ-પગ કામ કરવાનું બંધ કરી દે છે. જોકે ધર્મપાલ ગુલાટી ભારતના એક એવા CEO છે, જે આ ઉંમરમાં પણ કંપની ચલાવી રહ્યાં છે. બીજી કંપનીઓ તેની બ્રાન્ડના પ્રમોશન માટે પોસ્ટર બોય શોધતી હોય છે, જોકે ધર્મપાલ ગુલાટી પોતાની કંપનીના પ્રમોશન અને એડવર્ટાઈઝમેન્ટમાં પોતાને જ બતાવે છે. તેમની સ્ટોરી ઝીરોમાંથી હીરો બનનાર સામાન્ય ભારતીયની સ્ટોરી છે.

મહિનાનો અધધ.. પગાર


MDH ના સીઈઓના રૂપમાં ગુલાટીને ગત વર્ષે 21 કરોડની સેલેરી મળી હતી. જે ભારતમાં કોઈ પણ કન્ઝયુમર ગુડ કંપનીના સીઈઓ કરતા સૌથી વધુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ દાદા માત્ર પાંચ ધોરણ પાસ છે. હાલ ધર્મપાલ ગુલાટી પાસે કંપનીના 80 ટકા શેર છે અને કંપનીની દરેક ગતવિધિયો પર તેમની નજર રહે છે. ધર્મમાલ 90 ટકા સેલેરી ધાર્મિક કામોમાં ખર્ચ કરે છે.

મસાલા કિંગ


વર્ષ 1950 માં ધર્મપાલ ગુલાટીએ પોતાના ભાઈ સતપાલ સાથે મળીને દિલ્હીના કારોલ બાગમાં શોપ નંબર-37 થી ફેમસ મસાલાની શોપ ખોલી હતી. હાલના સમયમાં MDH ભારતમાં મસાલાની એક જાણીતી બ્રાન્ડ છે અને તેની લંડનમાં પણ ઓફિસ છે. કંપનીનો કારોબાર 1500 કરોડ રૂપિયાનો થઈ ગયો છે.

ઉચ્ચ વિચાર અને સાદગી ભર્યું જીવન


ધર્મપાલ ગુલાટી દિલ્હીના કરોલ બાગમાં હજી પણ ઉઘાડા પગે ફરે છે. આનું કારણ જણાવતા તેમણે એક વાર તેમના એક મિત્રને કહ્યું કે, મારા માટે કરોલ બાગ એક મંદિર કરતા ઓછુ નથી. આજ કરોલ બાગમાં હું ખાલી હાથે આવ્યો હતો. અહીંયા રહીને જ મેં મારા બિઝનેસ જીવનમાં મોટી ઊંચાઈઓને સ્પર્શ કર્યો છે. આજે ધર્મપાલ ગુલાટી ભારતના એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખાય છે.

ખરેખર ! મિત્રો, જીવનમાં કોઈપણ કામ નાનું નથી હોતું અને આપણે કરેલું નાનામાં નાનુ કામ કોઈ દિવસ વ્યર્થ નથી જતું…મહેનત કરતા રહો અને આગળ વધતા રહો..

મંઝીલ ઉન્હેં નહીં મિલતી, જો રહતે હૈ કલ્પના કે સહારે
પ્યાસે વો ભી રહ જાતે હૈ, જો બેઠે રહતે હૈ દરિયા કિનારે.

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!